ઓસ્ટ્રેલિયન ઓપન: સેરેના 20મી વખત બીજા રાઉન્ડમાં, લોરાને 2 સેટમાં હરાવી

ઓસ્ટ્રેલિયન ઓપન: સેરેના 20મી વખત બીજા રાઉન્ડમાં, લોરાને 2 સેટમાં હરાવી


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેલબર્ન4 દિવસ પહેલા

  • કૉપી લિંક
  • આન્દ્રેસ્કુ પણ બીજા રાઉન્ડમાં

અમેરિકાની ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ 20મી ‌વખત ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. 7 વખતની પૂર્વ ચેમ્પિયન સેરેનાએ જર્મનીની લોરા સીઝમન્ડને 6-1, 6-1થી હરાવી. સેરેના 56 મિનિટમાં જીતી ગઈ. સેરેના 1998થી આ ગ્રાન્ડ સ્લેમ રમે છે.

10મી સીડ સેરેનાની બીજા રાઉન્ડમાં સર્બિયાની નિના સ્ટોજાનોવિચ સામે ટક્કર થશે. 2019ની યુએસ ઓપન ચેમ્પિયન બિયાન્કા આન્દ્રેસ્કુ 15 મહિના પછી કોર્ટ પર ઉતરી છે. કેનેડાની આન્દ્રેસ્કુએ રોમાનિયાની મિહાએલા બુજારનેસ્કુને 6-2, 4-6, 6-3થી હરાવી. આ દરમિયાન વીનસ વિલિયમ્સ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા સિંગલ્સમાં મેચ જીતનારી સૌથી વયસ્ક ખેલાડી બની ગઈ છે. સિમોના હાલેબ, પેટ્રા ક્વિટોવા, સારા ઈરાની, નાઓમી ઓસાકા, આર્યના સબાલેન્કા બીજા રાઉન્ડમાં પહોંચી છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન જોકોવિચે ચાર્ડીને 14મી વખત હરાવ્યો
ડિફેન્ડિંગ ચેમ્પિયન સર્બિયાનો નોવાક જોકોવિચ બીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. ટોપ સીડ જોકોવિચે જેરેમી ચાર્ડીને 6-3, 6-1, 6-2થી હરાવ્યો. જોકોવિચે ચાર્ડીને 14મી વખત હરાવ્યો. યુએસ ઓપન ચેમ્પિયન ડોમિનિક થિએમે મિખાઈલ કુકુશકિનને 7-6, 6-2, 6-3થી હરાવીને બીજા રાઉન્ડમાં સ્થાન બનાવ્યું છે. નિક કિર્ગિયોસ, બર્નાર્ડ ટોમિક, ગ્રિગોર દિમિત્રોવ, એલેક્ઝેન્ડર ઝ્વેરેવ, સ્ટેન વાવરિન્કા પણ બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે.

Be the first to comment on "ઓસ્ટ્રેલિયન ઓપન: સેરેના 20મી વખત બીજા રાઉન્ડમાં, લોરાને 2 સેટમાં હરાવી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: