[:en]’કૂલી નં. 1′ પર ખાસ વાતચીત: વરુણ ધવને કહ્યું- કોઈપણ રીમેક ફિલ્મની ઓરિજિનલ સાથે સરખામણી તો થાય જ છે[:]

[:en]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 મિનિટ પહેલાલેખક: અંકિતા તિવારી

  • કૉપી લિંક

વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ ‘કૂલી નં. 1’ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ગોવિંદા અને કરિશ્મા કપૂરની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘કૂલી નં. 1’ની રીમેક છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમ્યાન વરુણ ધવને ઘણા સવાલના જવાબ આપ્યા છે. સાથે જ ફિલ્મ સાથે જોડાયેલી અમુક ખાસ વાતો પણ શેર કરી.

ફિલ્મની રીમેકમાં કામ કરવા પર ખુદને કેટલા જવાબદાર અનુભવ્યા?
મને ઘણું વધારે જવાબદાર ફીલ થયું. આ ફિલ્મમાં ગોવિંદા અને કરિશ્માની જે જોડી હતી, તે અદભુત હતી અને આ ફિલ્મની રીમેક બનાવવી ખુદમાં જ એક ચેલેન્જ હતી. માત્ર મેં જ નહીં ક્રૂના દરેક સભ્યે ખૂબ મહેનત કરી છે. આ ફિલ્મ આ મુશ્કેલ ઘડીમાં બધાને હસાવા આવી છે. આ એક માસ મસાલા ફિલ્મ છે.

ફિલ્મની રીમેક બને છે તો સરખામણી પણ થાય છે, આના માટે ખુદને કેટલા તૈયાર કર્યા?
હું માનું છું કે સરખામણી તો દરેક જગ્યાએ થાય જ છે અને થોડી નહીં ઘણી થાય છે. જો મારી કોઈ ફિલ્મની રીમેક બનશે તો હું પણ સરખામણી કરીશ. આ ફિલ્મ 25 વર્ષ પહેલાં રિલીઝ થઇ હતી અને આજના યુવા વર્ગે આ ફિલ્મને નથી જોઈ.

શૂટિંગ દરમ્યાન તમારો સૌથી રસપ્રદ ભાગ અને સાથે જ સૌથી મુશ્કેલ ભાગ કયો હતો?
મારા માટે સૌથી રસપ્રદ ભાગ ફિલ્મમાં મિથુન ચક્રવર્તીજીની મિમિક્રી કરવાનો હતો. આના માટે જોની લીવર સાથે ઘણો સમય પસાર કર્યો કારણકે તે મિથુન દા સાથે ઘણી ફિલ્મો કરી ચૂક્યા છે. મિથુન દા સાથે પણ મેં ફોન પર વાત કરી હતી અને સાથે જ મારી પાસે તેમની ફિલ્મોની આખી લાઈબ્રેરી હતી. તેને જોઈને મેં તેમના એક્શન કરવાની સ્ટાઇલ અને ચાલ ચલન પણ શીખ્યા.

સારા સાથેની કેમેસ્ટ્રી પસંદ કરવામાં આવી રહી છે, સેટ પર કેવું બોન્ડિંગ થયું?
શૂટિંગ દરમ્યાન અમારું બોન્ડિંગ ઘણું સારું થઇ ગયું. સારા એકદમ ફોકસ સાથે કામ કરે છે. મને વારંવાર પૂછતી કે મેં ડાયલોગ્સ સરખા બોલ્યા કે નહીં? અથવા સીન ઠીક છે ને? તે સમયે તેની ઓપોઝિટ પરેશ રાવલ અને જાવેદ જાફરી જેવા દિગ્ગ્જ કલાકાર હતા અને તે તેની સામે પોતાનું 100% આપવા ઇચ્છતી હતી. આ જ તેમની સૌથી સારી ક્વોલિટી પણ છે અને સૌથી ખરાબ ક્વોલિટી પણ કારણકે તે તેના કામમાં મગ્ન થઇ જતી હતી.

કોરોના પોઝિટિવ હોવાની વાત પરિવારને કઈ રીતે જણાવી?
આ વર્ષે માર્ચમાં અમે નજીકના સંબંધીને કોરોનાને કારણે ખોઈ દીધા, તો જ્યારે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને મારા પરિવારને ખબર પડી તો તે બધા ઘણા ડરી ગયા હતા. મેં તેમને સમજાવ્યું કે હું મારું યોગ્ય રીતે ધ્યાન રાખી રહ્યો છું. આખું વર્ષ કોરોનાથી બચવાની ટ્રાય કરી, પણ વર્ષના અંતમાં તેને મને પકડી જ લીધો. આ વર્ષ બધા માટે ઘણું દુખદ છે. ઘણા લોકોને તેમના પરિવારને ખોઈ દીધા, ઘણા લોકોની નોકરી જતી રહી, ઘણું જ કઠિન વર્ષ રહ્યું આ.

બોલિવૂડની 2021થી શું આશા છે? કઈ મોટી ફિલ્મો દર્શકોને થિયેટર્સમાં પરત લાવી શકશે?
ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે, જેના વગર ઘણા બધા લોકોની જિંદગી અધૂરી છે. આ સાથે તેમની નોકરી જોડાયેલી છે. પછી ભલે તે પબ્લિકેશન હાઉસ, જર્નલિસ્ટ, મીડિયા, પ્રોડક્શન હાઉસ હોય, મને એવું જ લાગે છે કે આપણી જેમ તે લોકોને કામ પર પરત ફરવું જોઈએ કારણકે અમારી અંદર સ્ટેમિના વધુ છે, અમે સ્વસ્થ છીએ. મને લાગે છે કે અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ તે ફિલ્મ સાબિત થશે, જે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવશે. આ ફિલ્મને રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરી છે, મોટી સ્ટાર કાસ્ટ છે અને સૌથી મોટી વાત કે આ ફિલ્મ બનીને તૈયાર પણ છે.

2020 OTTનું વર્ષ રહ્યું, શું 2021માં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળી શકે છે?
જુઓ કન્ટેન્ટ તો ઘણું આગળ નીકળી ગયું છે. આજની જનરેશન ફિલ્મોમાં કન્ટેન્ટ ઈચ્છે છે. 2020માં જેટલો OTT પ્લેટફોર્મનો ટ્રેન્ડ ચાલ્યો તેનું સૌથી મોટું કારણ એ પણ છે કે કોરોનાને કારણે થિયેટર પર તાળા લાગ્યા હતા. પણ હવે જ્યારે થિયેટર ખુલી ગયા છે તો મને લાગે છે કે લોકો થિયેટરમાં બેસીને જોવાનો પણ આનંદ લેશે.

બોલિવૂડમાં તહેવાર પર ફિલ્મો રિલીઝ કરવાનો ક્રેઝ છે, 2020માં આવું કઈ ન થયું, 2021ને લઈને શું સંભાવનાઓ છે?
મહામારીને કારણે 2020માં ઘણી બધી ફિલ્મો રિલીઝ થઇ શકી નથી પણ હું એ વાતથી ખુશ છું કે હું એક હસાવનારી ફિલ્મ આ ક્રિસમસ પર લઈને આવી રહ્યો છું. જેમાં તમે ફુલ એન્ટરટેનમેન્ટ અને ખુશ થઈને થોડા સમય માટે તમારી બધી ચિંતાઓથી મુક્ત થઇ શકો છો.

[:]

Be the first to comment on "[:en]’કૂલી નં. 1′ પર ખાસ વાતચીત: વરુણ ધવને કહ્યું- કોઈપણ રીમેક ફિલ્મની ઓરિજિનલ સાથે સરખામણી તો થાય જ છે[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: