[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
8 મિનિટ પહેલા
- કૉપી લિંક
કંગના રનૌત અને દિલજિત દોસાંજ વચ્ચે એકવાર ફરી સોશિયલ મીડિયા પર વર્ડ વોર શરૂ થઇ ગઈ છે. વાત એમ છે કે થોડા દિવસ પહેલાં દિલજિતે તેના ન્યૂ યર વેકેશનના અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ફોટોઝમાં દિલજિત બરફના પહાડો વચ્ચે દેખાયો છે. આ બાબતે કંગનાએ દિલજિતને આડે હાથ લઈને ‘લોકલ ક્રાંતિકારી’ ગણાવ્યો. તેના જવાબમાં દિલજિતે એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયો પર કંગનાએ પણ પલટવાર કર્યો. પછી જવાબમાં દિલજિતે કંગનાને પોતાની PR બનાવી દેવાની વાત કરી દીધી.
આ છે આખો મામલો
પહેલા કંગનાએ દિલજિતે સોશિયલ મીડિયા પર શેર કરેલા વેકેશનના ફોટોઝ પર કમેન્ટ કરતા કહ્યું, ‘વાહ બ્રધર, દેશમાં આગ લગાવીને, ખેડૂતોને રોડ પર બેસાડીને લોકલ ક્રાંતિકારી વિદેશમાં ઠંડીની મજા લઇ રહ્યા છે. વાહ, આને કહેવાય લોકલ ક્રાંતિ.
Wah brother!! Desh mein aag lagake kisanon ko sadak le baitha ke local karantikaris videsh mein thand ka maza le rahe hain, wah!!! Isko kehte hain local kranti… 👍 https://t.co/oXepZw633y
— Kangana Ranaut (@KanganaTeam) January 4, 2021
તેના જવાબમાં દિલજિતે એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં એક પંજાબી વૃદ્ધ ખેડૂત મહિલા કંગનાને થપ્પડ મારવાની વાત કહેતી દેખાઈ રહી છે. દિલજિતે આ વીડિયો શેર કરીને લખ્યું, એમ ન વિચારતા, અમે પંજાબી તે આપેલા સ્ટેટમેન્ટને ભૂલી ગયા છીએ. તને જવાબ મળશે.
Kisaan Neyane Ni Ke Tere Mere Wargeya De Kehn Te Sadkan Te Beh Jaan Ge..
Vaise Tainu Bulekha Zyada aa Apne Barey..
PUNJAB NAAL C.. HAAN .. Te Raha Ge..
Tu v Hatdi Ni Sara Din Mainu Hee Dekhdi Rehni an..
Ah Jawab V Leyna Tere Ton Haley PUNJABI’AN Ne.. MATT Sochi Asi Bhul Gaye https://t.co/FkyJxdWQbV pic.twitter.com/zdmxYXYWH7
— DILJIT DOSANJH (@diljitdosanjh) January 4, 2021
ત્યારબાદ કંગનાએ દિલજિતના આ વીડિયોનો જવાબ આપતા લખ્યું, ‘સમય જણાવશે મિત્ર કોણ ખેડૂતોના હક માટે લડ્યા અને કોણ તેની વિરુદ્ધ. સો અસત્ય એક સત્યને છુપાવી ન શકે, અને જેને સાચા દિલથી ચાહો તે તમને ક્યારેય નફરત નથી કરી શકતા. તને શું લાગે છે તારા કહેવા પર પંજાબ મારી વિરુદ્ધ થઇ જશે? હા હા એટલા મોટા સપના ન જો, તારું દિલ તૂટી જશે.’
Mainu Eh SAMJH Ni Aundi ke Enu Kisan’an Ton Ki Prob. aa?
Madam Ji Sara PUNJAB HEE KISAN’AN DE NAAL AA.. Tusi Twitter te Bhulekhe Ch Zindagi Jee Rahe Hon..
TERI TAN KOI GAL V NI KAR RIHA..
Akhey “ SADDI NA BULAI MAI LAADEY DI TAEE”
OH HISAAB TERA AA.. https://t.co/QTUXjsJj9E
— DILJIT DOSANJH (@diljitdosanjh) January 4, 2021
દિલજિતે કંગનાના આ જવાબ પર પલટવાર કરતા કહ્યું, ‘ખબર નહીં ખેડૂતોથી તમને શું પ્રોબ્લેમ છે. મેડમ અમે બધા પંજાબી ખેડૂતો સાથે છીએ અને તમારા વિશે તો કોઈ વાત પણ નથી કરી રહ્યું. દિલજિતે આગળ લખ્યું, હું તને PR બનાવી લઉં છું. કારણકે હું તારા દિમાગમાંથી ક્યારેય જતો જ નથી.
[:]
Be the first to comment on "[:en]કંગના VS દિલજિત: વેકેશનના ફોટોઝ પર કંગનાએ દિલજિતને ટ્રોલ કર્યો, એક્ટરે વળતો પ્રહાર કર્યો, કહ્યું- તને મારી PR રાખી લઉં છું[:]"