કરોડપતિ ભિખારી!: 2 વર્ષથી મંદિરની બહાર ભીખ માગનાર વૃદ્ધના નામે પોતાનો બંગલો, પ્લોટ; પરિવારે કહ્યું- નશો છોડી દે તો અમે રાખવા તૈયાર


  • Gujarati News
  • National
  • Own Bungalow, Plot In The Name Of An Old Man Who Has Been Begging Outside The Temple For 2 Years; The Family Said We Are Ready To Keep If He Quits

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્દોર9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નશાના કારણે રમેશ યાદવ ભીખ માગવા લાગ્યા. હાલ તેઓ શિબિરમાં છે અને પરિવારના લોકો તેને સાથે રાખવા માટે તૈયાર છે.

  • રમેશ યાદવના રૂમમાં 4 લાખથી વધુનું ઈન્ટિરિયર છે.

નશાની કુટેવ લોકોને ક્યાંથી ક્યાં ફેંકી દે છે, તેનું એક જીવતું-જાગતું ઉદાહરણ છે રમેશ યાદવ. જેઓ એક કરોડપતિ હોવા છતાં બે વર્ષથી ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. રમેશ કેન્દ્ર સરકારની દીનબંધુ પુર્નવસન યોજના અંતર્ગત ભિક્ષુકો અને આશ્રય વગરના લોકો માટે પંજાબ અરોડવંશી ધર્મશાળામાં લાગેલા શિબિરમાં રહે છે. શિબિરમાં અત્યાર સુધીમાં 109 એવા લોકોને લાવવામાં આવ્યા છે જે કાં તો ભિક્ષાવૃતિ કરે છે કે નિરાશ્રીતોની જેમ રસ્તાઓ પર જ રહે છે. શિબિરમાં રહેતા મોટા ભાગના લોકોને પરિવારે જાકારો આપ્યો છે, જેના કારણે તેઓ રસ્તા પર ભિક્ષાવૃતિ કરે છે. તો અહીં કેટલાંક ભિક્ષુક એવા પણ છે જે બરોકટોક અંગ્રેજી બોલી શકે છે.

પરમ પૂજ્ય રક્ષક આદિનાથ વેલફેર ફંડ એજ્યુકેશન સોસાયટી પ્રવેશ સંસ્થાના હેડ રૂપાલી જૈનએ જણાવ્યું કે રમેશ યાદવને અમારી ટીમ ઈન્દોરના કાલી મંદિર નજીકથી લઈને આવી હતી. તેઓ બે વર્ષથી અહીં ભીખ માગી રહ્યાં હતા. તેઓએ લગ્ન નથી કર્યા, તેથી તેમનો પોતાનો તો કોઈ જ પરિવાર નથી પરંતુ ભાઈ-ભત્રીજા જરૂરથી છે. ટીમ જ્યારે તેમના ઘરે પહોંચી અને તેમના રૂમનું ઈન્ટીરિયર જોયું તો અવાક થઈ ગયા. કેમકે તેમના રૂમમાં લગભગ 4 લાક રૂપિયાનો તો સામાન લગાડવામાં આવ્યો હતો. રમેશ યાદવના રૂમમાં એસી સહિતની તમામ સુખ-સુવિધાની વસ્તુઓ ઉપલબ્ધ હતી. જો કે રમેશ યાદવની શરાબ પીવાની કુટેવને કારણે તેઓને રસ્તા પર ભીખ માગવા માટે મજબૂર બનાવી દીધા હતા.

શિબિરમાં 109 ભિક્ષુક અને નિરાશ્રીતોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી 70 લોકોનું અત્યાર સુધીમાં પુર્નવસન કરવામાં આવ્યું છે.

શિબિરમાં 109 ભિક્ષુક અને નિરાશ્રીતોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી 70 લોકોનું અત્યાર સુધીમાં પુર્નવસન કરવામાં આવ્યું છે.

યાદવના નામે એક બંગલો છે, સાથે જ 15 બાય 50 ફુટનો એક પ્લોટ પણ છે. જો સંપત્તિની વાત કરવામાં આવે તો તેઓ આમ તો કરોડપતિ છે, પરંતુ સીધી આવક ન હોવાને કારણે તેઓ મંદિરની બહાર બેસીને ભીખ માગવા લાગ્યા હતા. અને આ પૈસાને પણ તેઓ નશામાં ઉડાવતા હતા. જો કે હવે તેઓ કહી રહ્યાં છે કે હવે ઘરમાં રહીને કામ કરશે. પરિવારના લોકો એટલા માટે નારાજ હતા કે તેમના દ્વારા શરાબના વધુ પડતા સેવનથી પરિવારનું નામ ખરાબ થાય છે. રમેશ યાદવનો પરિવાર કહે છે કે તેમની શરાબની લત છોડાવી દો તો અમે તેનું સંપૂર્ણપણ ધ્યાન રાખીશું. યાદવમાં હવે થોડોઘણો સુધારો દેખાય છે. શરૂઆતમાં વોલેન્ટિયર પાસેથી પણ તેઓ શરાબની માગ કરતા હતા જેમાં હવે ઘટાડો થયો છે.

સંસ્થાના હેડ રૂપાલી જૈનના જણાવ્યા મુજબ રેસ્ક્યૂ કરવામાં આવેલા 90 ટકા લોકો નશાના બંધાણી છે. તે પછી પાવડરનો નશો હોય કે શરાબનો, કોઈને કોઈ રીતે નશો તેઓ કરે જ છે. શરૂઆતના બે દિવસ સુધી તો તેઓ બેચેન રહે છે. તેમાંથી કેટલાંક લોકો નશા વિના રહી જ નથી શકતા તેથી તેઓને નશા મુક્તિ કેન્દ્રમાં છોડવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ અંગેનો રિપોર્ટ પણ કલેક્ટરને સોંપી દેવાયો છે. રિપોર્ટમાં ટેવવશ ભીખ માગનારા લોકો, વંશાનુગત ભિખારી અને માફિયા ગેંગના લોકો પણ છે.

સંસ્થાના હેડ રૂપાલી જૈને જણાવ્યું કે તેમની ટીમે યાદવનું રેસ્ક્યૂ કર્યું હતું.

સંસ્થાના હેડ રૂપાલી જૈને જણાવ્યું કે તેમની ટીમે યાદવનું રેસ્ક્યૂ કર્યું હતું.

શિબિરમાં ગોલ્ડન કોઈન સેવા ટ્રસ્ટ, પરમ પૂજ્ય રક્ષક આદિનાથ વેલફેર ફંડ એજ્યુકેશન સોસાયટી પ્રવેશ સંસ્થા, નિરાક્ષિત સેવાશ્રમ એનજીઓના માધ્યમથી શહેરના ભિક્ષુકો માટે અહીં શિબિર લગાડવામાં આવી હતી. સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા આ ભિખારીઓ અને નિરાશ્રીતોને ઉપચાર માટે અરવિંદો હોસ્પિટલ મોકલવામાં આવે છે. શિબિરમાં અત્યાર સુધીમાં 109 એવા લોકોને લાવવામાં આવ્યા છે કે જેઓ ભિક્ષાવૃતિ કરે છે કે નિરાશ્રીતો લઈને રસ્તા પર જ રહે છે. શિબિરમાં તેઓને બે ટંકનું ભોજન સાથે જ ચા-નાશ્તો અને જ્યૂસ આપવામાં આવે છે.

એનજીઓના પદાધિકારીઓએ જણાવ્યું કે ઈન્દોર કલેક્ટર મનીષ સિંહના આગ્રહ બાદ આ પ્રકારની શિબિરનું આયોજન કરાયું હતું. આ સંસ્થામાં રહેતા જે ભિખારીને પરિવાર છે તેમને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવે છે અને જે નિરાશ્રીત છે તેમને જૂદાં-જૂદાં આશ્રમમાં રાખવામાં આવે છે. જે લોકો કંઈ કામ કરી શકે છે, તેઓને એનજીઓની મદદથી કોઈ કામમાં લગાડવામાં આવશે.

રમેશ યાદવ હવે નશાની આદતને છોડવા માગે છે, પરિવારની સાથે રહીને કંઈક કામ કરવાની ઈચ્છા છે.

રમેશ યાદવ હવે નશાની આદતને છોડવા માગે છે, પરિવારની સાથે રહીને કંઈક કામ કરવાની ઈચ્છા છે.

ઈન્દોરમાં લગભગ 500 ભિખારી, નિરાશ્રીતો તથા અસહાય વૃદ્ધોના સ્વાસ્થ્ય પરીક્ષણ થયા
ઈન્દોરમાં ભિખારી, નિરાશ્રીતો તથા અસહાય વૃદ્ધોની સહાય તેમજ તેમના કલ્યાણ માટે દીનબંધુ અભિયાનનો પ્રારંભ થયો છે. અત્યાર સુધીમાં લગભગ 500 અસહાય વૃદ્ધોના સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યા છે.તેમાંથી લગભગ 100 લોકો અસ્વસ્થ છે જેમની નિઃશુલ્ક સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ભિખારી, નિરાશ્રીતો તથા અસહાય વૃદ્ધોને 36 રૂપિયા પેન્શન આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…

Be the first to comment on "કરોડપતિ ભિખારી!: 2 વર્ષથી મંદિરની બહાર ભીખ માગનાર વૃદ્ધના નામે પોતાનો બંગલો, પ્લોટ; પરિવારે કહ્યું- નશો છોડી દે તો અમે રાખવા તૈયાર"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: