કુણાલ ખેમુ સ્ટારર ‘લૂટકેસ’ ફિલ્મની રિલીઝ ડેટ ફાઇનલ, સુશાંત સિંહની ‘દિલ બેચારા’ બાદ 31 જુલાઈએ સ્ટ્રીમ થશે


દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 06:10 PM IST

કુણાલ ખેમુની ફિલ્મ ‘લૂટકેસ’ની રિલીઝ ડેટ ફાઇનલ થઇ ગઈ છે. હવે આ ફિલ્મ 31 જુલાઈના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવાની છે. આ OTT પ્લેટફોર્મ પર 7 ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાંની એક ‘લૂટકેસ’ છે. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચારા’ પણ આ 7 ફિલ્મોમાંની એક છે, જે 24 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ ડેટ કુણાલ ખેમુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાહેર કરી છે.

ફિલ્મને પૂરતું અટેન્શન ન મળતાં કુણાલે નારાજગી વ્યક્ત કરી હતી
ડિઝનીએ જ્યારે 7 ફિલ્મોનાં અનાઉન્સમેન્ટ કર્યાં ત્યારે બે ફિલ્મ લૂટકેસ અને ખુદાહાફિઝની સ્ટારકાસ્ટને આમંત્રિત કરી ન હતી. આ બાબતે ફિલ્મની કાસ્ટ કુણાલ ખેમુ અને વિદ્યુત જામવાલે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી.

રમવા માટે મેદાન સરખું આપો: કુણાલ ખેમુ

કુણાલ ખેમુએ ટ્વીટ કરી લખ્યું હતું કે, ઈજ્જત અને પ્રેમ માગવામાં નથી આવતા કમાવાના હોય છે. કોઈ ન આપે તો એનાથી આપણે નાના નથી થઇ જતા. બસ રમવા માટે મેદાન બરાબર આપો, છલાંગ અમે પણ ઊંચી લગાવી શકીએ છીએ.

આ કોમેડી થ્રિલર ફિલ્મ લૂટકેસમાં કુણાલ ખેમુની સાથે રસિકા દુગલ, રણવીર શોરે, ગજરાજ રાવ અને વિજય રાઝ પણ સ્ટારકાસ્ટમાં સામેલ છે. આ ફિલ્મને રાજેશ ક્રિષ્નને ડિરેક્ટ કરી હતી. કોરોના મહામારીને કારણે ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. અભિષેક બચ્ચને લખ્યું હતું કે, આ મારું અને પપ્પાનું ફેવરિટ ટ્રેલર છે. ઓલ ધ બેસ્ટ બડી.

ઓનલાઇન રિલીઝ થનાર અન્ય ફિલ્મ
થિયેટરને બદલે ઓનલાઇન સ્ટ્રીમ થનારી ફિલ્મ્સ દિલ બેચારા, શકુંતલા દેવી, કારગિલ ગર્લ, ભુજ, લક્ષ્મી બોમ્બ, ધ બિગ બુલ, સડક-2, લૂટકેસ અને ખુદાહાફિઝ છે.Be the first to comment on "કુણાલ ખેમુ સ્ટારર ‘લૂટકેસ’ ફિલ્મની રિલીઝ ડેટ ફાઇનલ, સુશાંત સિંહની ‘દિલ બેચારા’ બાદ 31 જુલાઈએ સ્ટ્રીમ થશે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: