ઈશાંતની ‘પ્રતિભા’ અંગે ‘પ્રતિમા’એ ખોલ્યાં રાઝ: એક ઓવરમાં 30 રન આપ્યાં તો ફોન પર રડી પડ્યો હતો ઈશાંત, પત્નીએ શેર કરી અનેક રોચક વાતો

ઈશાંતની 'પ્રતિભા' અંગે 'પ્રતિમા'એ ખોલ્યાં રાઝ: એક ઓવરમાં 30 રન આપ્યાં તો ફોન પર રડી પડ્યો હતો ઈશાંત, પત્નીએ શેર કરી અનેક રોચક વાતો


  • Gujarati News
  • Sports
  • Ishant Cried On The Phone After Giving 30 Runs In One Over, Wife Shared Many Interesting Things

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પત્ની પ્રતિમાએ કહ્યું- લેડી લક નહીં, હાર્ડ વર્કના કારણે તે અહીં સુધી પહોંચ્યો છે

ઢાકામાં બાંગ્લાદેશ વિરૂદ્ધ 25 મે 2007નાં રોજ પોતાની પ્રથમ ટેસ્ટ ખેલનાર ઈશાંત શર્મા 13 વર્ષના લાંબા કેરિયર પછી 100મી ટેસ્ટ રમવા જઈ રહ્યો છે. દિલ્હીમાં જન્મેલો ઈશાંત શર્માએ 9 ડિસેમ્બર 2016નાં રોજ વારાણસીમાં જન્મેલી બાસ્કેટબોલ ખેલાડી પ્રતિમા સિંહ સાથે લગ્ન કર્યા છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં ઈશાંતનું પ્રદર્શન ઘણું જ શાનદાર રહ્યું છે ત્યારે દિગ્ગજોના મતે એક બોલર તરીકે આ તેમનો સર્વોચ્ચ સમય છે.

પતિની 100મી ટેસ્ટને જોવા અને ઈશાંતનું મનોબળ વધારવા અમદાવાદ પહોંચેલી પ્રતિમાએ અમારા પ્રતિનિધિ સાથે વાતચીતમાં ઈશાંતની ફિટનેસથી લઈને અનેક વાત શેર કરી હતી. ઈશાંતની 100મી ટેસ્ટની સિદ્ધી અંગે જ્યારે પત્ની પ્રતિમાને પૂછવામાં આવ્યું કે શું તમારા કારણે ઈશાંત આ સિદ્ધી પહોંચ્યા છે ત્યારે તેને હસતા હસતા કહ્યું કે લેડી લક નહીં, હાર્ડ વર્કના કારણે તે અહીં સુધી પહોંચ્યો છે. દરેક વસ્તુની ક્રેડિટ યુવતીઓને જ મળે તે યોગ્ય નથી.

‘કોઈપણ ખોટું કારણ બનાવીને ટ્રેનિંગ ક્યારેય છોડી નથી’
ભારતીય બાસ્કેટબોલ ટીમની પૂર્વ સભ્ય પ્રતિમાએ કહ્યું કે ઈશાંતની જિંદગીમાં જે કઠિન પરિશ્રમ, નિરંતરતા અને અનુશાસન છે તેના કારણે જ તે અહીં સુધી પહોંચ્યો છે. પ્રતિમાના જણાવ્યા મુજબ એક ફાસ્ટ બોલર તરીકે 100મી ટેસ્ટ રમવી ઘણું જ કઠિન હોય છે. પ્રતિમાએ વધુમાં કહ્યું કે, “હું તેને 2011થી ઓળખું છું, મેં 10 વર્ષમાં ક્યારેય નથી જોયું કે તેને થાક, મુસાફરી કે પ્રોફેશનલ કારણે કે બીજા કોઈ કારણથી ટ્રેનિંગ છોડી હોય. એક ખેલાડી તરીકે મને ખબર છે કે ટ્રેનિંગનું કેટલું મહત્વ હોય છે. 10 વર્ષ સુધી ક્રિકેટ રમતાં રહેવું અને ક્યારેય ટ્રેનિંગ મિસ ન કરવી તે એક રેકોર્ડ છે. આ દરમિયાન જીવનમાં અનેક ઉતાર-ચડાવ આવ્યા તેમ છતાં ટ્રેનિંગ સ્કીપ કરી ન હતી.”

ભારતીય બાસ્કેટબોલ ટીમની પૂર્વ સભ્ય પ્રતિમાએ કહ્યું કે ઈશાંતની જિંદગીમાં જે કઠિન પરિશ્રમ, નિરંતરતા અને અનુશાસન છે તેના કારણે જ તે અહીં સુધી પહોંચ્યો છે

ભારતીય બાસ્કેટબોલ ટીમની પૂર્વ સભ્ય પ્રતિમાએ કહ્યું કે ઈશાંતની જિંદગીમાં જે કઠિન પરિશ્રમ, નિરંતરતા અને અનુશાસન છે તેના કારણે જ તે અહીં સુધી પહોંચ્યો છે

પહેલી વખત જ્યારે ફોન પર ખુબ રડ્યો ઈશાંત
બાસ્કેટ બોલર પ્લેયર પ્રતિમાએ ઈશાંત અંગે જણાવ્યું કે, તેઓ હંમેશા મૌન રહે છે અને પોતાની વાત કોઈની સાથે શેર નથી કરતા. પરંતુ 2013માં તે ફોન કરીને ઘણો જ રડ્યો હતો. આ સમયે અમે ડેટ કરતા હતા. મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી મેચમાં જેમ્સ ફોકનરે તેની એક ઓવરમાં 30 રન ફટકાર્યા હતા. જે બાદ પહેલી વખત તે ફોન પર ઘણો જ રડ્યો હતો. તે સમયે મેં તેને કહ્યું હતું કે ક્રિકેટને લઈને આટલું ભારણ લેવવું સારું નથી. આ મોટી વાત છે પરંતુ આ એક રમત છે. જે દિવસે તમે એવું વિચારી લેશો કે રમતમાં બધું જ શક્ય છે તો તમે આ વસ્તુઓને સંભાળી શકશો.

પ્રતિમાએ કહ્યું કે આ ઉપરાંત અનેક મુદ્દે જ્યારે તેમને મારી જરૂર પડી હતી. ખાસ કરીને જ્યારે મેચમાં તેમનું પર્ફોમન્સ નબળું રહેતું ત્યારે તે નિરાશ થઈ જતો ત્યારે હું તેમનું મનોબળ વધારતી હતી. પ્રતિમાએ કહ્યું કે ઈશાંત પોતાના મિત્રો સાથે પણ પોતાની તકલીફ શેર નથી કરતા, ત્યારે તેમના મિત્રોને પણ હું જ જાણ કરું છું કે તેઓ ઈશાંત સાથે વાત કરવાનું કહું છું.

કોણ છે પ્રતિમા સિંહ?
ઉત્તર પ્રદેશના બનારસમાં જન્મેલી પ્રતિમાએ બાસ્કેટબોલમાં ઈન્ડિયાનું પ્રતિનિધત્વ કર્યું છે. તે ભારતીય મહિલા બાસ્કેટબોલ ટીમની સભ્ય રહી છે. પ્રતિમાએ 2003થી 13 વર્ષની ઉંમરમાં જ બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું હતું. 2006માં તે ભારતીય જૂનિયર મહિલા બાસ્કેટબોલની ટીમમાં આવી ગઈ હતી અને 2008માં તે આ ટીમની કેપ્ટન બની હતી.

બાસ્કેટબોલ પ્લેયર પ્રતિમા ઈશાંતની જેમ જ ઘણી લાંબી છે. 5 ફુટ 8 ઈંચ હાઈટ ધરાવે છે. પ્રતિમાએ ફિઝિકલ એજ્યુકેશનમાં માસ્ટર ડિગ્રી લીધી છે. આ ઉપરાંત તેને બાસ્કેટબોલ કોચિંગમાં પણ ડિપ્લોમા કર્યું છે.

પ્રતિમાએ 2003થી 13 વર્ષની ઉંમરમાં જ બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું હતું. 2006માં તે ભારતીય જૂનિયર મહિલા બાસ્કેટબોલની ટીમમાં આવી ગઈ હતી અને 2008માં તે આ ટીમની કેપ્ટન બની હતી

પ્રતિમાએ 2003થી 13 વર્ષની ઉંમરમાં જ બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું હતું. 2006માં તે ભારતીય જૂનિયર મહિલા બાસ્કેટબોલની ટીમમાં આવી ગઈ હતી અને 2008માં તે આ ટીમની કેપ્ટન બની હતી

લાંબા સમય સુધી ડેટિંગ બાદ 2016માં કર્યા લગ્ન
ઈશાંત અને પ્રતિમા પહેલી વખત એક ઈવેન્ટમાં મળ્યા હતા. આ ઈવેન્ટમાં ઈશાંત ચીફ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. અહીં બંનેની મુલાકાત થઈ અને જે બાદ બંને એકબીજાના ટચમાં રહેવા લાગ્યા હતા. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ ઈશાંત અને પ્રતિમાએ 2016માં લગ્ન કર્યા હતા. પ્રતિમાને ભલે જ ક્રિકેટ વધુ પસંદ ન હોય પરંતુ તે વારંવાર ઈશાંતને પ્રોત્સાહિત કરવા સ્ટેડિયમમાં પહોંચી જાય છે.

લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ ઈશાંત અને પ્રતિમાએ 2016માં લગ્ન કર્યા

લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ ઈશાંત અને પ્રતિમાએ 2016માં લગ્ન કર્યા

1 Trackbacks & Pingbacks

  1. એક ઓવરમાં 30 રન આપ્યાં તો ફોન પર રડી પડ્યો હતો ઈશાંત, પત્નીએ શેર કરી અનેક રોચક વાતો – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: