ઈન્ટરવ્યૂ: નાના ભાઈ રાજીવના અવસાનથી દુઃખી રણધીર કપૂરે કહ્યું, ‘હવે હું આ ઘરમાં એકલો રહી ગયો’


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રણધીર-રિશી કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું 58 વર્ષની ઉંમરમાં 9 ફેબ્રુઆરીના રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. રણધીર કપૂરે હાલમાં ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં દુઃખી સ્વરે કહ્યું હતું કે હવે તેઓ સાવ એકલા રહી ગયા છે.

શું કહ્યું રણધીરે?
લૉકડાઉનમાં રાજીવ કપૂર ચેમ્બુર સ્થિત આર કે બંગલોમાં ભાઈ રણધીર સાથે રહેવા જતા રહ્યાં હતાં. 30 એપ્રિલ, 2020ના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું અને હવે રાજીવનું પણ અવસાન થયું. રણધીરે કહ્યું હતું, ‘મને ખ્યાલ નથી કે શું બન્યું હતું. હું રિશી તથા રાજીવ બંનેની નિકટ હતો. મેં મારા પરિવારના ચાર લોકોને ગુમાવી દીધા. પહેલાં માતા ક્રિશ્ના કપૂર (ઓક્ટોબર, 2018), મોટી બહેન રિતુ નંદા (જાન્યુઆરી, 14, 2020), રિશી અને હવે રાજીવ. આ ચાર લોકો મારા માટે ઘણાં જ મહત્ત્વના હતા. હું આ ચારેય લોકો સાથે ઘણી જ વાતો કરતો હતો.’

રણધીર, રિતુ, રિશી, રાજીવ તથા રિમા

રણધીર, રિતુ, રિશી, રાજીવ તથા રિમા

‘બોલિવૂડમાં કમબેક અંગે ઉત્સાહી હતો’
રણધીર કપૂરે કહ્યું હતું, ‘રાજીવ ફિલ્મ ‘તુલસીદાસ જુનિયર’થી કમબેક કરવાનો હતો. તે પોતાની ફિલ્મ અંગે ઘણો જ ઉત્સાહી હતો.’ ઉલ્લેખનીય છે કે આશુતોષ ગોવારિકર તથા સુનીતા ગોવારિકરે 14 ફેબ્રુઆરીના રોજ મીડિયા સાથે રાજીવના ઈન્ટરવ્યૂ પણ નક્કી કરી રાખ્યા હતા.

રાજીવ કપૂર છેલ્લે કપૂર પરિવારના ક્રિસમસ લંચ પર ભાઈ રણધીર સાથે જોવા મળ્યા હતા

રાજીવ કપૂર છેલ્લે કપૂર પરિવારના ક્રિસમસ લંચ પર ભાઈ રણધીર સાથે જોવા મળ્યા હતા

‘રાજીવને કોઈ બીમારી નહોતી’
વધુમાં રણધીરે કહ્યું હતું, ‘રાજીવ ઘણો જ સૌમ્ય તથા હસમુખો વ્યક્તિ હતો. તે જતો રહ્યો છે, તે વાત માનવી ઘણી જ મુશ્કેલ છે. તેની કોઈ મેડિકલ હિસ્ટ્રી નહોતી. તેની તબિયત એકદમ સારી હતી. તેને કોઈ પણ જાતની સમસ્યા નહોતી.’

9 ફેબ્રુઆરીએ શું બન્યું હતું?
રણધીર કપૂરે 9 ફેબ્રુઆરીએ શું બન્યું, તે અંગે વાત કરતાં કહ્યું હતું, ‘નર્વ રિલેટેડ ઈશ્યૂને કારણે મને ચાલવામાં તકલીફ થાય છે અને તેથી જ હું 24 કલાક નર્સ સાથે રાખું છું. તે દિવસે નર્સ સવારે સાડા સાત વાગે તેને ઉઠાડવા માટે ગઈ હતી, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. નર્સે તરત જ રાજીવની પલ્સ ચેક કરી તો ખૂબ જ ઓછી હતી અને સતત નીચે જતી હતી. અમે તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ અમે તેને બચાવવામાં નિષ્ફળ રહ્યાં. હવે હું આ ઘરમાં સાવ એકલો રહી ગયો છું.’

ત્રણેય ભાઈઓ, રિશી, રાજીવ તથા રણધીર

ત્રણેય ભાઈઓ, રિશી, રાજીવ તથા રણધીર

ચૌથાના દિવસે હવન કર્યો
રણધીર કપૂરે એમ પણ કહ્યું હતું કે રાજીવના ચૌથાના દિવસે (12 ફેબ્રુઆરી) હવન કરવામાં આવ્યો હતો. હવનમાં તે, તેમની પત્ની બબીતા, દીકરી કરિશ્મા તથા કપૂર પરિવારના અન્ય લોકો હતાં.

1 Trackbacks & Pingbacks

  1. નાના ભાઈ રાજીવના અવસાનથી દુઃખી રણધીર કપૂરે કહ્યું, ‘હવે હું આ ઘરમાં એકલો રહી ગયો’ – Gujarati News -

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: