દિવ્ય ભાસ્કર
Jul 14, 2020, 10:55 AM IST
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને મહિનો થયો. 14 જૂને તેણે મુંબઈમાં તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મૃત્યુ બાદ એક મહિના પછી અંકિત લોખંડેએ પહેલીવાર તેના માટે પોસ્ટ શેર કરી છે. એક્સ ગર્લફ્રેન્ડ અને કો-સ્ટાર અંકિતાએ દીવો પ્રગટાવ્યો હતો. સોશિયલ મીડિયા પર દીવાનો ફોટો શેર કરી તેણે લખ્યું હતું, ભગવાનનું બાળક.
અંકિતા અને સુશાંત સિંહે એકતા કપૂરની સિરિયલ પવિત્ર રિશ્તામાં સાથે કામ કર્યું હતું. અંકિતા સુશાંતની અંતિમ વિધિમાં પણ સામેલ થઇ હતી અને તેના પરિવારને પણ મળવા ગઈ હતી.
હવે તો તારો ફોન પણ નહીં આવે: મુકેશ છાબરા
સુશાંત સિંહની અંતિમ ફિલ્મ દિલ બેચારાના ડિરેક્ટર મુકેશ છાબરાએ પણ સુશાંતને યાદ કરી પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું હતું કે, આજે એક મહિનો થઇ ગયો, હવે તો ક્યારેય તારો ફોન પણ નહીં આવે.
Be the first to comment on "એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પહેલીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, દીવો પ્રગટાવી લખ્યું – ભગવાનનું બાળક"