ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન પ્લેયર્સના ડેબ્યુ: ટી. નટરાજન પોતાની પહેલી મેચ રમી શકે છે; સેમસનનું વનડે અને સિરાજ-સૈનીનું ટેસ્ટમાં ડેબ્યુ સંભવ

ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન પ્લેયર્સના ડેબ્યુ: ટી. નટરાજન પોતાની પહેલી મેચ રમી શકે છે; સેમસનનું વનડે અને સિરાજ-સૈનીનું ટેસ્ટમાં ડેબ્યુ સંભવ


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેલબોર્ન16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભારતીય ટીમ કોરોના વચ્ચે પોતાની પહેલી ક્રિકેટ સીરિઝ રમવા ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. અહીં ટીમ 3 વનડે, 3 T-20 અને 4 ટેસ્ટ રમશે. આ પ્રવાસ પર યોર્કર સ્પેશિયાલિસ્ટ ટી. નટરાજન ભારતીય ટીમ માટે ડેબ્યુ કરી શકે છે. તેને T-20 ટીમમાં સ્થાન મળ્યું છે. તેના સિવાય મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈનીને ટેસ્ટ અને સંજુ સેમસનને વનડેમાં પહેલીવાર ટીમ ઇન્ડિયા વતી રમવાની તક મળી શકે છે.

તમિલનાડુના ફાસ્ટ બોલર નટરાજને IPLની 2 સીઝનની 22 મેચમાં 18 વિકેટ લીધી છે. તેણે આ વર્ષે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 16 મેચમાં 16 વિકેટ ઝડપી. આ સીઝનમાં તેણે 30થી વધુ યોર્કર પણ નાખ્યા, જે સૌથી વધુ છે.

સેમસનને ધોનીના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે
IPLમાં આ વખતે રાજસ્થાન રોયલ્સનો વિકેટકીપર સંજુ સેમસન ટોપ સ્કોરર રહ્યો હતો. તેણે 14 મેચમાં સૌથી વધુ 375 રન બનાવ્યા. સેમસને અત્યાર સુધીમાં 107 મેચમાં 2584 રન બનાવ્યા છે. આ દરમિયાન વિકેટની પાછળ 35 ખેલાડીઓના શિકાર કર્યા. તે ભારત વતી 4 T-20 રમ્યો છે. વનડે અને ટેસ્ટમાં હજી સુધી ડેબ્યુ કરી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તેને વનડે ટીમમાં પસંદ કરાયો છે.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં સિરાજનું ડેબ્યુ અઘરું
મોહમ્મદ સિરાજને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં સિલેક્ટ કરાયો છે. મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્માની હાજરીમાં સિરાજ માટે આ સીરિઝમાં ડેબ્યુ કરવું અઘરું છે. સીરિઝમાં 4 ટેસ્ટ રમાશે, તેવામાં થઇ શકે છે કે જરૂર પડ્યે તેને તક મળે. જોકે, અત્યારે તેવું થવું અઘરું લાગી રહ્યું છે.

નવદીપે IPLના દમ પર વનડે અને T-20માં ડેબ્યુ કર્યું હતું
નવદીપ સૈનીએ ગયા વર્ષે IPLમાં ડેબ્યુ કરતા 13 મેચમાં 11 વિકેટ લીધી હતી. આ પછી તેને ભારતીય ટીમમાં જગ્યા મળી અને વેસ્ટ ઇન્ડિઝ સામે વનડે અને T-20 સીરિઝથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું. જોકે, આ IPL સીઝનમાં તે કઈ ખાસ કરી શક્યો નહીં. તેણે 13 મેચમાં માત્ર 6 વિકેટ લીધી. હવે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો: ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ:બુમરાહ-શમી બધી વનડે અને T-20 રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત, ટેસ્ટ સીરિઝ પર રહેશે ફોકસ

ત્રીજા બોલરની ભૂમિકા નિભાવી શકે છે નવદીપ
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં મોહમમદ શમી અને જસપ્રીત બુમરાહ સાથે નવદીપ ત્રીજા બોલરની ભૂમિકા નિભાવી શકે છે. ભારતીય ટીમમાં ઇશાંત શર્મા પણ છે પરંતુ તે ઇજામાંથી વાપસી કરી રહ્યો છે. તેવામાં તે પ્રથમ ટેસ્ટમાં આરામ કરી શકે છે, જોકે આની પુષ્ટિ થઇ નથી. જો ઇશાંત પ્લેઈંગ-11ની બહાર રહે છે તો નવદીપને તક મળી શકે છે.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં માત્ર 7 ટેસ્ટ જીતી શકી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 98 ટેસ્ટ રમાઈ છે. તેમાંથી ટીમ ઇન્ડિયા 28 મેચ જીતી અને 42 હારી છે. એક મેચ ટાઇ થઇ અને 27 ટેસ્ટ ડ્રો થઇ. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં 48 ટેસ્ટ રમી છે, તેમાંથી 7 જીતી અને 29 હારી. 12 ટેસ્ટ ડ્રો થઇ.

ઓસ્ટ્રેલિયામાં ભારતે માત્ર 1 ટેસ્ટ સીરિઝ જીતી
બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 26 ટેસ્ટ સીરિઝ રમાઈ છે. તેમાંથી ટીમ ઇન્ડિયા 9 સીરિઝ જીતી અને 12 હારી છે. 5 સીરિઝ ડ્રો થઇ છે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં 12 સીરિઝ રમી છે, જેમાંથી માત્ર 1 જીતી અને 8 હારી છે. 3 ટેસ્ટ સીરિઝ ડ્રો રહી છે. ટીમ ઇન્ડિયાએ આ સીરિઝ ડિસેમ્બર 2018માં જીતી હતી.

Be the first to comment on "ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન પ્લેયર્સના ડેબ્યુ: ટી. નટરાજન પોતાની પહેલી મેચ રમી શકે છે; સેમસનનું વનડે અને સિરાજ-સૈનીનું ટેસ્ટમાં ડેબ્યુ સંભવ"

Leave a comment

Your email address will not be published.


*