કંગના રનૌત પર બોલિવૂડમાં હિન્દૂ- મુસ્લિમના નામ પર ભાગલા પાડવાનો આરોપ, બાંદ્રા કોર્ટે FIRના આદેશ આપ્યા


2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રિપોર્ટ્સ મુજબ પૂરતા પુરાવા મળવાની સ્થિતિમાં કંગનાને અરેસ્ટ કરી શકાય છે.

  • કંગના વિરુદ્ધ સાહિલ અશરફ અલી સૈયદ નામના વ્યક્તિએ યાચિકા ફાઈલ કરાવી હતી
  • એક્ટ્રેસ વિરુદ્ધ કર્ણાટકમાં 4 દિવસ પહેલાં પણ એક FIR ફાઈલ થઇ છે

ખેડૂતોના અપમાન બાદ કંગના રનૌત પર ધર્મના નામે નફરત ફેલાવવાનો આરોપ લાગ્યો છે. મુંબઈની બાંદ્રા કોર્ટે એક્ટ્રેસ વિરુદ્ધ કોમવાદ નફરત ફેલાવવાની ધારાઓ હેઠળ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ આદેશ સાહિલ અશરફ અલી સૈયદ નામના વ્યક્તિની યાચિકા પર સુનાવણી બાદ આપ્યો.

યાચિકા ફાઈલ કરનારનો કંગના પર શું આરોપ છે?
સાહિલ અશરફ અલી સૈયદે તેન યાચિકામાં લખ્યું છે કે, ‘કંગના રનૌત છેલ્લા ઘણા મહિનાથી સતત બોલિવૂડને નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મનું હબ કહીને તેનું અપમાન કરી રહી છે. તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી અને ટીવી ઇન્ટરવ્યૂ મારફતે તે હિન્દૂ અને મુસ્લિમ આર્ટિસ્ટ વચ્ચે ભાગલા પડાવી રહી છે.

તેમણે ઘણા જ વાંધાજનક ટ્વીટ કર્યા છે, જે માત્ર ધાર્મિક ભાવનાઓ જ નહીં પણ ઇન્ડસ્ટ્રીના ઘણા કલીગ્સની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.’ સાહિલે કોર્ટ સામે પુરાવા તરીકે કંગનાના ઘણા ટ્વીટ રાખ્યા.

કંગના રનૌત વિરુદ્ધ બાંદ્રા કોર્ટે જાહેર કરેલી આદેશની કોપી.

કંગના રનૌત વિરુદ્ધ બાંદ્રા કોર્ટે જાહેર કરેલી આદેશની કોપી.

પૂરતા પુરાવા મળ્યા તો કંગના અરેસ્ટ થઇ શકે છે
કેસમાં 12th કોર્ટ બાંદ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયદેવ વાય ઘુલેએ કંગના વિરુદ્ધ CRPCની ધારા 156(3) હેઠળ FIR ફાઈલ કરવાની અને યોગ્ય કાર્યવાહી અને તપાસના આદેશ આપ્યા છે. કંગનાની પૂછપરછ થઇ શકે છે અને જો તેના વિરુદ્ધ પૂરતા પુરાવા મળે છે તો તેની ધરપકડ પણ થઇ શકે છે.

આ પહેલાં કર્ણાટકમાં FIR ફાઈલ થઇ હતી
ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના ઓફિસરને કોર્ટે આ આદેશ વકીલ રમેશ નાઈક દ્વારા ફાઈલ કરેલી ફરિયાદના આધારે આપ્યો છે. રામ નાઈકે ફરિયાદ સેક્શન 156 (3) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

રામ નાઈકે એક્ટ્રેસ પર કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને તેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક્ટ્રેસ વિરુદ્ધ IPC સેક્શન 153 A (ધર્મ, ભાષા, જાતિના આધારે નફરત ફેલાવવી), 504 (શાંતિ ભંગ કરવાના હેતુથી જાણી જોઈને અપમાન કરવું), 108 (ગુનાને ભડકાવવું) હેઠળ FIR ફાઈલ કરવાની માગ કરી હતી.

સેક્શન 153 Aમાં ત્રણ વર્ષની સજા અથવા દંડ અથવા બંનેની જોગવાઈ છે. જો ગુનો કોઈ ધાર્મિક સ્થળ પર થાય છે તો સજા 5 વર્ષની પણ થઇ શકે છે. જ્યારે સેક્શન 504માં બે વર્ષની સજા અથવા દંડ અથવા બંને થઇ શકે છે.

Be the first to comment on "કંગના રનૌત પર બોલિવૂડમાં હિન્દૂ- મુસ્લિમના નામ પર ભાગલા પાડવાનો આરોપ, બાંદ્રા કોર્ટે FIRના આદેશ આપ્યા"

Leave a comment

Your email address will not be published.


*