[:en]ઈરફાનની આજે પહેલી બર્થ એનિવર્સરી: પિતા ઈરફાન ખાનની યાદમાં દીકરા બાબિલે ઈમોશનલ નોટ શેર કરી, શૂજિત સરકાર બોલ્યા- 2020નું સૌથી મોટું નુકસાન હતું તેમનું જવું[:]

[:en]

  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • On Irfan Khan First Birth Anniversary Today Son Babil Shared Emotional Post In His Memory, Shoojit Sircar Said The Biggest Loss Of 2020 Was His Loss

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 મિનિટ પહેલા

  • કૉપી લિંક

બોલિવૂડના લેજન્ડ લેટ એક્ટર ઈરફાન ખાનની આજે પહેલી બર્થ એનિવર્સરી છે. ગયા વર્ષે 29 એપ્રિલ 2020ના રોજ ઈરફાનનું નિધન થઇ ગયું હતું. ઈરફાનની બર્થ એનિવર્સરી પર તેના ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેન્સ તેની યાદમાં સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી રહ્યા છે. પિતાની બર્થ એનિવર્સરી પર તેના દીકરા બાબિલે એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સાથે તેણે એક ઈમોશનલ નોટ શેર કરી છે.

બાબિલની ઈમોશનલ નોટ
વીડિયો શેર કરી બાબિલે નોટમાં લખ્યું, ‘તમે ક્યારેય બર્થડે અને લગ્ન જેવા દિવસોના સેલિબ્રેશનને વધુ મહત્ત્વ આપતા ન હતા. માટે મને પણ ક્યારેય કોઈનો બર્થડે યાદ નથી રહેતો. કારણકે તમે ક્યારેય મારો બર્થડે યાદ નથી રાખ્યો અને ન મને ક્યારેય તમારો બર્થડે યાદ રાખવા કહ્યું. અમારા માટે બર્થડે રોજની જેમ નોર્મલ જ હોતો હતો. કારણકે અમે દરેક દિવસને સેલિબ્રેટ કરતા હતા. આ પ્રસંગે માતા જ આપણને યાદ કરાવતા હતા. પણ આજે હું ઇચ્છીને પણ તમારો જન્મદિવસ ભૂલી નથી શકતો. આજે તમારો બર્થડે છે બાબા.’ બાબિલે જે વીડિયો શેર કર્યો છે, તેમાં ઈરફાન તેની પત્ની અને નાના દીકરા સાથે બાબિલ માટે વીડિયો મેસેજ રેકોર્ડ કરી રહ્યા છે.

2020નું સૌથી મોટું નુકસાન ઈરફાનનું જવું : શૂજિત
2015માં રિલીઝ થયેલી ઈરફાનની ફિલ્મ ‘પીકુ’ના ડિરેક્ટર શૂજિત સરકારે તેને યાદ કરીને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘તે હવે આપણા વચ્ચે નથી. જો મને પૂછવામાં આવે કે 2020માં સૌથી મોટું નુકસાન શું થયું તો હું કહીશ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે 2020નું સૌથી મોટું નુકસાન હતું ઈરફાન ખાનનું જવું. હું કામના કરું છું કે તે આ સમયે તેની જાદુઈ દુનિયામાં જ્યાં પણ હશે, ખુશ હશે.’

કેન્સરથી સાજા થયા બાદ કોલન ઇન્ફેક્શન થયું હતું
બે વર્ષ સુધી સતત કેન્સર સામે લડ્યા બાદ ઈરફાન ખાને ગયા વર્ષે કોરોના લોકડાઉનના સમયમાં દુનિયાને અલવિદા કહી દીધું હતું. ઈરફાનને કેન્સરથી સાજા થયા બાદ કોલન ઇન્ફેક્શન થઇ ગયું હતું.

ઈરફાન ખાનની સિલેક્ટેડ ફિલ્મો અને સન્માન
ઈરફાન ખાને 2019માં બીમારીથી સાજા થયા બાદ ‘અંગ્રેજી મીડિયમ’નું શૂટિંગ શરૂ કર્યું હતું, આ ફિલ્મ માર્ચ 2020માં રિલીઝ થઇ હતી. ઇરફાને ‘લાઈફ ઈન અ મેટ્રો’, ‘ધ લંચ બોક્સ’, ‘મકબૂલ’, ‘પીકુ’, ‘તલવાર’ અને ‘હિન્દી મીડિયમ’ જેવી શાનદાર ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે ‘હાસિલ’ (નેગેટિવ રોલ), ‘લાઈફ ઈન અ મેટ્રો’ (બેસ્ટ એક્ટર), ‘પાન સિંહ તોમર’ (બેસ્ટ એક્ટર ક્રિટિક) અને ‘હિન્દી મીડિયમ’ (બેસ્ટ એક્ટર) માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. ‘પાન સિંહ તોમર’ માટે તેને નેશનલ અવોર્ડ મળ્યો હતો. કલા ક્ષેત્રે દેશનું ચોથું સૌથી મોટું સન્માન પદ્મશ્રી પણ મળ્યું છે.

[:]

Be the first to comment on "[:en]ઈરફાનની આજે પહેલી બર્થ એનિવર્સરી: પિતા ઈરફાન ખાનની યાદમાં દીકરા બાબિલે ઈમોશનલ નોટ શેર કરી, શૂજિત સરકાર બોલ્યા- 2020નું સૌથી મોટું નુકસાન હતું તેમનું જવું[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: