કંગના વિરુદ્ધ કેસ લડવા માટે BMCએ 82 લાખ રૂપિયા ખર્ચ્યા, એક્ટ્રેસે કહ્યું- એક યુવતીને હેરાન કરવા માટે પપ્પાના પપ્પુએ જનતાના પૈસા ઉડાવ્યા


મુંબઈ9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મુંબઈના RTI કાર્યકર્તા શરદ યાદવે અરજી કરીને માહિતી માગી હતી કે કંગનાની અરજીની વિરુદ્ધ મુંબઈ નગર નિગમે કયા વકીલને રોક્યા અને તેને કેટલા રૂપિયા આપ્યા હતા? BMCએ જવાબ આપ્યો હતો કે એક્ટ્રેસ વિરુદ્ધ કેસ લડવા માટે લીગલ ટીમને અત્યાર સુધી 82 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.

RTI પર BMCનો જવાબ
BMCએ કહ્યું હતું, ‘આ કેસમાં હાઈકોર્ટમાં રજૂઆત કરવા માટે વકીલ આકાંક્ષા ચિનોયને લેવામાં આવ્યા છે. નગર પાલિકાએ કાયદા વિભાગના કહેવા પ્રમાણે તેમને 22 સપ્ટેમ્બરના રોજ 7 લાખ 50 હજારના હિસાબે ત્રણ વાર તથા 7 ઓક્ટોબરના રોજ 7 લાખ 50 હજારના હિસાબે 8 વાર પૈસા આપ્યા છે.’

કંગનાએ કહ્યું, એક યુવતીને હેરાન કરવા જનતાના પૈસા ખર્ચ્યા

આ ખુલાસા બાદ કંગનાએ એક ટ્વીટમાં મહારાષ્ટ્ર સરકારને આડેહાથ લીધી હતી. એક્ટ્રેસે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, ‘મ્યુનિસિપલ કોર્પોરેશને મારા ઘરમાં થયેલા ગેરકાયદેસર બાંધકામને તોડવા માટે અત્યાર સુધી 82 લાખ રૂપિયા ખર્ચ કર્યા. એક યુવતીને હેરાન કરવા માટે પપ્પાના પપ્પુએ જનતાના પૈસા ખર્ચ કર્યા, આજે આ જગ્યાએ મહારાષ્ટ્ર આવીને ઊભું રહી ગયું. કમનસીબ.’

નિતેશ રાણેએ કહ્યું, પેંગ્વિન્સ ઉપર જનતાના પૈસા ખર્ચ થઈ રહ્યા છે
કંગના રનૌતના કેસ પાછળ BMCએ 82 લાખ ખર્ચ કરવા પર ભાજપ નેતા નિતેશ રાણેએ પણ ટીકા કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘વાહ, મુંબઈકર ટેક્સ ચૂકવી રહ્યા છે..
1. પેંગ્વિન્સ 2. કંગના વિરુદ્ધ કેસ કરનાર વકીલો માટે. હવે શું વધ્યું છે? તેમના બાળકોના લગ્ન પણ આપણાં જ પૈસે થશે એવું લાગે છે.’

9 સપ્ટેમ્બરે કંગનાની ઓફિસ તોડવામાં આવી હતી
BMCએ 9 સપ્ટેમ્બરના રોજ કંગનાની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ થયું હોવાનું કહીને તોડફોડ કરી હતી. કહેવાય છે કે BMCએ 40 ટકા ભાગ તોડી પાડ્યો હતો. તોડફોડ વિરુદ્ધ કંગનાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું. હાઈકોર્ટે હજી સુધી પોતાનો ચુકાદો આ કેસમાં આપ્યો નથી.

કંગનાએ 2017માં આ બંગલો ખરીદ્યો હતો
કંગનાએ પાલી હિલ સ્થિત આ બંગલો 2017માં ખરીદ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં બંગલાનું રિનોવેશનનું કામ પૂરું થયું હતું.1 Trackbacks & Pingbacks

  1. કંગના વિરુદ્ધ કેસ લડવા માટે BMCએ 82 લાખ રૂપિયા ખર્ચ્યા, એક્ટ્રેસે કહ્યું- એક યુવતીને હેરાન કરવા માટે

Leave a comment

Your email address will not be published.


*