[:en]કાળા નાણાંને અંકૂશમાં લેવાની તૈયારી: મોરિશિયસથી આવતા નાણાંની માલિકી અંગે માહિતી જાહેર કરવી પડશે, બજેટ અગાઉ આ નિયમ લાગૂ થઈ શકે છે[:]

[:en]

  • Gujarati News
  • Business
  • Information On Ownership Of Money Coming From Mauritius Must Be Disclosed, This Rule May Apply Before The Budget

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ5 મિનિટ પહેલાલેખક: અજીત સિંહ

  • કૉપી લિંક

ભારત હવે મોરિશિયસથી આવતા કાળા નાણાં પર અંકૂશ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. સરકાર ત્યાંથી આવતા નાણાંની પૂરી જાણકારી આપવી જરૂરી બની શકે છે. હવે પૈસાના માલિક કોણ છે. તેમનું નામ, સરનામુ, પાસપોર્ટ નંબર વગેરે દર્શાવવા પડશે. આવક વેરા તથા કોર્પોરેટ ટેક્સ બાબતોની સૌથી મોટી બોડી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ટૂંક સમયમાં એક પરિપત્ર જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પરિપત્ર બજેટ અગાઉ જ જાહેર થઈ શકે છે.

નાણાં અંગે અસલી માલિકની જાણકારી આપવી પડશે
નવા નિયમ પ્રમાણે પૈસાના બેનિફિશિયરી ઓનરશિપ કોની પાસે છે તે પણ જણાવવી પડશે. બેનિફિશિયરી ઓનરશિપ એટલે જેમની પાસે કંપની અથવા ફંડની ઓછામાં ઓછો 25 ટકા હિસ્સેદારી છે. તાજેતરમાં જ અમેરિકાએ શેલ અથવા અથવા ડમી કંપનીઓને અંકૂશમાં લાવવા માટે ભ્રષ્ટાચાર વિરોધી કાયદો તૈયાર કર્યો છે. તેમા પણ કંપનીઓ માટે બેનિફિશિયરી ઓનરશિપની જાણકારી આપવી જરૂરી બનાવવામાં આવી છે. ત્યારબાદ ભારતે આ નિર્ણયલ લીધો છે.

અત્યાર સુધી મોરિશિયના રોકાણ અંગે ફક્ત 3 જાણકારી આપવી જરૂરી હતી
અત્યાર સુધી જો તમે મોરિશિયસ મારફતે ભારતમાં રોકાણ કરવામાં આવે છે તો કંપનીના ડિરેક્ટર, કંપનીનું સરનામુ તથા કંપનીની સ્થાપના ક્યારે થઈ તે અંગેની માહિતી આપવી જરૂરી હતી. જોકે, આ જાણકારીથી એવી કોઈ માહિતી મળતી ન હતી કે પૈસાના મૂળ માલિક કોણ છે. કારણ કે ડિરેક્ટર કંપનીના માલિક હોઈ શકે છે અથવા ન પણ હોય. માટે 25 ટકા ઓનરશીપથી પૈસાના સ્રોતની જાણકારી મળશે.

ભારતમાં હકીકતમાં તમે કોઈ પણ બેન્ક મારફતે કોઈ પણ પૈસા મોકલે છે, તો ઓરિજિનલ રુટની જાણ થાય છે. નાણાં ક્યાંથી આવે છે, ક્યાં જાય છે તે અંગે જાણકારી મળે છે. જોકે મોરિશિયસમાં આ સિસ્ટમ નથી.

ચંદા કોચરના પતિની કંપનીમાં પણ મોરિશિયસથી પૈસા આવતા હતા
ICICI બેન્કના ભૂતપુર્વ MD ચંદા કોચરના પતિ દીપક કોચરનું નામ મોરિશિયસના એક ફંડને લગતા કેસમાં સામેલ હતું. જે ન્યૂપાવર રિન્યુએબલ્સને દરજ્જો આપવાને લગતા કેસમાં ચંદા કોચરની ખુરશી ગઈ તે દીપક કોચરની હતી. આ કંપનીમાં મોરિશિયસથી 5 વખત રૂપિયા 320 કરોડનું રોકાણ આવ્યુ હતું.

IL&FSનો કેસ પણ ડમી કંપની સાથે જોડાયેલો હતો
IL&FS કેસમાં ગયા સપ્તાહે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રૂપિયા 452 કરોડના શેર જપ્ત કર્યા હતા. આ શેર એસ કોલ કંપની સિંગાપોરના છે. તે એક ડમી કંપની છે,જેના માલિક બ્રિટીશ નાગરિક જયમિન વ્યાસ છે. EDએ મનીલોન્ડ્રીંગ કાયદા હેઠળ આ કાર્યવાહી કરી છે.

સરકારે ફેબ્રુઆરી 2017માં ટાસ્કફોર્સની રચના કરી હતી
ભારતમાં ફેબ્રુઆરી 2017માં ડમી કંપનીઓ પર અંકૂશ લગાવવા માટે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટાસ્કફોર્સની રચના કરી હતી. અમેરિકાના સિક્યોરિટીઝ એક્ટમાં તો આ ડમી કંપનીઓને બિઝનેસના કદ અને એસેટ પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જોકે ભારતમાં આ પ્રકારની વ્યવસ્થા નથી.

ડમી કંપનીઓનો કારોબાર ફક્ત કાગળો પર જ હોય છે
ડમી કંપનીઓ હકીકતમાં કોઈ કારોબાર કરતી નથી. બસ પૈસા એક કંપનીથી અન્ય કંપનીના ખાતામાં ટ્રાન્સફર થાય છે. SEBIએ વર્ષ 2017 ઓગસ્ટમાં સ્ટોક એક્સચેન્જોને 331 જેટલી શંકાસ્પદ ડમી કંપનીઓ સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. તે વર્ષ સપ્ટેમ્બરમાં કંપનીઓ બાબતના મંત્રાલયે 2 લાખ 9 હજાર 32 કંપનીઓના રજિસ્ટ્રેશન રદ્દ કર્યાં હતા.

ડમી બિલો પર કાળા નાણાં અન્ય દેશોમાં મોકલતા હતા, FDI સ્વરૂપમાં તે પાછા આવતા હતા
ભારતમાં મોરિશિયસથી આવતા પૈસા ટેક્સ ફ્રી હોય છે, કારણ કે ભારત અને મોરિશિયસ વચ્ચે એક સમજૂતી થઈ છે. હવે ભારત તેની ઉપર પ્રહાર કરવા માંગે છે. ભારતના વેપારીઓ ડમી ઈમ્પોર્ટ-એક્સપોર્ટના નામે પૈસા બહાર મોકલે છે, પછી મોરિશિયસ મારફતે FDI સ્વરૂપમાં દેશમાં પરત લાવવામાં આવે છે. તેને રાઉન્ડ ટ્રિપિંગ કહે છે.

મોરિશિયસનો GDP 123માં નંબર પર, તેમ છતાં FDIમાં આગળ
ભારતમાં આવતા FDIમાં મોરિશિયસ બીજા ક્રમ પર છે. વર્ષ 2019-20માં સિંગાપોરથી 14.67 અબજ ડોલર અને મોરિશિયસથી 8.24 અબજ ડોલરનું FDI આવ્યું. આ એવા સમયે કે જ્યારે GDP વિશ્વમાં 123માં નંબર પર છે. મોરિશિયસનો GDP 2019માં 1,439 કરોડ ડોલર હતી. નિષ્ણાતોનું કહેવું છે કે મોરિશિયસમાં આટલા પૈસા હોય નહીં. તે પોતે જ આફ્રિકા પર આધાર રાખે છે. આ સંજોગોમાં ભારતમાં કેવી રીતે ઈન્વેસ્ટ કરી શકે છે?

બ્લેકમની પર નિયંત્રણ મુકવા નોટબંધી કરવામાં આવી હતી
નવેમ્બર 2016માં મોદી સરકારે 500 અને 1,000ની નોટ બંધ કરી હતી. તેનો ઉદ્દેશ કાળાનાણાંને અંકૂશમાં લેવાનો હતો.

[:]

Be the first to comment on "[:en]કાળા નાણાંને અંકૂશમાં લેવાની તૈયારી: મોરિશિયસથી આવતા નાણાંની માલિકી અંગે માહિતી જાહેર કરવી પડશે, બજેટ અગાઉ આ નિયમ લાગૂ થઈ શકે છે[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: