[:en]કોંગ્રેસના નેતા પર ભડકી કંગના: શશી થરૂરે ઘરેલુ મહિલાઓને સેલેરી આપવાની હિમાયત કરી, કંગના રનોતે કહ્યું- દરેક વસ્તુમાં બિઝનેસ જોવાનું બંધ કરો[:]

[:en]

  • Gujarati News
  • Entertainment
  • Shashi Tharoor Advocates Giving Celery To Housewives, Kangana Ranaut Says Stop Looking At Business In Everything

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કંગના રનોતે કોંગ્રેસના નેતા શશિ થરૂરના તે નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે, જેમાં તેમણે ઘરેલુ મહિલાઓને માસિક ભથ્થું આપવાનો વિચાર કર્યો છે. કંગનાએ પોતાની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટમાં ગુસ્સે થતા લખ્યું, “અમારી લૈંગિકતા ની કિંમત ન લગાવશો. અમને અમારા પ્રિયજનોની સંભાળ રાખવા માટે પૈસા ના આપો. અમને અમારી નાની એવી દુનિયા, પોતાના ઘરની મલ્લિકા થવા માટે પગાર નથી જોઈતો. દરેક બાબતમાં બિઝનેસ જોવાનું બંધ કરો. તમારી જાતને પહેલા મહિલાઓ પ્રત્યે સમર્પિત કરો, કેમ કે, તેને તમારી જરૂરી છે. તમારા પ્રેમ/ સન્માન/ સેલરીની નહીં.”

શશિ થરૂરે શું લખ્યું હતું?
શશિ થરૂરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, “હું કમલ હાસનના તે વિચારને સમર્થન કરું છું, જેમાં તેમણે ઘરના કામને સેલરીડ પ્રોફેશન બનાવવાની હિમાયત કરી છે. રાજ્ય સરકાર દ્વારા ઘરેલુ મહિલાઓને માસિક ભથ્થું આપવું જોઈએ. તેનાથી સમાજમાં કામ કરતી મહિલાઓને સન્માન મળશે અને તેમની સેવાઓનું મુદ્રીકરણ થશે. તેનાથી તેમનો પાવર અને સ્વાયતતા વધશે અને તેઓ યુનિવર્સલ બેઝિક ઈન્કમની નજીક પહોંચી જશે. “

માલકિનને કર્મચારી બનાવવી સૌથી ખરાબઃ કંગના
કંગનાએ પોતાની બીજી પોસ્ટમાં એક સોશિયલ મીડિયા યુઝરને જવાબ આપતા લખ્યું છે કે, “ઘરની માલકિનને કર્મચારી બનાવવી, માંતાઓને તેમના બલિદાન અને જીવનભરની કમિટમેન્ટ્સની કિંમત લગાવવી ખરાબ હશે. એવું લાગે છે કે તમે ભગવાનને તેમની રચના માટે ચૂકવણી કરી રહ્યા છો. કારણ કે અચાનક તમને તેમના પ્રયત્નો માટે દયા આવી ગઈ. તે કંઈક અંશે દુઃખદ અને કંઈક અંશે રમુજી વિચાર છે.”

હકીકતમાં, અર્જિતા સિંહ નામની એક સોશિયલ મીડિયા યુઝરે સવાલ કરતા લખ્યું હતું, “શું તમને નથી લાગતું કે હવે હોમમેકર્સ (ઘરેલુ મહિલાઓ)ને તેમના કામ માટે સન્માન આપવાનો સમય આવી ગયો છે, જે લાંબા સમયથી બાકી છે. આપણા સમાજે ક્યારે પણ હોમ મેકર્સને એટલું સન્માન નથી આપ્યું, જેટલું તેમને મળવું જોઈતું હતું. કામકાજી પુરુષોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. ઘરેલુ મહિલાઓને આર્થિક રીતે પતિ પર નિર્ભર રહેવું પડે છે.”

ચૂંટણી પ્રચાર દરમિયાન હાસને નિવેદન આપ્યું હતું
મકક્લ નીધી મૈયમ (MNM)ના અધ્યક્ષ અને અભિનેતા કમલ હાસને સોમવારે પોતાના પ્રચાર દરમિયાન બીજા રાજકીય પક્ષો અન્નાદ્રમુક અને દ્રમુક પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમને અને તેમની પાર્ટીને જે પ્રેમ મળી રહ્યો છે તે એ વાતનો પુરાવો છે કે લોકો હવે ફેરફાર ઈચ્છે છે. કમલ હાસને તમિલનાડુમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને ઘરેલુ મહિલાઓના કામને સેલરી પ્રોડક્શન બનાવવાની વાત કહી હતી. તમિલનાડુમાં એપ્રિલ-મેમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.



[:]

Be the first to comment on "[:en]કોંગ્રેસના નેતા પર ભડકી કંગના: શશી થરૂરે ઘરેલુ મહિલાઓને સેલેરી આપવાની હિમાયત કરી, કંગના રનોતે કહ્યું- દરેક વસ્તુમાં બિઝનેસ જોવાનું બંધ કરો[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: