કોંગ્રેસમાં ક્લેશ વધ્યો: અધીર રંજન ચૌધરીએ કહ્યું- ભાજપની ભાષા બોલી રહ્યા આનંદ શર્મા, આ તરફ…જમ્મુ કાશ્મીરમાં આઝાદ વિરુદ્ધ થયું પ્રદર્શન


  • Gujarati News
  • National
  • Impatient Ranjan Chaudhary Said Anand Sharma Speaking The Language Of BJP, This Way … Demonstration Against Azad In Jammu And Kashmir

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આનંદ શર્મા અને ગુલામ નબી આઝાદ સહિત કોંગ્રેસનાં 23 નેતા પાર્ટીના વ્યવહાર સામે સવાલ ઉઠાવી ચૂક્યા છે. આ નેતાઓએ બે દિવસ પેહલા જ જમ્મુ-કાશ્મીરમાં બેઠક કરી હતી. ફોટો ત્યારનો જ છે.

  • જમ્મુમાં કોંગ્રેસના કાર્યકરોએ ગુલામ નબી આઝાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો
  • અધીર રંજને આનંદ શર્મા પર ભાજપની ભાષા બોલવાના આરોપ લગાવ્યા

પાંચ રાજ્યોમાં ચૂંટણીનું બ્યૂગલ વાગવાની સાથે જ કોંગ્રેસમાં આંતરિક ક્લેશ પણ વધી રહ્યો છે. એક તરફ જી-23 એટલે કે પાર્ટીની નીતિઓ સામે આવાજ ઉઠાવનારા કોંગ્રેસનાં 23 નેતા કોઈને કોઈ નિવેદનબાજી કરી રહ્યા છે, તો બીજા ગ્રૂપના નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે. તાજો મામલો G-23ના આનંદ શર્મા અને ગુલામ નબી આઝાદ સાથે જોડાયેલો છે. શર્માના એક નિવેદન પર કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પલટવાર કરતાં તેમના પર ભાજપની સાંપ્રદાયિકતાવાળી ભાષા બોલવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે. કોંગ્રેસનાં સિનિયર નેતા ગુલામ નબી આઝાદ વિરુદ્ધ જમ્મુમાં પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી પૂતળું સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના ઇંડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF)ની સાથે ગઠબંધન કરવા પર સોમવારે આનંદ શર્માએ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આવું કરવું તે કોંગ્રેસની મૂળ વિચારધારા, ગાંધીવાદ અને નહેરુના સેકુલરીજ્મની વિરૂદ્ધનું છે. શર્માના આ નિવેદન સામે કોંગ્રેસ સાંસદ અધીર રંજને મોર્ચો ખોલ્યો છે.

ચૌધરીએ શર્માને તેમની હકીકત જાણવા સલાહ આપતા મંગળવારે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘પશ્ચિમ બંગાળમાં CPI (M)ની આગેવાની લેફ્ટ મોરચો સેક્યુલર ગઠબંધનને લીડ કરી રહ્યું છે. કોંગ્રેસ તેનો આંતરિક ભાગ છે. અમે ભાજપના સાંપ્રદાયિક અને વિભાજનકારી રાજકારણને હરાવવાનો સંકલ્પ કર્યો છે. પરંતુ શર્મા ભાજપની ભાષા બોલીને કોને ખુશ કરવા માગે છે.’

ચૌધરી વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસને તેમાં ભાગની પૂરી સીટોં મળી છે. લેફ્ટ ફ્રન્ટ પોતાના ભાગની સીટોં નવા બનેલ ISFને એલોટ કરી રહ્યું છે. જેઓ ભાજપના ઝેરી સાંપ્રદાયિકતા સામે લડવા ઇચ્છે છે, તેમણે કોંગ્રેસને ટેકો આપવો જોઈએ.’

ફોટો જમ્મુમાં આઝાદ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસ કાર્યકરોનો છે. તેમણે કહ્યું કે આઝાદ DDC ચૂંટણીના પ્રચાર માટે આવ્યા ન હતા અને હવે વડાપ્રધાનના વખાણ કરી રહ્યા છે.

ફોટો જમ્મુમાં આઝાદ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસ કાર્યકરોનો છે. તેમણે કહ્યું કે આઝાદ DDC ચૂંટણીના પ્રચાર માટે આવ્યા ન હતા અને હવે વડાપ્રધાનના વખાણ કરી રહ્યા છે.

આ તરફ, જમ્મુમાં કોંગ્રેસ કાર્યકરોએ ગુલામ નબી આઝાદ સામે સૂત્રોચ્ચાર કર્યા અને આઝાદનું પુતળું સળગાવ્યું હતું. પ્રદર્શંકારીઓએ કહ્યું કે કોંગ્રેસે આઝાદને હંમેશા સન્માન આપ્યું, પરંતુ આજે જ્યારે પાર્ટીને મદદની જરૂર છે તો તેઓ ભાજપ સાથે દોસ્તી દર્શાવી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરના કોંગ્રેસ અધ્યક્ષ આઝાદની ફરિયાદ લઈને દિલ્હી પહોંચ્યા
બે દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં G-23 સંમેલન અને આઝાદના નિવેદનોથી નારાજ જમ્મુ કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ ગુલામ અહેમદ મીર ફરિયાદ કરવા દિલ્હી પહોંચી ગયા છે. મીરે અહીં સંગઠનના પ્રભારી કેસી વેણુગોપાલ, રાજ્યના પ્રભારી રજની પાટિલ અને પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરીને હાલની સ્થિતિ બાબતે જણાવ્યુ. જણાવવામાં આવી રહ્યું છે કે મીર અહીં રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરશે. સૂત્રો મુજબ, મીરે કહ્યું કે આઝાદને નિવેદનથી જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસનાં કાર્યકરો ખૂબ જ નારાજ છે.

હવે હરિયાણામાં G-23 નેતાઓની બેઠક
જમ્મુ કાશ્મીર બાદ હરિયાણામાં કોંગ્રેસનાં G-23 નેતાઓની બેઠક મળી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ નેતાઓએ જમ્મુ-કાશ્મીરમાં સફળ આયોજન બાદ હરિયાણામાં પણ આ ઇવેન્ટનો પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. આ બેઠક કુરુક્ષેત્રમાં યોજાઇ શકે છે. આ તમામ પરિસ્થિતી પર કોંગ્રેસની ટોપ લીડરશિપે નજર બનાવી રાખી છે. સોનિયા ગાંધી G-23 ગ્રૂપમાં સામેલ નેતાઓ પર કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી, એટલા માટે તમામ લોકો સંભાળીને આ મુદ્દાનો ઉકેલ લાવવાના પ્રયાસ વ્યસ્ત છે.

કોંગ્રેસનું G-23 શું છે, તે શું ઈચ્છે છે?
કોંગ્રેસ હાઇકમાન્ડથી નારાજ આ 23 સિનિયર નેતાઓના ગ્રુપને G-23ના નામે ઓળખવામાં આવે છે. તેમણે ગયા વર્ષે સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીના વ્યવહાર સામે સવાલ ઉઠાવ્યા હતા. સૂત્રો મુજબ G-23 નેતાઓએ હાલમાં જ રાજ્યસભામાંથી નિવૃત્ત થયેલ ગુલામ નબી આઝાદ સાથે થયેલા વલણને લઈને પણ નારાજગી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે…1 Trackbacks & Pingbacks

  1. અધીર રંજન ચૌધરીએ કહ્યું- ભાજપની ભાષા બોલી રહ્યા આનંદ શર્મા, આ તરફ…જમ્મુ કાશ્મીરમાં આઝાદ વિરુદ્ધ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: