[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ30 મિનિટ પહેલા
- કૉપી લિંક
કોરિયોગ્રાફર તથા ફિલ્મ ડિરેક્ટર રેમો ડિસોઝા ઝડપથી સાજો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં એક્ટિવ એવા રેમોએ હાલમાં જ એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં રેમો જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળ્યો હતો. કોરોના ગાઈડલાઈન પ્રમાણે, રેમોએ માસ્ક પણ પહેર્યો હતો.
વીડિયોમાં શું છે?
રેમોના બંને હાથમાં ડમ્બલ્સ છે અને બાઈસેપ્સ માટે વર્કઆઉટ કરે છે. તેની પાસે ઊભેલી જીમ ઈન્સ્ટ્રક્ટર રેમોને ઈન્સ્ટ્રક્શન્સ આપતી જોવા મળે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં અંગ્રેજી ગીત વાગે છે, જેના શબ્દો છે- જો તમે ભગવાનમાં વિશ્વાસ ધરાવો છો તો બધું જ શક્ય છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે ભગવાનમાં વિશ્વાસ રાખવો.
વીડિયો શૅર કરીને રેમોએ આ વાત કહી
વીડિયો શૅર કરીને રેમોએ કહ્યું હતું, ‘કમબેક હંમેશાં સેટબેકથી વધુ સ્ટ્રોંગ હોય છે. આજથી શરૂઆત કરી છે. ધીમે ધીમે પણ શરૂઆત તો છે જ.’
હાર્ટ અટેક આવ્યો ત્યારે રેમોનું હાર્ટ માત્ર 25% કામ કરતું હતું
રેમોએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મારી જમણી ધમનીમાં 100 ટકા બ્લોકેજ હતું. સામાન્ય રીતે હૃદય 55 ટકા કાર્ય કરતું હોય છે. જોકે, મને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે મારું હૃદય માત્ર 25 ટકા જ કામ કરતું હતું. મને પ્રી-વર્કઆઉટ સેશન, કામના સ્ટ્રેસ કે પછી વારસાગતને કારણે હાર્ટ અટેક આવ્યો હોવાનું માનવામાં આવે છે. હાલમાં તેઓ આ અંગે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હું આ જાણવા માટે આતુર છે. અનેક લોકો માને છે કે હું સ્ટીરૉઇડ લઉં છું પરંતુ આ વાત સાચી નથી. હું નેચરલ બૉડીમાં જ વિશ્વાસ રાખું છું.’
11 ડિસેમ્બરે હાર્ટ અટેક આવ્યો હતો
રેમોને 11 ડિસેમ્બરે હાર્ટ અટેક આવ્યા બાદ ઇમરજન્સી વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. અંદાજે એક કલાક ઓપરેશન ચાલ્યા બાદ તેને ICU વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. અમિતાભ બચ્ચને પણ રેમો જલ્દી સ્વસ્થ થાય તે માટે કામના કરી હતી. બિગ બીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું, ‘તમે જલ્દી સ્વસ્થ થઇ જાઓ, મારી પ્રાર્થના તમારી સાથે છે.’
સલમાન-રેમોએ ‘રેસ 3’માં સાથે કામ કર્યું હતું
રેમો ડિસોઝ તથા સલમાન ખાને ‘રેસ 3’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મને રેમોએ ડિરેક્ટ કરી હતી. મલ્ટીસ્ટારર આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી કરી હતી પરંતુ ક્રિટિક્સે આ ફિલ્મને ખરાબ રીતે વખોડી નાખી હતી. ફિલ્મ બાદ એવી ચર્ચા હતી કે સલમાન તથા રેમોના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
[:]
Be the first to comment on "[:en]કમબેક: હાર્ટ અટેક આવ્યાના 29 દિવસ બાદ રેમો ડિસોઝાએ વર્કઆઉટ શરૂ કર્યું, વીડિયો વાઈરલ[:]"