[:en]ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયા સાથે ખરાબ વર્તન: ભારતીય ખેલાડીઓ બોલ્યા- ફેન્સ સ્ટેડિયમ જાય અને અમે ક્વોરન્ટીનમાં રહીએ, આ ઝૂમાં પ્રાણીઓ સાથે કરવામાં આવે તેવું વર્તન[:]

[:en]ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયા સાથે ખરાબ વર્તન: ભારતીય ખેલાડીઓ બોલ્યા- ફેન્સ સ્ટેડિયમ જાય અને અમે ક્વોરન્ટીનમાં રહીએ, આ ઝૂમાં પ્રાણીઓ સાથે કરવામાં આવે તેવું વર્તન[:]

[:en]

 • Gujarati News
 • Sports
 • Cricket
 • Indian Players Say Fans Go To The Stadium And We Stay In Quarantine, The Way Animals Are Treated In This Zoo

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિડની40 મિનિટ પહેલા

 • કૉપી લિંક

ભારતે ઓસ્ટ્રેલિયાને ચાર ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં 8 વિકેટે હરાવ્યું. સીરિઝ 1-1ની બરાબરી પર છે.

ભારતીય ક્રિકેટ ટીમને લાગે છે કે ઓસ્ટ્રેલિયામાં તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવી રહ્યો નથી. બંને ટીમો 4 ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ રમવા માટે સોમવારે સિડની જવા રવાના થઈ હતી. આ મેચ 7 જાન્યુઆરીથી થશે. આ માટે, તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના પ્રોટોકોલને કારણે ટીમને સિડનીની એક હોટલમાં ક્વોરન્ટીનમાં રાખવામાં આવશે. આ સ્થિતિમાં ભારતીય ખેલાડીઓએ નારાજગી વ્યક્ત કરી છે.

ટીમ ઈન્ડિયાના સૂત્રોના હવાલાથી ક્રિકેટ વેબસાઇટ ક્રિક્બઝે લખ્યું છે – તમે સ્ટેડિયમમાં ચાહકોને (20 હજાર લોકો) એન્ટ્રી આપો. તેમને મુક્તપણે જીવવાની મંજૂરી આપો અને અમને સીધા હોટલ પર જઇને ક્વોરન્ટીનમાં રહેવાનું કહો છો. ખાસ કરીને જ્યારે અમારા બધાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય. આ તો ઝૂમાં પ્રાણીઓ સાથે કરવામાં આવતું હોય તેવું વર્તન છે. અમે નથી ઇચ્છતા કે આવું થાય.

સામાન્ય નાગરિકની જેમ નિયમોનું પાલન કરીશું

 • તેણે કહ્યું – સિડનીમાં જે કહેવામાં આવ્યું છે તેનું અમે પાલન કરીશું.
 • અમે ઇચ્છીએ છીએ કે દરેક ઓસ્ટ્રેલિયન નાગરિકની જેમ અમે પણ સમાન નિયમોનું પાલન કરીએ.
 • તેથી જો દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી ન હોય, તો સમજી શકાય છે કે અમારે ક્વોરન્ટીનમાં કેમ રહેવું જોઈએ, નહિતર તેનો કોઈ મતલબ નથી.

સિડની-બ્રિસ્બેનમાં રૂમમાંથી બહાર નીકળવાની મંજૂરી રહેશે નહીં

 • ટીમ સૂત્રોએ ખુલાસો કર્યો છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મેડિકલ ટીમે ગયા અઠવાડિયે કડક સૂચના આપી હતી કે તેમને હોટલનો રૂમ છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
 • ખાસ કરીને સિડની અને બ્રિસ્બેન ટેસ્ટ દરમિયાન. ભારતીય ખેલાડીઓએ પણ આ વાત સ્વીકારી લીધી હતી.
 • જો કે, ટીમ મેનેજમેન્ટે તુરંત તબીબી ટીમને કહ્યું હતું કે આ વાત સ્વીકારવી તેમના માટે મુશ્કેલ રહેશે.

ક્વીન્સલેન્ડ સરકારની કડક સૂચના

 • તાજેતરના અહેવાલોમાં દાવો કરાયો હતો કે ભારતીય ટીમ ક્વોરન્ટીન નિયમોના કારણે બ્રિસ્બેનમાં રમવા માંગતી નથી, કારણ કે ખેલાડીઓને તાલીમ સિવાય બહાર જવા દેવામાં આવશે નહીં.
 • તે જ સમયે, ક્વીન્સલેન્ડ સરકારે કડક સૂચના આપી છે કે જો નિયમોનું પાલન કરવું હોય તો જ ટીમ ઇન્ડિયા ચોથી ટેસ્ટ રમવા બ્રિસ્બેન આવે.

રોહિત સહિત 5 ખેલાડીઓ પર નિયમો તોડવા અંગે તપાસ ચાલુ

 • રોહિત શર્મા, શુભમન ગિલ, પૃથ્વી શો, ઋષભ પંત અને નવદીપ સૈની પર બાયો બબલ તોડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
 • 1 જાન્યુઆરીએ એક વીડિયો અને કેટલાક ફોટા વાયરલ થયા હતા, જેમાં પાંચેય ખેલાડીઓ હોટલની અંદર જમતા જોવા મળ્યા હતા.
 • ત્યારબાદ તેમના પર નિયમો તોડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને બધા આઇસોલેટ થઈ ગયા હતા. જો કે, પાંચેય ખેલાડીઓ ટીમ સાથે સિડની પહોંચશે.
 • આ વિવાદ પર ભારતીય ટીમના સૂત્રોએ જણાવ્યું હતું કે – વરસાદને કારણે તમામ ખેલાડીઓ હોટલની અંદર બેસીને જમ્યા હતા. આ ખેલાડીઓ કેમ અલગ કરાયા તે અમારી સમજની બહાર છે.
 • તેમને ફ્લાઇટમાં પણ અલગ બેસવાનું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, તો પણ તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ખેલાડીઓએ ખૂબ બલિદાન આપ્યું

 • IPL દરમિયાન ભારતીય ટીમ સપ્ટેમ્બરથી સતત ક્વોરન્ટીન અને બાયો-બબલમાં છે.
 • ઓસ્ટ્રેલિયામાં પણ તેઓએ કડક નિયમોનું પાલન કરવું પડી રહ્યું છે.
 • આ સવાલના જવાબમાં સૂત્રોએ કહ્યું – અમારા ખેલાડીઓએ આ ટૂર માટે ખૂબ બલિદાન આપ્યું છે.
 • જેમકે મોહમ્મદ સિરાજના પિતાનું અવસાન થયું હતું, પરંતુ તે ઘરે ગયો ન હતો અને પિતાને અંતિમ વિદાય આપી શક્યો ન હતો.
 • અમારા બાકીના ખેલાડીઓ પણ સતત 6 મહિનાથી બાયો બબલમાં છે. આ સરળ નથી.​​​​​

[:]

Be the first to comment on "[:en]ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયા સાથે ખરાબ વર્તન: ભારતીય ખેલાડીઓ બોલ્યા- ફેન્સ સ્ટેડિયમ જાય અને અમે ક્વોરન્ટીનમાં રહીએ, આ ઝૂમાં પ્રાણીઓ સાથે કરવામાં આવે તેવું વર્તન[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: