કંગના સુપ્રીમ કોર્ટની શરણમાં: મુંબઈમાં થયેલા 3 ક્રિમિનલ કેસ શિમલા ટ્રાન્સફર કરવાની અપીલ, કહ્યું- મુંબઈમાં શિવસેના નેતાઓથી જીવને જોખમ


  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Kangana Ranaut Move Supreme Court Appeal To Transfer 3 Criminal Cases In Mumbai To Shimla, Said Life In Danger From Shiv Sena Leaders In Mumbai

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અન્ય એક કેસમાં કર્ણાટક હાઈકોર્ટે કંગના વિરુદ્ધ તપાસ અટકાવવાની ના પાડી દીધી છે

કંગના રનૌત તથા રંગોલી ચંદેલે મુંબઈમાં દાખલ થયા 3 ક્રિમિનલ કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કંગના તથા રંગોલીએ અપીલ કરી છે કે આ ત્રણેય કેસને મુંબઈ, મહારાષ્ટ્રથી શિમલ, હિમાચલ પ્રદેશમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે. કંગનાના વકીલ નીરજ શેખરે આ અરજી કરી છે કે મુંબઈમાં કેસ ચાલ્યો તો શિવસેના નેતા બદલાની ભાવનાથી રનૌત બહેનોને મારી શકે છે. સુપ્રીમ કોર્ટમાં રનૌત બહેનની અરજીની સુનાવણી તારીખ હાલમાં નક્કી કરવામાં આવી નથી.

પહેલો કેસ ગીતકાર જાવેદ અખ્તરની માનહાનિનો
મુંબઈની અંધેરી મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું, પછી કંગનાએ સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું. આ વોરંટ એટલા માટે ઈશ્યૂ કરવામાં આવ્યું, કારણ કે કંગનાને વારંવાર બોલાવવા છતાં તે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ નહોતી. કોર્ટે હવે પોલીસ સમક્ષ હાજર થવા માટે 22 માર્ચ સુધીનો સમય આપ્યો છે.

જાવેદ અખ્તરે નવેમ્બર, 2020માં કંગના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જાવેદ અખ્તરનો આક્ષેપ છે કે કંગનાએ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેમનું નામ બોલિવૂડમાં કેમ્પબાજીમાં લીધું હતું. રીતિક રોશન કેસમાં તેમની પર જે આક્ષેપો કરવામાં આવ્યા, તેથી તેમની ઈમેજ ખરાબ થઈ છે.

ડિસેમ્બર, 2020માં અંધેરી મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ કોર્ટે જુહૂ પોલીસને કહ્યું હતું કે તે જાવેદ અખ્તરની ફરિયાદની તપાસ કરે. ત્યારબાદ પોલીસે 1 ફેબ્રુઆરી, 2021ના રોજ કોર્ટમાં રિપોર્ટ આપ્યો હતો અનેક હ્યું હતું કે જાવેદ અખ્તરના આક્ષેપોમાં હજી વધુ તપાસની જરૂર છે.

બીજો કેસ વકીલ અલી કાશિફ ખાને કર્યો હતો
કંગનાએ રાજદ્રોહનો કેસ પણ શિમલા ટ્રાન્સફર કરવાની માગણી કરી છે. મુંબઈના વકીલ અલી કાશિફ ખાન દેશમુખે કંગના તથા તેની બહેન વિરુદ્ધ કેસ કર્યો છે. ચાર મહિના પહેલાં અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં કરેલી પોતાની ફરિયાદમાં દેશમુખે એક્ટ્રેસ પર બે ધાર્મિક સમુદાયની વચ્ચે વિદ્રોહ તથા મતભેદ કરાવવાનો પણ આક્ષેપ મૂક્યો હતો.

દેશમુખે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે એક્ટ્રેસની અંદર દેશની વિવિધતા તથા કાયદાનું સન્માન નથી. ત્યાં સુધી કે તે કોર્ટની પણ મજાક કરે છે. બાંદ્રા કોર્ટે FIRના આદેશ આપ્યા તો કંગનાએ ‘પપ્પુ સેના’ ટર્મનો ઉપયોગ કરીને કોર્ટ વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ તથા અપમાનજનક ટ્વીટ કરી હતી.

ત્રીજો કેસ ફિટનેસ ટ્રેનરે કર્યો હતો
ચાર મહિના પહેલાં જ ત્રીજો કેસ કાસ્ટિંગ ડિરેક્ટર તથા ફિટનેસ ટ્રેનર સાહિલ અશરફ અલી સૈયદે કર્યો હતો. તેમની અરજીની સુનાવણી બાદ બાંદ્રા કોર્ટે એક્ટ્રેસ વિરુદ્ધ FIR કરવાનો આદેશ આપ્યો હતો. સાહિલ અશફર અલીએ કંગના તથા તેની બહેન રંગોલી પર બોલિવૂડમાં ધર્મના નામ પર ફૂટ પડાવવાનો આક્ષેપ મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

1 Trackbacks & Pingbacks

  1. મુંબઈમાં થયેલા 3 ક્રિમિનલ કેસ શિમલા ટ્રાન્સફર કરવાની અપીલ, કહ્યું- મુંબઈમાં શિવસેના નેતાઓથી જીવ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: