ઈન્ડિયા Vs ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટ LIVE: ઇંગ્લેન્ડને મેચ જીતવા હજી 425 રનની જરૂર, ભારતમાં ક્યારેય 400+ રનનો ટાર્ગેટ ચેઝ થયો નથી

ઈન્ડિયા Vs ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટ LIVE: ઇંગ્લેન્ડને મેચ જીતવા હજી 425 રનની જરૂર, ભારતમાં ક્યારેય 400+ રનનો ટાર્ગેટ ચેઝ થયો નથી


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઇંગ્લેન્ડે ભારત સામે ચાર ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ચેન્નઈ ખાતે 482 રનનો પીછો કરતાં 3 વિકેટે 56 રન કર્યા છે. તેમને હજી 425 રનની જરૂર છે. જો રૂટ અને ડેનિયલ લોરેન્સ બેટિંગ કરી રહ્યા છે. ભારત માટે અક્ષર પટેલે 2 અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી છે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો…

સૌથી વધારે રન ચેઝ કરવાનો રેકોર્ડ વિંડીઝના નામે
ટેસ્ટમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ સામે છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 2003માં 418 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. ભારતના મેદાન પર અત્યાર સુધીમાં સૌથી મોટો 387 રનનો ટાર્ગેટ ચેઝ થયો છે.

ભારતમાં વિદેશી ટીમે સૌથી મોટો 276 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો
માત્ર વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતમાં 276 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. તેણે 1987માં દિલ્હી ટેસ્ટમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું.

રોહિત અને પંત સ્ટંપ આઉટ
પૂજારા (7) રનઆઉટ થઈ ગયા. ત્યારપછી રોહિત પણ વધુ ટક્યા નહીં અને 26 રન બનાવીને પવેલિયન પાછા ગયા. જેક લીચના બોલ પર વિકેટકીપર બેન ફોક્સે તેમને સ્ટમ્પ કર્યા. રહાણેએ ઉપર રમવા આવેલા ઋષભ પંત 8 રન બનાવીને લીચના બોલ પર સ્ટમ્પ આઉટ થયા હતા. ચોથી વિકેટ માટે અજિંક્ય રહાણે(10) આઉટ થયા. મોઈન અલીએ તેમને ઓલી પોપના હાથે ચેક આઉટ કરાવ્યા.

ઈંગ્લેન્ડ પહેલી ઈનિંગમાં 134 રન જ બનાવી શકી
બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 329 રન બનાવ્યા. રોહિત શર્માએ 161 રનની ઈનિંગ રમી. તેના જવાબમાં ઈંગલેન્ડની ટીમ રોહિતના સ્કોરની પણ બરાબરી ન કરી શકી અને 134 રન પર જ સમેટાઈ ગઈ.જેને ધ્યાનમાં રાખી ભારતને પહેલી ઈનિંગમાં 195 રનની લીડ મળી.

ભારતમાં સૌથી મોટો 387 રનનો ટાર્ગેટ ચેઝ થયો
​​​​​​​
ભારતીય જમીન પર અત્યાર સુધી સૌથી મોટો 387 રનનો ટાર્ગેટ ચેઝ કરી શકાય છે. ડિસેમ્બર 2008માં ભારતે ઈંગ્લેન્ડને ચેન્નાઈના જ મેદાન પર ટેસ્ટમાં 4 વિકેટથી હાર અપાવી હતી. જ્યારે વિદેશી ટીમની વાત કરીએ તો માત્ર વેસ્ટઈન્ડિઝે ભારતમાં સૌથી મોટો 276 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમણે 1987માં દિલ્હી ટેસ્ટમાં ભારતને 5 વિકેટથી હાર અપાવી હતી.

ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ

ઇંગ્લેન્ડની પ્લેઈંગ 11: રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), મોઇન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, ઓલી સ્ટોન

1 Trackbacks & Pingbacks

  1. ઇંગ્લેન્ડને મેચ જીતવા હજી 425 રનની જરૂર, ભારતમાં ક્યારેય 400+ રનનો ટાર્ગેટ ચેઝ થયો નથી – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: