[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ11 મિનિટ પહેલા
- કૉપી લિંક
કંગના રનૌત તથા દિલજીત દોસાંજ વચ્ચેનો ઝઘડો હજી શાંત નથી થયો પરંતુ એક્ટ્રેસે આ ઝઘડાને બહાને ફૂડ ડિલીવરી સર્વિસ ઝોમેટોને આડેહાથ લીધી છે. એક્ટ્રેસે હાલમાં જ કરેલી એક પોસ્ટમાં કહ્યું હતું, ‘મેં જોયું કે ઝોમેટો સોશિયલ મીડિયા હેન્ડલ દિલજીત દોસાંજ તથા મારી વચ્ચે રેફરી બનતું રહે છે. તેમણે મને જાહેરમાં હેરાન કરી અને કંગના રેપ્ડ બાય દિલજીત (દિલજીતે કંગનાનો રેપ કર્યો) ટ્રેન્ડને સપોર્ટ કર્યો. અમે એક જ ઈન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ. આજે લડીશું તો કાલે એક થઈ જઈશું. તમે તમારું જુઓ. અમારા ચક્કરમાં તમે રસ્તા પર ના આવી જતા, ભાઈ…’
કંગનાના નિશાને કેમ ઝોમેટો?
કંગનાનું આ રિએક્શન ત્યારે આવ્યું છે, જ્યારે ધ ફેર વર્ક ફાઉન્ડેશનના 11 પ્લેટફોર્મ્સનું મૂલ્યાંકન કર્યા બાદ એ વાત કહી કે ઝોમેટોની વર્કિંગ કન્ડિશન ઘણી જ ખરાબ છે. આ ફૂડ ડિલવરી સર્વિસને 10માંથી માત્ર 1 જ પોઈન્ટ મળ્યો. ત્યારબાદ ઝોમેટોના ફાઉન્ડર દીપેંદર ગોયલે આ સ્થિતિની પૂરી જવાબદારી લીધી.
I saw their @zomatoin twitter handle play referee between @diljitdosanjh and me, they openly bullied me also supported Kangana raped by Diljit trend, हम एक इंडस्ट्री में काम करते हैं आज लड़ेंगे कल एक हो जाएँगे, तुम अपना देखो हमारे चक्कर में सड़क पे मत आ जाना भाई @zomato 😂😂 https://t.co/c2AUvgBjGR
— Kangana Ranaut (@KanganaTeam) December 18, 2020
ઝોમેટોની રેફરી બનવાની વાત કેવી રીતે સામે આવી?
થોડાં દિવસથી કંગના તથા દિલજીત સોશિયલ મીડિયામાં એકબીજા સામે દલીલો કરે છે. આ દરમિયાન ઝોમેટોએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. આ પોસ્ટ કંગનાને પસંદ આવી નહીં. દિલજીત સોશિયલ મીડિયામાં કંગનાને પંજાબીમાં જવાબ આપે છે. આથી જ 3 ડિસેમ્બરે ઝોમેટોએ પંજાબીમાં કહ્યું હતું, ‘ઈક ગલ દસ્સો, આજ ડિનર વિચ કી ખાઓગે’ (એક વાત કહો, આજે ડિનરમાં શું લેશો?) જોકે, ફૂડ ડિલીવરી સર્વિસે સોશિયલ મીડિયામાંથી આ પોસ્ટ હટાવી દીધી હતી.

દિલજીત-કંગના વચ્ચે સોશિયલ મીડિયા વૉર
કેન્દ્ર સરકારના ત્રણ ખેડૂત બિલો વિરુદ્ધ ખેડૂત આંદોલનની વચ્ચે કંગનાએ એક વૃદ્ધ શિખ મહિલાને શાહીન બાગની પ્રોટેસ્ટર ગણાવી હતી અને કહ્યું હતું કે આ 100 રૂપિયામાં દેખાવો કરવા આવી જાય છે. જોકે, વિવાદ થતાં કંગનાએ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. જોકે, દિલજીતને આ વાત પસંદ આવી નહોતી અને તેણે કંગનાને ખરું-ખોટું સંભળાવ્યું હતું. ત્યારબાદથી દિલજીત તથા કંગના સોશિયલ મીડિયામાં એકબીજા પર આરોપ-પ્રત્યારોપો મૂકતા રહે છે.
હાલમાં જ કંગનાએ દિલજીત પર ખેડૂતોને ભડકાવીને ગાયબ થઈ જવાનો આક્ષેપ મૂક્યો હતો. ત્યારબાદ દિલજીતે તેને કહ્યું હતું કે તેને કોણે હક આપ્યો કે તે નક્કી કરે કે કોણ દેશભક્ત છે અને કોણ દેશદ્રોહી? આટલું જ નહીં કંગનાને એવું પણ સંભળાવ્યું હતું કે ખેડૂતોને આતંકી કહેતા પહેલાં તેને થોડી શરમ આવવી જોઈએ.
[:]
Be the first to comment on "[:en]કંગનાના નિશાના પર ઝોમેટો: કંગનાએ ઝોમેટો પર રેફરી બનવાનો આક્ષેપ મૂકીને કહ્યું, ‘અમારા ચક્કરમાં રસ્તા પર ના આવી જતા'[:]"