ઉત્તરાખંડ દુર્ઘટના: અત્યાર સુધીમાં 61 લોકોના શબ મળ્યા, 28 માનવ અંગ પણ મળ્યા; કાટમાળમાંથી લોકોને ખોદીને કાઢવામાં આવી રહ્યાં છે


  • Gujarati News
  • National
  • So Far 61 Bodies Have Been Found, 28 Human Organs Have Also Been Found; People Are Being Dug Out Of The Rubble

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચમોલી4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ચમોલી દુર્ઘટનામાં રેસ્ક્યુનો આજે 13મો દિવસ છે. અત્યાર સુધીમાં 61 લોકોના શબ અને 28 માનવ અંગોને કાટમાળીમાંથી કાઢવામાં આવ્યા છે. 143 લોકો હાલ પણ ગુમ છે. આ દુર્ઘટના એટલી ભયકર હતી કે હજી સુધી ચમોલીના ઘણા હિસ્સામાં કાટમાળ દેખાઈ રહ્યો છે. આ કાટમાળ પણ ચટ્ટાનની રીતે થઈ ગયો છે. તેને ખોદીને NDRF, SDRF અને ઉત્તરાખંડ પોલિસ રેસ્ક્યુ ઓપરેશેન કરી રહી છે.

ડોગ સ્કવોડની ટીમે ઘટનાસ્થળે પહોંચી
કાટમાળમાં દબાયેલા લોકોને શોધવા માટે NDRF અને SDRFની ટીમ ડોગ સ્કવોડ, દૂરબીન, રાફટ અને અન્ય ઉપકરણોનો ઉપયોગ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે તપોવન ટનલમાં હાલ પણ મોટી સંખ્યામાં લોકો હોવાની શકયતા છે. કીચડના પગલે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. લોકોના શબ ખરાબ ન થાય તે માટે રેસ્ક્યુ ઓપરેશન સાચવીને કરવામાં આવી રહ્યું છે.

ફોટો તપોવન ડેમનો છે, જ્યાં ધૌલીગંગાનું જળસ્તર વધ્યા બાદ ઘણું નુકસાન થયું છે.

ફોટો તપોવન ડેમનો છે, જ્યાં ધૌલીગંગાનું જળસ્તર વધ્યા બાદ ઘણું નુકસાન થયું છે.

નદીઓના જળ સ્તર પર સતત વોચ
આ દરમિયાન SDRFએ રેણી ગામની પાસે ઋષિગંગા નદીમાં વોટર સેંસર લગાવી દીધું છે. નદીમાં જળસ્તર વધે તે પહેલા જ આ અલાર્મ વાગવા લાગશે. તેનું અલાર્મ એક કિલોમીટર દુર સુધી લોકો સાંભળશે અને સમય રહેતા સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી જશે.

ઉત્તરાખંડમાં 7 ફેબ્રુઆરીએ ઘટી દુર્ઘટના
ઉત્તરાખંડમાં 7 ફેબ્રુઆરીએ સવારે આશરે 10:30 વાગે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાજ્યના ચમોલીના તપોવનમાં ગ્લેશિયર તૂટી ઋષિગંગા નદીમાં પડી હતી. તેને લીધે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને ધૌલીગંગા પર નિર્માણાધિન બંધ પણ પાણીમાં તણાઈ ગયો હતો. તપોવનમાં એક પ્રાઈવેટ પાવર કંપનીના ઋષિગંગા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ તથા સરકારી કંપની NTPCના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું. આ આપદામાં અહીં નુકસાન થયું છે.

ગ્લેશિયર ફાટ્યા બાદ ધૌલીગંગાનું જળ સ્તર આ રીતે વધ્યું. કિનારાના ઘણા ઘરો પાણીમાં વહી ગયા.

ગ્લેશિયર ફાટ્યા બાદ ધૌલીગંગાનું જળ સ્તર આ રીતે વધ્યું. કિનારાના ઘણા ઘરો પાણીમાં વહી ગયા.

ઉત્તરાખંડની આપદા ક્યારે આવી, કેવી રીતે આવી અને કેટલું નુકસાન થયું, પોઇન્ટમાં સમજો….

1. ઋષિગંગા અને ધૌલીગંગામાં પાણીનું સ્તર વધ્યું
ચમોલીના તપોવન વિસ્તારમાં સવારે આશરે 10:30 વાગે ગ્લેશિયર તૂટીને ઋષિગંગામાં તૂટીને પડી ગયો. તેને લીધે નદીનું જળ સ્તર વધી ગયું. અહીં નદી રૈણી ગામમાં જઈને ધૌલીગંગાને મળે છે માટે તેનું જળસ્તર પણ વધી ગયું. નદીઓના કિનારે વસેલા ઘર પાણીના પ્રવાહમાં તણાઈ ગયા. ત્યારબાદ આજુબાજુના ગામોને ખાલી કરવામાં આવ્યા.

2. ઋષિગંગા અને NTPC પ્રોજેક્ટને નુકસાન
ઋષિગંગા નદીના કિનારે આવેલા રૈણી ગામમાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટ આવેલો છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે તબાહ થઈ ગયો છે. અહીંથી આશરે 15-20 શ્રમિકો ગુમ છે. અહીં જોશીમઠ મલારિયા હાઈવે પર બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ બ્રિજ પણ તૂટી ગયો છે. અહીં બચાવ ટીમ પહોંચી છે. ઋષિગંગાનું પાણી જ્યાં ધૌલીગંગામાં મળે છે, ત્યાં પણ જળ સ્તર વધી ગયું. પાણી NTPC પ્રોજેક્ટમાં ઘુસી ગયું. તેને લીધે ગામને જોડતા બે ઝૂલા બ્રીજ પણ વહી ગયો. NTPC પ્રોજેક્ટ પર કામ કરનારા આશરે 150 શ્રમિકોના મૃત્યું થયાના સમાચાર છે.

4. રેસ્ક્યૂમાં આર્મી અને એરફોર્સ જોડાયા
SDRF, NDRF, ITBP ઉપરાંત આર્મીએ પણ તેના 600 જવાન ચમોલી મોકલ્યા છે. આ ઉપરાંત વાયુસેનાએ Mi-17 અને ધ્રુવ સહિત ત્રણ હેલિકોપ્ટર રેસ્ક્યૂ મિશન પર મોકલ્યા છે.વાયુસેનાએ કહ્યું કે જરૂર પડશે તો વધુ એરક્રાફ્ટ મોકલવામાં આવશે.

5. શું હજુ પણ જોખમ છે?
ઉત્તરાખંડ પોલીસના જણાવ્યા પ્રમાણે શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર જઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં ગંગા કિનારે વસેલા શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. બિજનોર, કન્નોજ,ફતેહગઢ, પ્રયાગરાજ, કાનપુર, મિર્ઝાપુર, ગઢમુક્તેશ્વર,ગાજીપુર અને વારાણસી જેવા અનેક જીલ્લામાં અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.

જૂન 2013માં આશરે 4 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા
16-17 જૂન 2013ના રોજ વાદળ ફાટવાથી રૂદ્રપ્રયાગ, ચમોલી, ઉત્તરકાશી, બાગેશ્વર, અલ્મોડા, પિથોરાગઢ જિલ્લામાં ભારે નુકસાન થયું હતું. આ દુર્ધટનામાં 4,400થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. 4,200થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. તેમાંથી 991 સ્થાનિક લોકો અલગ-અલગ જગ્યાએ મૃત્યુ પામ્યા હતા. 11091થી વધુ પશુઓ પુરમાં તણાઈ ગયા હતા અથવા તો કાટમાળમાં દબાઈને મૃત્યુ પામ્યા હતા. ગ્રામીણોની 1309 હેક્ટર ભૂમિમાં વહી ગઈ હતી. 2141 ભવનોનું નામ-નિશાન મટી ગયું. 100થી વધુ મોટી-નાની હોટલ તૂટી ગઈ. ડિઝાસ્ટરમાં નવ નેશનલ હાઈવે, 35 સ્ટેટ હાઈવે અને 2385 રસ્તાઓ, 86 મોટર પુલ, 172 મોટા અને નાના પુલને નુકસાન થયું હતું.

1 Trackbacks & Pingbacks

  1. અત્યાર સુધીમાં 61 લોકોના શબ મળ્યા, 28 માનવ અંગ પણ મળ્યા; કાટમાળમાંથી લોકોને ખોદીને કાઢવામાં આવી રહ્

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: