એક્ટ્રેસ હેમા માલિનીના કોરોના પોઝિટિવ હોવાના ન્યૂઝ ફેક; દીકરી ઈશાએ ટ્વીટ કરી કહ્યું- મારી માતા સ્વસ્થ છે, આવા ફેક ન્યૂઝ પર પર પ્રિતિક્રિયા ન આપો


  • હેમા માલિની કોરોના પોઝિટિવ છે તેવા ફેક સમાચારો વહેતા થયા હતા
  • દીકરી ઈશાએ ટ્વીટ કરી તેનું ખંડન કર્યું
  • ઈશાએ ટ્વીટ કરીને કહ્યું કે, માતા સ્વસ્થ છે. આવા ફેક ન્યૂઝ પર પ્રતિક્રિયા ન આપો

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 11:54 AM IST

બોલિવૂડમાં પણ સેલેબ્સ કોરોનાવાઈરસની ઝપેટમાં આવી રહ્યા છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, અનુપમ ખેરની માતા દુલારી અને ભાઈ રાજુ ખેર કોરોના પોઝિટિવ આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અન્ય સેલેબ્સ પણ કોરોના પોઝિટિવ હોવાની અફવાહોનું માર્કેટ ગરમ બન્યું છે. તેમાં નવું નામ ડ્રીમ ગર્લ અને મથુરાના સાંસદ હેમા માલિનીનું સામે આવ્યું છે. જોકે હેમા માલિનીની દીકરી ઈશાએ ટ્વીટ કરીને માતા કોરોના પોઝિટિવ હોવાના ન્યૂઝ ફેક ગણાવ્યા છે અને લોકોને તેના પર પ્રતિક્રિયા ન આપવા સલાહ આપી છે.

ઈશાએ ટ્વીટ કરીને કન્ફર્મ કર્યું
ઈશા દેઓલે રવિવારે સવારે એક ટ્વીટમાં લખ્યું કે, ‘મારી માતા હેમા માલિની સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેમનાં સ્વાસ્થ્યને લઈ ચાલી રહેલા સમાચાર ફેક છે. મહેરબાની કરી આવા ફેક સમાચારો પર પ્રતિક્રિયા ન આપો. તમારા પ્રેમ અને ચિંતા માટે આભાર.’ ઈશાએ આ સંદેશ તેના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે.

અમિતાભ બચ્ચન માટે પણ પ્રાર્થના કરી
આ અગાઉ ઈશાએ અમિતાભ અને અભિષેક બચ્ચનના કોરોના પોઝિટિવની જાણ થતા સોશિયલ મીડિયા પર તેમનાં સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી. ઈશાએ ટ્વીટ કર્યું કે, ‘તેઓ ફાઈટર છે. તેઓ જલ્દી તેમાંથી બહાર આવશે. તેઓ તમામ જંગ જીતે છે અને આ જંગમાં પણ તેમ જ થશે. તેઓ જલ્દી સ્વસ્થ થઈ જશે. હું અમિત અંકલ માટે પ્રાર્થના કરું છું કે તેઓ જલ્દી સાજા થઈ જાય અને સુરક્ષિત તેમજ સ્વસ્થ ઘરે પરત ફરે.’Be the first to comment on "એક્ટ્રેસ હેમા માલિનીના કોરોના પોઝિટિવ હોવાના ન્યૂઝ ફેક; દીકરી ઈશાએ ટ્વીટ કરી કહ્યું- મારી માતા સ્વસ્થ છે, આવા ફેક ન્યૂઝ પર પર પ્રિતિક્રિયા ન આપો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: