ઓસ્ટ્રેલિયન કોચની ટીમ ઇન્ડિયાને સલાહ: મેકડોનાલ્ડે કહ્યું- બાઉન્સર સ્મિથની કમજોરી નથી, ભારતને આ પ્લાનથી કોઈ ફાયદો નહીં થાય

ઓસ્ટ્રેલિયન કોચની ટીમ ઇન્ડિયાને સલાહ: મેકડોનાલ્ડે કહ્યું- બાઉન્સર સ્મિથની કમજોરી નથી, ભારતને આ પ્લાનથી કોઈ ફાયદો નહીં થાય


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિડની19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયન બેટસેમન સ્ટીવ સ્મિથને ગઈ સીરિઝમાં ઇંગ્લેન્ડના જોફરા આર્ચર અને ન્યૂઝીલેન્ડના નીલ વેગનરે શોર્ટ બોલથી હેરાન કર્યા હતા. (ફાઇલ ફોટો)

ઓસ્ટ્રેલિયાના આસિસ્ટન્ટ કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડે રવિવારે ભારતીય બોલર્સને સ્ટીવ સ્મિથ સામે શોર્ટ બોલ ન નાખવાની સલાહ આપી છે. તેણે કહ્યું કે, બાઉન્સર સ્મિથની કમજોરી નથી. તેવામાં જો ભારતીય ફાસ્ટ બોલર્સ આ પ્લાન સાથે મેદાન પર ઉતરશે તો તેમને ફાયદો નહીં થાય. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 3 વનડે, 3 T-20 અને 4 ટેસ્ટ મેચની સીરિઝ રમવા ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. કોહલી એન્ડ કંપની અત્યારે સિડનીમાં ક્વોરન્ટીનમાં છે. ભારતના પ્રવાસની શરૂઆત 27 નવેમ્બરે પ્રથમ વનડે સાથે થશે.

બંને ટીમ વચ્ચે થશે શાનદાર મુકાબલો
મેકડોનાલ્ડે ન્યૂઝ એજન્સીને કહ્યું કે, મને નથી લાગતું કે શોર્ટ-બોલ સ્મિથની કમજોરી છે. તે એક શાનદાર બેટ્સમેન છે. મને લાગે છે કે ભારતીય બોલર્સ શરૂઆતથી જ બાઉન્સર નાખશે, પરંતુ નિષ્ફ્ળ થશે અને પછી અન્ય પ્લાનથી આઉટ કરવાનો પ્રયાસ કરશે. ભારતીય બોલર્સ તાજેતરમાં સારો દેખાવ કરી રહ્યા છે, તેવામાં બંને ટીમ વચ્ચે શાનદાર મુકાબલો થશે.

આર્ચર સામે શરૂઆતમાં દબાણમાં હતો સ્મિથ
મેકડોનાલ્ડે કહ્યું કે, મને ખબર છે કે ટેસ્ટ મેચમાં તે શરૂઆતમાં જોફરા આર્ચર સામે દબાણમાં હતો. પરંતુ પછી તેણે વાપસી કરતા રનનો ઢગલો કર્યો હતો. વનડેની સાથે જ T-20માં પણ સ્મિથે વિરોધીના શોર્ટ બોલ પર સારા રન બનાવ્યા છે. તેવામાં શોર્ટ બોલને કમજોરી તરીકે ન જોવો, પરંતુ જો તેઓ ઈચ્છે તો આ પ્રકારની બોલિંગ કરી શકે છે.

આ પણ વાંચો: કોચની સ્પષ્ટતા:રોહિત અને ઇશાંત આગામી 4-5 દિવસમાં ઓસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટમાં ન બેસે તો તેમના માટે ટેસ્ટ સીરિઝમાં રમવું અઘરું: શાસ્ત્રી

એશિઝ દરમિયાન હેલ્મેટ પર વાગ્યો હતો બોલ
ગયા વર્ષે એશિઝ દરમિયાન આર્ચરે શોર્ટ બોલથી સ્મિથને હેરાન કર્યો હતો. તેનો એક બોલ સ્મિથના હેલ્મેટ પર વાગ્યો હતો. તે પછી ન્યૂઝીલેન્ડના નીલ વેગનરે પણ આ રીતે જ સ્મિથ પર નિશાન સાધ્યું હતું. ઇંગ્લેન્ડ સામેની વનડે સીરિઝમાં પણ સ્મિથ રમી શક્યો નહોતો કારણે નેટ્સમાં એક બોલ તેના માથે વાગ્યો હતો. રાજસ્થાન રોયલ્સ માટે IPL 2020માં તેણે 3 ફિફટી સાથે 14 ઇનિંગ્સમાં 311 રન બનાવ્યા હતા.

ટેસ્ટમાં સ્મિથની એવરેજ શાનદાર
ટેસ્ટ મેચોમાં સ્મિથની એવરેજ શાનદાર છે. તેણે કાંગારું વતી 73 ટેસ્ટમાં 62.84ની એવરેજથી 7227 રન બનાવ્યા છે. આ દરમિયાન 26 સદી અને 29 ફિફટી મારી છે. ગયા વખતે ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયું હતું ત્યારે સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ભારતે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી.

Be the first to comment on "ઓસ્ટ્રેલિયન કોચની ટીમ ઇન્ડિયાને સલાહ: મેકડોનાલ્ડે કહ્યું- બાઉન્સર સ્મિથની કમજોરી નથી, ભારતને આ પ્લાનથી કોઈ ફાયદો નહીં થાય"

Leave a comment

Your email address will not be published.


*