એક્ટ્રેસ રેખાના બાંદ્રા સ્થિત ‘સી સ્પ્રિંગ્સ’ બંગલાના સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યો, BMCએ બંગલો સીલ કર્યો


  • BMCએ રેખાના બંગલાને સીલ કરી દીધો છે
  • એક્ટ્રેસ રેખાનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 09:12 PM IST

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી એક્ટ્રેસ રેખાનો સિક્યોરિટી ગાર્ડ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. શનિવારે આ સમાચાર આવ્યા પછી BMCએ રેખાના બંગલાને સીલ કરી દીધો છે. ટૂંક સમયમાં એક્ટ્રેસ રેખાનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. 

રેખાનો બંગલો સી સ્પ્રિંગ્સ બાંદ્રા વિસ્તારમાં આવેલો છે. બંગલાની બહાર હંમેશાં બે સિક્યોરિટી ગાર્ડ હાજર રહે છે, જેમાંથી એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. BMCએ બંગલાને સીલ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવી દીધો છે. હાલ બંગલાને સેનિટાઈઝ કરવાનું કામ ચાલુ છે.

જે સિક્યોરિટી ગાર્ડનો પોઝિટિવ રિપોર્ટ તે બંગલાની બહાર હાજર રહેતો હતો. રેખા પણ લોકડાઉન પછીથી ઘરમાં જ છે, તેવામાં રેખાના કોવિડ-19 સંક્રમિત થવાની શક્યતા ઘણી ઓછી છે.

Be the first to comment on "એક્ટ્રેસ રેખાના બાંદ્રા સ્થિત ‘સી સ્પ્રિંગ્સ’ બંગલાના સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યો, BMCએ બંગલો સીલ કર્યો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: