[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હી8 મિનિટ પહેલા
- કૉપી લિંક
ટોક્યો ઓલિમ્પિકમાં માત્ર 6 મહિના બાકી છે. આપણને 7 રમતમાં 44નો ક્વોટા મળ્યો છે. સૌથી વધુ 15 ક્વોટા શૂટિંગમાં છે. આ રમતમાં જ મેડલની પણ અપેક્ષા છે. શૂટિંગ ઉપરાંત બોક્સિંગ, રેસલિંગ અને એથલેટિક્સમાં નિરજ ચોપડા પાસે મેડલની આશા છે. જાણીએ આપણા મુખ્ય ખેલાડીની કેવી તૈયારી છે? કોરોનાથી પહેલા પ્રદર્શન કેવું હતું અને હાલું પ્રદર્શન કેવું છે? આજે વાંચો શૂટિંગની યંગ ગન્સ અંગે…
સૌરભ ચૌધરી: 10 મી.એર પિસ્ટલ
18 વર્ષના સૌરભે 2019માં વર્લ્ડ કપમાં બે ગોલ્ડ જીત્યા હતા. મ્યુનિખ વર્લ્ડ કપમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 2018માં આર્જેન્ટીનામાં યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો.
તૈયારી : ઉ.પ્ર.ના સૌરભે લૉકડાઉનમાં પણ પ્રેક્ટિસ ચાલુ રાખી છે. તે ઘરમાં પ્રેક્ટિસ કરતો હતો. નેશનલ કેમ્પમાં પણ ભાગ લીધો.
પડકાર : રશિયાનો આર્ટેમ ચેર્નોવ અને ચીનનો પેંગ વી. વર્લ્ડ કપ ફાઈનલમાં પેંગ વીએ ગોલ્ડ અને ચેર્નોવે બ્રોન્ઝ જીત્યો.
એલાવેનિલ વલારિવાન : 10મી. આર રાઈફલ
21 વર્ષની તમિલનાડુની વલારિવાન દુનિયાની નંબર-1 ખેલાડી છે. વર્લ્ડ કપની ફાઈનલમાં ગોલ્ડ જીતવા સાથે તેણે રિયો વર્લ્ડ કપમાં પણ ગોલ્ડ જીત્યો હતો.
તૈયારી : નવેમ્બરમાં પૂર્વ ઓલિમ્પિક મેડલ વિજેતા ગગન નારંગની દેખરેખમાં ટ્રેનિંગ શરૂ કરી હતી. નેશનલ કેમ્પમાં ભાગ લીધો.
પડકાર : રોમાનિયાની લોરા-જોર્જેટ કૌમેન હશે. કૌમેને યુરોપિયન ગેમ્સ અને યુરોપિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યા છે.
મનુ ભાકર : 10 મી. એર પિસ્ટલ
18 વર્ષની મનુએ યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. વર્લ્ડ કપ ફાઈનલમાં તેણે ગોલ્ડ જીત્યો હતો. મિક્સ્ડ ઈવેન્ટમાં તેણે વર્લ્ડ કપમાં 4 ગોલ્ડ જીત્યા હતા.
પડકાર : ગ્રીસની કોરકાકી અને કોરિયાની કિમ મિન-જુંગ. કોરકાકી રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ છે.
તૈયારી : હરિયાણાની મનુએ નેશનલ કેમ્પમાં ભાગ લીધો હતો. લૉકડાઉનમાં અભ્યાસ સાથે ઘરે પ્રેક્ટિસ કરી.
[:]
Be the first to comment on "[:en]ઓલિમ્પિક માટે આપણે કેટલાં તૈયાર?: શૂટિંગ: રેકોર્ડ 15 ક્વોટા, સૌથી વધુ અપેક્ષા પણ આ રમતમાં[:]"