[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હી19 મિનિટ પહેલા
- કૉપી લિંક
ફાઇલ તસવીર
- મહિલા વર્ગમાં મેરીકોમ, પુરુષોમાં વિજેન્દ્રે બ્રોન્ઝ અપાવ્યો છે
ટોક્યો ઓલિમ્પિક માટે આપણા 9 બોક્સર ક્વોલિફાય કરી ચુક્યા છે. જેમાં 5 પુરુષ અને 4 મહિલા ખેલાડી છે. વિજેન્દ્ર સિંહે 2008 અને એમસી મેરીકોમે 2012માં બ્રોન્ઝ અપાવ્યો હતો. આ વખતે અમિત પંઘાલ, વિકાસ કૃષ્ણન અને મેરીકોમ પાસે મેડલની અપેક્ષા છે. ખેલાડીઓએ યુરોપ અને અમેરિકામાં ટ્રેનિંગ લીધી છે અને કેટલાક લૉકડાઉનમાં ઘરે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. મેરીકોમના કોચ છોટેલાલ યાદવે સલાહ આપી છે કે, ઓલિમ્પિક માટે ખેલાડી ટેક્નીક પર વધુ કામ કરે. આવો જાણીએ આપણા ખેલાડી કેવી રીતે તૈયારી કરી રહ્યા છે? કોરોના કાળ પહેલા કેવું પ્રદર્શન હતું અને હવે કેવું છે? તેમને મહાકુંભમાં કયા ખેલાડીનો પડકાર મળી શકે છે? દમદાર પંચ મારનાર મુક્કેબાજો અંગે વાંચો…
અમિત પંઘાલ: 52 કિગ્રા
નંબર-1 બોક્સર હરિયાણાના પંઘાલે 2019 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યો હતો. એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. આ મહિને જર્મનીમાં આયોજિત બોક્સિંગ વર્લ્ડ કપમાં તેણે ગોલ્ડ જીત્યો છે.
તૈયારી : લૉકડાઉનમાં કોચ સાથે પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. ઓક્ટોબરમાં ટ્રેનિંગ માટે યુરોપ ગયો હતો.
પડકાર : રિયો ઓલિમ્પિક 2016નો ગોલ્ડ મેડલિસ્ટ જોઈરોવ અને બ્રોન્ઝ મેડલિસ્ટ હુ જિયાંગુઆન પંઘાલને હરાવી ચુક્યા છે.
એક્સપર્ટ અેડવાઈસ : અમિત સામેવાળા ખેલાડી પર શરૂઆતથી કેવી રીતે ભારે પડે તેની ટ્રેનિંગ લઈ રહ્યો છે. એટેકિંગ અને ડિફેન્સને વધુ મજબૂત કઈ રીતે કરી શકાય તેનો પણ પ્રયાસ કરી રહ્યો છે.
વિકાસ કૃષ્ણન – 69 કિગ્રા
હરિયાણાના વિકાસની ત્રીજી ઓલિમ્પિક છે. રિયોમાં ક્વાર્ટરમાં પહોંચ્યો હતો. એશિયા એન્ડ ઓસિયાના બોક્સિંગ ઓલિમ્પિક ચેમ્પિયન જાપાનના સેવોન ઓકોજાવેને હરાવીને ટોક્યો માટે ક્વોલિફાય કર્યું છે.
તૈયારી : લૉકડાઉન દરમિયાન પ્રેક્ટિસ કરી શક્યો નથી. સપ્ટેમ્બરથી અમેરિકામાં બે મહિના પ્રોફેશનલ બોક્સિંગની ટ્રેનિંગ લીધી.
પડકાર : 2012 ઓલિમ્પિક ચેમ્પિયન ક્યુબાનો રોનીલ અગ્લેસિયસ અને વર્લ્ડ ચમ્પિયન બ્રિટનનો સિલ્વર મેડલિસ્ટ મેકોરમેક.
એક્સપર્ટ એડવાઈસ : વિકાસ અનુભવી ખેલાડી છે. ટેક્નિક પર સારી પકડ છે. એટેક નબળો છે, જેની પ્રેક્ટિસ કરી રહ્યો છે.
એમસી મેરીકોમ – 51 કિગ્રા
6 વખતની વર્લ્ડ ચેમ્પિયન મણિપુરની મેરીકોમ પાસે મેડલની વધુ અપેક્ષા છે. લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો હતો. 2019 વર્લ્ડ કપ અને આ વર્ષે ઓલિમ્પિક ક્વોલિફિકેશનમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
તૈયારી : બીમરીને લીધે ટ્રેનિંગ માટે ઈટાલી જઈ શકી નથી. જોકે, ફિટ થા પછી તે દેશમાં જ ટ્રેનિંગ મેળવી રહી છે.
પડકાર : 2019 વર્લ્ડ ચેમ્પિયન રશિયાની લિલિયા એતબેવા અને યુરોપિયન ચેમ્પિયન તુર્કીની બુસ નાઝ સૌથી મોટો પડકાર છે.
એક્સપર્ટ એડવાઈસ : ટેક્નીકલી મજબુત છે. એટેક જોરદાર છે. વધુ હાઈટવાળાને કેવી રીતે હરાવવો, તેની ટ્રેનિંગ મેળવી રહી છે.
[:]
Be the first to comment on "[:en]ઓલિમ્પિક માટે આપણે કેટલા તૈયાર?: બોક્સિંગ : 9 ખેલાડી ક્વોલિફાય, કોચે કહ્યું- ટેક્નિક પર કામ જરૂરી[:]"