[:en]કંગના VS થરૂર: શશી થરૂરે કંગનાની ટિપ્પણીનો જવાબ આપ્યો, કહ્યું કે- હું ઈચ્છું છું કે દરેક ભારતીય મહિલા તમારી જેમ સશક્ત બને[:]

[:en]

  • Gujarati News
  • Entertainment
  • Shashi Tharoor Responded To Kangana’s Remarks, Saying, “I Want Every Indian Woman To Be As Strong As You.”

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મંગળવારે કંગના રનોતે કોંગ્રેસના નેતા શશિ થરૂરના એક નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં તેમણે ઘરેલુ મહિલાઓને માસિક ભથ્થું આપવાનો વિચાર કર્યો છે. કંગનાએ શશિ થરૂર પર નિશાન સાધતા કહ્યું હતું કે, દરેક વસ્તુમાં બિઝનેસ જોવાનું બંધ કરો. હવે શશિ થરૂરે કંગનાના રનોટને જવાબ આપતા કહ્યું કે, હું ઈચ્છું છું કે દરેક ભારતીય મહિલા તમારી જેમ સશક્ત બને.

શશિ થરૂરે સોશિયલ મીડિયા પોસ્ટમાં કંગનાને જવાબ આપતા કહ્યું કે, હું તમારી વાત સાથે સંમત છું કે ઘરેલુ મહિલાઓના જીવનમાં ઘણી વસ્તુઓ હોય છે, જેની કિંમત નથી લગાવી શકાતી. પરંતુ આ મુદ્દો તે વસ્તુઓ માટે નથી. દરેક મહિલાને કંઈકના કંઈક વેતન અને તેમના કામની ઓળખ મળવા વિશે છે. હું ઈચ્છું છું કે દરેક ભારતીય મહિલા તમારી જેમ સશક્ત થઈ જાય.

કંગનાએ થરૂર પર શિકંજો કસ્યો હતો
અગાઉ કંગનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં શશિ થરૂર પર ગુસ્સે થતા લખ્યું હતું કે, ‘અમારી લૈંગિકતાની કિંમત ન લગાવશો. અમને અમારા પ્રિયજનોની સંભાળ રાખવા માટે પૈસા ના આપો. અમને અમારી નાની એવી દુનિયા, પોતાના ઘરની મલ્લિકા થવા માટે પગાર નથી જોઈતો. દરેક બાબતમાં બિઝનેસ જોવાનું બંધ કરો.તમારી જાતને પહેલા મહિલાઓ પ્રત્યે સમર્પિત કરો, કેમ કે, તેને તમારી જરૂરી છે. તમારા પ્રેમ/ સન્માન/ સેલરીની નહીં.’

શશિ થરૂરની આ પોસ્ટ પર ભડકી હતી કંગના
શશિ થરૂરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, ‘હું કમલ હાસનના તે વિચારને સમર્થન કરું છું, જેમાં તેમણે ઘરના કામને સેલરીડ પ્રોફેશન બનાવવાની હિમાયત કરી છે. રાજ્ય સરકાર દ્વારા ઘરેલુ મહિલાઓને માસિક ભથ્થું આપવું જોઈએ. તેનાથી સમાજમાં કામ કરતી મહિલાઓને સન્માન મળશે અને તેમની સેવાઓનું મુદ્રીકરણ થશે. તેનાથી તેમનો પાવર અને સ્વાયત્તતા વધશે અને તેઓ યુનિવર્સલ બેઝિક ઈન્કમની નજીક પહોંચી જશે.’

માલકિનને કર્મચારી બનાવવી સૌથી ખરાબઃ કંગના
કંગનાએ પોતાની બીજી પોસ્ટમાં એક સોશિયલ મીડિયા યુઝરને જવાબ આપતાં લખ્યું છે કે, ‘ઘરની માલકિનને કર્મચારી બનાવવી, માતાઓને તેમનાં બલિદાન અને જીવનભરનાં કમિટમેન્ટ્સની કિંમત લગાવવી ખરાબ હશે. એવું લાગે છે કે તમે ભગવાનને તેમની રચના માટે ચૂકવણી કરી રહ્યા છો. કારણ કે અચાનક તમને તેમના પ્રયત્નો માટે દયા આવી ગઈ. તે કંઈક અંશે દુઃખદ અને કંઈક અંશે રમુજી વિચાર છે.’

હકીકતમાં, અર્જિતા સિંહ નામની એક સોશિયલ મીડિયા યુઝરે સવાલ કરતાં લખ્યું હતું, ‘શું તમને નથી લાગતું કે હવે હોમમેકર્સ (ઘરેલુ મહિલાઓ)ને તેમના કામ માટે સન્માન આપવાનો સમય આવી ગયો છે, જે લાંબા સમયથી બાકી છે. આપણા સમાજે ક્યારેય પણ હોમ મેકર્સને એટલું સન્માન નથી આપ્યું, જેટલું તેમને મળવું જોઈતું હતું. કામકાજી પુરુષોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. ઘરેલુ મહિલાઓએ આર્થિક રીતે પતિ પર નિર્ભર રહેવું પડે છે.’

ચૂંટણી પ્રચાર દરમિયાન હાસને નિવેદન આપ્યું હતું
મકક્લ નીધી મૈયમ (MNM)ના અધ્યક્ષ અને અભિનેતા કમલ હાસને સોમવારે પોતાના પ્રચાર દરમિયાન બીજા રાજકીય પક્ષો અન્નાદ્રમુક અને દ્રમુક પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમને અને તેમની પાર્ટીને જે પ્રેમ મળી રહ્યો છે તે એ વાતનો પુરાવો છે કે લોકો હવે ફેરફાર ઈચ્છે છે. કમલ હાસને તમિલનાડુમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને ઘરેલુ મહિલાઓના કામને સેલરી પ્રોડક્શન બનાવવાની વાત કહી હતી. તમિલનાડુમાં એપ્રિલ-મેમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.[:]

Be the first to comment on "[:en]કંગના VS થરૂર: શશી થરૂરે કંગનાની ટિપ્પણીનો જવાબ આપ્યો, કહ્યું કે- હું ઈચ્છું છું કે દરેક ભારતીય મહિલા તમારી જેમ સશક્ત બને[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: