[:en]ઈન્ડિયાના ફ્રી OTT પ્લેટફોર્મ્સ: ફ્રીમાં મૂવી અને શૉ બતાવી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે OTT પ્લેટફોર્મ, ફ્રી સ્ટ્રીમિંગમાં હોટસ્ટાર સૌથી આગળ[:]

[:en]

 • Gujarati News
 • Entertainment
 • Bollywood
 • Free OTT Platforms Of India: OTT Platform Is Entertaining Viewers By Showing Movies And Shows For Free, Hotstar Is At The Forefront Of Free Streaming

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

19 મિનિટ પહેલા

 • કૉપી લિંક

સિનેમાઘરો બંધ થયા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી યુઝરના મોબાઈલ ફોન પર આવી ગઈ છે. કોરોના અને લોકડાઉનને લીધે ઓન ડિમાન્ડ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુઝર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. OTT પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શનમાં લોકડાઉન દરમિયાન 31%નો વધારો થયો. તેમાંથી કેટલાક પ્લેટફોર્મ દર્શકોને ફ્રીમાં કન્ટેન્ટ પ્રોવાઈડ કરી રહ્યા છે.

દેશના ટૉપ ફ્રી OTT પ્લેટફોર્મ
1. હોટસ્ટાર:

આ OTT પ્લેટફોર્મ ભારતીયોની સૌથી પહેલી પસંદ છે. તેમાં દર્શકો ફ્રીમાં ડ્રામા શૉઝ અને લેટેસ્ટ મૂવી જોઈ શકે છે. વર્ષ 2015માં આ પ્લેટફોર્મમાં ક્રિકેટ વર્લ્ડ કપનું સ્ટ્રીમિંગ થયું હતું. ત્યારબાદ હોટસ્ટારની લોકપ્રિયતા વધવા લાગી. ક્રિકેટ પ્રેમીઓ માટે IPL દર વર્ષે આ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા લાગ્યું. તેથી તેની ડિમાન્ડ વધવા લાગી. આ પ્લેટફોર્મ ફ્રી અને પેઈડ કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે. ફ્રી યુઝર્સ માટે પ્લેટફોર્મ પર લિમિટેડ કન્ટેન્ટ અવેલેબલ છે તો સબસ્ક્રિપ્શન યુઝર્સ માટે ડિઝ્ની પ્લસ હોટસ્ટારમાં ઓરિજનિલ કન્ટેન્ટ પણ જોવા મળશે. આ વર્ષે સડક 2, દિલ બેચારા અને લક્ષ્મી જેવી ફિલ્મ રિલીઝ થઈ છે.

2. જિયો સિનેમા:

આ પ્લેટફોર્મ જિયો યુઝર્સ માટે ફ્રી છે જેમાં ટીવી શૉઝ પોતાની પસંદ સમયે અથવા લાઈવ જોઈ શકાશે. આ પ્લેટફોર્મમાં વોચ લિસ્ટ તૈયાર કરવા અને વીડિયો ડાઉનલોડ કરવા માટે ફ્રી ઓપ્શન અવેલેબલ છે.

3. વૂટ:

આ પ્લેટફોર્મ ફ્રી ઓન ડિમાન્ડ વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ છે. યુઝર આ એપના માધ્યમથી વાયકોમ18ની તમામ ચેનલ્સ જેમ કે કલર્સ, MTV, નિકલોડિયન અને વાઈસના શૉ જોઈ શકે છે. ટીવી શૉઝ સિવાય કન્નડ, હિન્દી, મલયાલમ, તમિળ અને તેલુગુ ભાષાની ફિલ્મ પણ જોઈ શકાય છે. વૂટ હવે પોતાના ઓરિજિનલ કન્ટેન્ટ પણ પ્રોવાઈડ કરે છે.

વર્ષ 2020માં વૂટ સિલેક્ટ લોન્ચ થયું હતું. તેમાં વૂટ ઓરિજિનલ કન્ટેન્ટનું સ્ટ્રીમિંગ થાય છે. સબસ્ક્રિપ્શનવાળા યુઝર્સને કેટલાક ટીવી શૉઝ ટેલિકાસ્ટ પહેલાં જ જોવાનો લાભ મળે છે. મર્ઝી, અસુર, ધ ક્રેક ડાઉન અને ધ ગોન હગેમ વૂટના ઓરિજિનલ કન્ટેન્ટ છે.

4. સોની લિવ:

આ પ્લેટફોર્મનાં માધ્યમથી દર્શક સોનીની તમામ ચેનલો જોઈ શકે છે. સ્પોર્ટ્સ પ્રેમીઓ માટે આ પ્લેટફોર્મ લોકપ્રિય છે કારણ કે તેમાં 1-2 નહિ બલકે ઘણી લાઈવ સ્પોર્ટ્સ ચેનલનું સ્ટ્રીમિંગ ફ્રીમાં મળે છે. સોની લિવ ઓરિજિનલ કન્ટેન્ટ પણ પ્રોવાઈડ કરે છે. તેમાં સ્કેમ 1992, અવરોધ અને JL50 સામેલ છે.

5. એરટેલ એક્સ્ટ્રીમ:

નેટફ્લિક્સ અને એમેઝોનની જેમ એરટેલ યુઝર એરટેલ એક્સ્ટ્રીમથી બોલિવુડ અને હોલિવુડની ઘણી ફિલ્મ જોઈ શકે છે. તેમાં લાઈવ ટીવી શૉઝનો પણ વિકલ્પ મળે છે. મોબાઈલ, ટેબ્લેટ સિવાય દર્શક ઈચ્છે છે તો તેને ક્રોમકાસ્ટથી ટીવી સાથે પણ કનેક્ટ કરી શકે છે.

6. MX પ્લેયર:

આ એક ફ્રી વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. તેમાં બોલિવુડ ફિલ્મો, પાકિસ્તાની ડ્રામા, તુર્કી ડ્રામા, હોલિવુડ ફિલ્મ્સ, વેબ શૉઝ પણ જોઈ શકાશે. આ સાથે જ તે ઓરિજિનલ કન્ટેન્ટ પણ પ્રોવાઈડ કરે છે. આશ્રમ, ક્વીન અને હાઈ આ પ્લેટફોર્મની પોપ્યુલર ફિલ્મ અને સિરીઝ છે.

આ પ્લેટફોર્મ પર પણ ફ્રી કન્ટેન્ટ મળે છે

 • પ્લૂટો ટીવી
 • પોપકોર્ન ફ્લિક્સ
 • ટ્યુબી ટીવી
 • હૂપલા
 • ધ રોકો ચેનલ
 • વુડૂ
 • ક્રેકલ
 • આઈએમડીબી ટીવી

આ પ્લેટફોર્મ માટે સબસ્ક્રિપ્શન જરૂરી

OTT પ્લેટફોર્મ પ્રતિ મહિને (રૂપિયામાં) વાર્ષિક (રૂપિયામાં)
એમેઝોન પ્રાઈમ 299 999
નેટફ્લિક્સ 499 2388
ડિઝ્ની પ્લસ હોટસ્ટાર 299 1499
zee 5 99 999
ઑલ્ટ બાલાજી 43 300
ઈરોઝ નાઉ 99 399
VIU 99 રૂપિયા 2 માસ 500
સોની લિવ 99 499

[:]

Be the first to comment on "[:en]ઈન્ડિયાના ફ્રી OTT પ્લેટફોર્મ્સ: ફ્રીમાં મૂવી અને શૉ બતાવી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે OTT પ્લેટફોર્મ, ફ્રી સ્ટ્રીમિંગમાં હોટસ્ટાર સૌથી આગળ[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: