કેપ્ટન કૂલનો ડાન્સ: MS Dhoniએ પત્ની સાક્ષી સાથે ‘મમ્મી નૂ પસંદ’ સોંગ પર ઠુમકા લગાવ્યા, ફેન્સે વીડિયો વાઈરલ કર્યો

કેપ્ટન કૂલનો ડાન્સ: MS Dhoniએ પત્ની સાક્ષી સાથે 'મમ્મી નૂ પસંદ' સોંગ પર ઠુમકા લગાવ્યા, ફેન્સે વીડિયો વાઈરલ કર્યો


  • Gujarati News
  • Sports
  • Indian Past Caption MS Dhoni Dance With Wife Sakshi In Marriage Function Video Viral

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ધોની કરતાં સાક્ષી સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટિવ છે, તે ઘણાં ફોટો અને વીડિયો શેર કરતી રહેતી હોય છે

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના ખૂબ ઓછા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે પરંતુ તેમની પત્ની સાક્ષી ઘણી એક્ટિવ રહેતી હોય છે. તાજેતરમાં જ સાક્ષીની એક ખાસ મિત્રના લગ્ન હતા અને ત્યાં ધોની અલગ જ મુડમાં જોવા મળ્યા હતા. અહીં તેઓ સ્ટાઈલીશ લુકમાં પણ દેખાતા અને તેમણે પત્ની સાક્ષી સાથે ડાન્સ પણ કર્યો હતો. આ ડાન્સ વીડિયા હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થયો છે.

સાક્ષીએ મિત્રના લગ્નમાં એમએસ ધોની સાથે ‘મમ્મી નૂ પસંદ…’ સોંગ પર ડાન્સ કર્યો હતો. મિત્રના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ સિવાય પણ સાક્ષીએ અમુક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં ધોની ગોલ્ડન રંગના કુર્તામાં જોવા મળે છે. 16 તારીખે યોજાયેલા આ લગ્નમાં ધોની બ્લેક રંગના શૂટમાં દેખાય છે. આ સ્ટાઈલમાં પણ ધોની હેન્ડસમ લાગતા હતા. લેટેસ્ટ વીડિયોમાં ધોની પત્ની સાથે ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. વાઈરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે, સાક્ષી ડાન્સ કરી રહી છે અને ધોની તેમને સાથ આપી રહ્યા છે.

બીજા એક વીડિયોમાં ધોની ખુરશી પર બેઠા છે અને તેમની પાસે સાક્ષી અને તેની અમુક ફ્રેન્ડ્ઝ છે. ત્યાં તેઓ ધોની સાથે ફોટો ક્લિક કરાવી રહ્યા છે. તેમાં પણ પાછળ સાક્ષી ડાન્સ કરી રહી છે અને ધોની ફોટો ક્લિક કરાવી રહ્યા છે.

એમ.એસ ધોનીએ સાક્ષી સાથે 4 જુલાઈ 2010માં એક અગંત સમારોહમાં લગ્ન કર્યા હતા. તેમાં પરિવારજનો અને ખાસ મિત્રો જ સામેલ થયા હતા. તેમની એક દીકરી પણ છે, જેનું નામ જીવા છે.

Be the first to comment on "કેપ્ટન કૂલનો ડાન્સ: MS Dhoniએ પત્ની સાક્ષી સાથે ‘મમ્મી નૂ પસંદ’ સોંગ પર ઠુમકા લગાવ્યા, ફેન્સે વીડિયો વાઈરલ કર્યો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: