ઓસ્ટ્રેલિયામાં દરેક ટેસ્ટ માટે તૈયાર: રોહિતે કહ્યું, કોહલીની ગેરહાજરીમાં મારે રણનીતિ વિશે વિચારવાની જરૂર નથી, ક્યાંય પણ બેટિંગ કરી લઈશ

ઓસ્ટ્રેલિયામાં દરેક ટેસ્ટ માટે તૈયાર: રોહિતે કહ્યું, કોહલીની ગેરહાજરીમાં મારે રણનીતિ વિશે વિચારવાની જરૂર નથી, ક્યાંય પણ બેટિંગ કરી લઈશ


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંગલુરુ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રોહિત શર્માએ કહ્યું કે, તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે, તે આ પ્રવાસ પર ટીમ જ્યાં પણ કહેશે તે ક્રમે બેટિંગ કરશે. રોહિતે કહ્યું કે, મને આશા છે કે, ટીમના અન્ય ખેલાડીએ પ્રથમ ટેસ્ટ પછી વિરાટ કોહલીની ગેરહાજરીમાં રમવા માટે સારી રણનીતિ બનાવી લીધી હશે. તેથી મારે કઈ વિચારવાની જરૂર નથી. ટીમ મેનેજમેન્ટ મને જે પણ ક્રમે બેટિંગ કરવાનું કહેશે, હું કરીશ.

કોઈપણ ક્રમે બેટિંગ કરવા તૈયાર
રોહિતે ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તે ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ કરવાના રોલ અંગે ઘણો ઉત્સાહિત છે. તેણે કહ્યું કે, હું ઓસ્ટ્રેલિયન ટૂર માટે તૈયાર છું. મને ખબર નથી કે ટીમ મેનેજમેન્ટ શું વિચારી રહી છે, અને મારો ઓપનિંગનો રોલ બદલાશે કે નહીં. વિરાટની ગેરહાજરીમાં ટીમે નવી રણનીતિ બનાવી પણ લીધી છે. તેથી હું ઓસ્ટ્રેલિયા જઈશ, તો મને બધી ખબર પડી જશે અને મારો રોલ પણ ક્લિયર હશે.

ઓસ્ટ્રેલિયામાં પહેલા જેવો બાઉન્સ જોવા મળતો નથી
રોહિતે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં ફાસ્ટ બોલિંગ અને બાઉન્સની વાત કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ત્યાં એવું કઈ જોવા મળી રહ્યું નથી. પર્થ સિવાય બાકીના 3 સ્ટેડિયમ એડિલેડ, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં કોઈ ખાસ બાઉન્સ જોવા મળતો નથી. મારે ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગ કરતી વખતે પુલ અને કટ શોટ વિશે વિચારવું નથી પડતું. હું V શોટ અને સ્ટ્રેટમાં રમવાનો પ્રયાસ કરતો નથી.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન પ્લેયર્સના ડેબ્યુ:ટી. નટરાજન પોતાની પહેલી મેચ રમી શકે છે; સેમસનનું વનડે અને સિરાજ-સૈનીનું ટેસ્ટમાં ડેબ્યુ સંભવ

ઇન્ટરનેશનલ ક્રિકેટ સરળ નથી
રોહિતે કહ્યું કે, ‘ઇન્ટરનેશનલ ક્રિકેટ ક્યારેય સરળ હોતું નથી, પછી ભલેને કોઈપણ ફોર્મેટ હોય. તેથી હું ટેસ્ટ ક્રિકેટ પર ફોકસ કરી રહ્યો છું, જેથી અન્ય ફોર્મેટ્સ આપોઆપ સરળ થઇ જાય. ટેસ્ટ ક્રિકેટ માટે તમારે તમારા બેઝિક્સ સ્ટ્રોંગ રાખવા પડે છે. તમને તમારી ટેક્નિક પર ભરોસો હોવો જોઈએ. તે રીતે તમે મેન્ટલી પોતાને તૈયાર કરી શકો છો. હું મેન્ટલી તૈયાર છું. મેં મારી લાઈફમાં બહુ સ્ટ્રગલ કર્યો છે. મને ખબર છે કે, વાપસી કઈ રીતે કરી શકાય છે.

બેંગલુરુમાં NCAમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે રોહિત શર્મા
તમને જણાવી દઈએ કે રોહિત શર્મા અત્યારે બેંગલુરુ નેશનલ ક્રિકેટ એકેડેમીમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેણે કહ્યું કે, તે ઠીક છે અને ફિટ થવામાં પૂરી મહેનત કરી રહ્યો છે. રોહિતે કહ્યું કે. હવે હેમ સ્ટ્રીંગ એકદમ બરાબર છે. મેં એને વધુ મજબૂત બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. ટેસ્ટ સીરિઝ પહેલા હું સંપૂર્ણ ફિટ થવા માગુ છું. તે માટે જ હું NCAમાં છું.

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો શિડ્યૂલ:

મેચ તારીખ સ્થળ
1st ODI (ડે નાઈટ) 27 નવેમ્બર સિડની
2nd ODI (ડે નાઈટ) 29 નવેમ્બર સિડની
3rd ODI (ડે નાઈટ) 2 ડિસેમ્બર કેનબરા
1st T20 ( નાઈટ) 4 ડિસેમ્બર કેનબરા
2nd T20 (નાઈટ) 6 ડિસેમ્બર સિડની
3rd T20 (નાઈટ) 8 ડિસેમ્બર સિડની
1st Test (ડે નાઈટ) 17-21 ડિસેમ્બર એડિલેડ
2nd Test 26-30 ડિસેમ્બર મેલબોર્ન
3rd Test 07-11 જાન્યુઆરી સિડની
4th Test 15-19 જાન્યુઆરી બ્રિસ્બેન

Be the first to comment on "ઓસ્ટ્રેલિયામાં દરેક ટેસ્ટ માટે તૈયાર: રોહિતે કહ્યું, કોહલીની ગેરહાજરીમાં મારે રણનીતિ વિશે વિચારવાની જરૂર નથી, ક્યાંય પણ બેટિંગ કરી લઈશ"

Leave a comment

Your email address will not be published.


*