- સવારે સૌથી પહેલા CMએ ધારાસભ્યો સાથે વાતચીત કરી, ત્યાર પછી અવિનાશ પાંડે, રણદીપ સુરજેવાલા, ગહેલોત અને અમુક મંત્રીઓએ બેઠક કરી
- સુરજેવાલાએ કહ્યું- સચિન પાયલટ સહિત જે ધારાસભ્યો નારાજ છે, તેઓ માટે કોંગ્રેસના તમામ દરવાજા ખુલા છે
વિષ્ણુ શર્મા
Jul 14, 2020, 03:22 PM IST
જયપુર. રાજસ્થાનની રાજનીતિનું એપી સેન્ટર બનેલી ફેરમાઉન્ટ હોટલની બહાર મંગળવાર સવારથી અવર-જવર વધી ગઈ છે. હોટલ બહાર સુરક્ષા વધારાઈ છે. હોટલની અંદરથી સમાચાર આવી રહ્યા છે કે ધારાસભ્યોએ દિવસની શરૂઆત કસરત અને યોગથી કરી. મંત્રી બીડી કલ્લાની આગેવાનીમાં બધા લોકોએ કસરત કરી. આ દરમિયાન ધારાસભ્ય હાકમ અલી, ગોપાલ મીણા પણ હાજર હતા.

હોટલમાં બેઠકો ચાલું છે. સવારે સૌથી પહેલા મુખ્યમંત્રીએ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. ત્યારપછી મુખ્યમંત્રી ગેહલોતે અવિનાશ પાંડે, રણદીપ સુરજેવાલા અને અમુક મંત્રીઓએ મિટિંગ કરી હતી. હોટલમાં કુલ 119 રૂમ બુક કરાવાયા છે. તેમાથી અમુક ખાલી છે.

હોટલ બહાર કેમેરા તહેનાત
ફેરમાઉન્ટ હોટલ બહાર સુરક્ષાને લઈને પોલીસની ગાડીઓ હાજર છે. મોટા ભાગની ચેનલોએ લેટેસ્ટ અપડેટ માટે કેમેરાને તહેનાત કર્યા છે.

સુરજેવાલાનું મોડી રાત્રે નિવેદન
સુરજેવાલાએ કહ્યું કે ઘરના સભ્યો ઘરની શોભા વધારશે. કોંગ્રેસ ધારાસભ્યો દળના એક એક સભ્યોનું કર્તવ્ય છે કે રાજસ્થાનની 8 કરોડ લોકોની સેવાના યજ્ઞમાં સહયોગ આપો. સચિન પાયલટ સહિત જે લોકો નારાજ છે, તેઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલા છે. મતભેદ છે તો ચર્ચા કરે. સમસ્યાનું સમાધાન શોધીશું. આવતીકાલે સવારે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. પાયલટ અને તેના સમર્થક ધારાસભ્યોને બેઠકમાં હાજરી આપવા માટે આગ્રહ કરાયો છે.

સ્ટોરીમાં વિગતો ઉમેરવામાં આવી રહી છે.
Be the first to comment on "કસરત સાથે ધારાસભ્યોએ દિવસની શરૂઆત કરી, પછી બેઠકો યોજાઈ; CM બહાર નિકળ્યા, બાકીના MLA અહીં જ રહ્યા"