[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
34 મિનિટ પહેલા
- કૉપી લિંક
એક્ટ્રેસ કંગના રનૌત લાંબા બ્રેક પછી તેના ઘર મનાલીથી મુંબઈ પરત ફરી છે. કંગના તેની બહેન રંગોલી અને ભત્રીજા પૃથ્વીરાજ સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઇ. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં કંગના સાથે ઘણા સિક્યોરિટી ગાર્ડ્સ પણ હાજર હતા. કંગના 104 દિવસ પછી મુંબઈ પરત ફરી છે. આ પહેલાં શિવસેના સાથેના વિવાદને કારણે કંગના 9 સપ્ટેમ્બરે મુંબઈ પહોંચી હતી. પાંચ દિવસ મુંબઈમાં રહ્યા પછી તે 14 સપ્ટેમ્બરે તેના હોમટાઉન મનાલી રવાના થઇ ગઈ હતી.
9 સપ્ટેમ્બરે કંગના મુંબઈ આવી હતી
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી કંગના તેના ઘણા કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં હતી. તેણે એક સ્ટેટમેન્ટમાં મુંબઈની સરખામણી POK સાથે કરતા કહ્યું હતું કે તે હવે અહીંયા સેફ ફીલ નથી કરતી. તેના સ્ટેટમેન્ટ પર શિવસેનાના નેતા સંજય રાઉત અને મુંબઈના ઘણા લોકો ભડક્યા હતા. કંગનાને મુંબઈ પરત ન ફરવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ તે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી Y-plus સિક્યોરિટી સાથે 9 સપ્ટેમ્બરે પાંચ દિવસ માટે મુંબઈ આવી હતી.
કંગનાના મુંબઈ પહોંચતા પહેલાં 9 સપ્ટેમ્બરે BMCએ પાલી હિલ સ્થિત તેની ઓફિસને તોડી દીધી હતી. આ જ ઘટનાને લઈને તે મુંબઈ આવી હતી. ત્યારે કંગનાએ મુંબઈ આવતા પહેલાં ટ્વીટ કર્યું હતું કે, કોઈના બાપમાં દમ હોય તો રોકી લે. આના પર સંજય રાઉતે કહ્યું હતું કે, મુંબઈ મરાઠીઓના બાપની છે.
કંગનાની ‘થલાઈવી’ ટૂંક સમયમાં રિલીઝ થશે
કંગના છેલ્લા થોડા દિવસથી મનાલીમાં પરિવાર સાથે રજાઓ એન્જોય કરી રહી હતી. હવે નવું વર્ષ શરૂ થતા પહેલાં કંગના મુંબઈ પરત ફરી છે. આ પહેલાં કંગના તેની અપકમિંગ ફિલ્મ ‘થલાઈવી’ (જયલલિતાની બાયોપિક)ના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ ફિલ્મ માટે કંગનાએ તેનું વજન પણ વધાર્યું હતું. એ. એલ વિજય આ ફિલ્મના ડિરેક્ટ છે. આ ફિલ્મ ટૂંક સમયમાં હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.
Went hiking with my family yesterday, wonderful experience ❤️
P.S my bhabhi is Instagram Queen, she knows everything about all filters, and teaching me how to use them 🥰 pic.twitter.com/dSOkdcldsn— Kangana Ranaut (@KanganaTeam) December 26, 2020
કંગનાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
કંગના હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘ધાકડ’ના શૂટિંગની તૈયારી કરી રહી છે. આ સ્પાઇ થ્રિલર ફિલ્મમાં કંગના એક ફિમેલ સ્પાઇના રોલમાં છે. શુક્રવારે કંગનાએ ફિલ્મની તૈયારીઓના અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ફોટોમાં કંગના ફેસ પર પ્રોસ્થેટિક મેઝરમેન્ટ લેતી દેખાઈ હતી. કંગનાએ આ પહેલાં ફિલ્મ ‘થલાઈવી’માં આ પ્રોસ્થેટિક મેઝરમેન્ટ પ્રોસેસ યુઝ કરી હતી. આ સિવાય કંગના ‘તેજસ’ ફિલ્મનું શૂટિંગ પણ કરી રહી છે.
Today prosthetics measurements for #Dhakaad were done, filming begins early January, beginning of a new era for Indian cinema, first ever Woman Lead Spy action/thriller franchise. Thank you team for this opportunity 🙏 pic.twitter.com/tAO8D5iD7P
— Kangana Ranaut (@KanganaTeam) December 24, 2020
[:]
Be the first to comment on "[:en]કંગનાનું મુંબઈ કમબેક: 104 દિવસ પછી મુંબઈ પરત ફરી કંગના રનૌત, ફુલ સિક્યોરિટી સાથે એરપોર્ટ પર દેખાઈ[:]"