[:en]
- Gujarati News
- National
- 16 Years Ago There Was A Terrible Tsunami, More Than 2 Million People From 13 Countries Were Killed, Bodies Floating In The Sea
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક મિનિટ પહેલા
- કૉપી લિંક
આ ચોથી પ્રાકૃતિક આપદા હતી, જેમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. (ફાઈલ)
26 ડિસેમ્બર 2004નાં રોજ હિંદ મહાસાગરમાં આવેલી સુનામીએ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ભારે નુકસાની કરી હતી. હિંદ મહાસાગરમાં આવેલો 9.1ની તીવ્રતાવાળા ભૂકંપ પછી સુનામીની જે પ્રકારે મોજાઓ ઉઠ્યા હતા, તે અંગે કહેવામાં આવ્યું હતું કે આવા મોજા છેલ્લાં 40 વર્ષમાં નથી જોવા મળ્યા. આ મોજા 65 ફુટ સુધી ઉઠ્યા હતા.
એકલા ભારતમાં જ સુનામીના કારણે 12 હજાર 405 લોકો મોતને ભેટ્યા હતા અને 3 હજાર 874 લોકો ગુમ થઈ ગયા હતા. લગભગ 12 હજાર કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હતું. સૌથી વધુ 8 હજાર 9 મોત તમિલનાડુમાં થયા હતા. 3 હજાર 513 લોકો આંદામાન-નિકોબારમાં માર્યા ગયા હતા. આ ઉપરાંત પુડ્ડુચેરીમાં 599, કેરળમાં 177 અને આંધ્રપ્રદેશમાં 107 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે શ્રીલંકામાં 13 અને માલદિવમાં 1 ભારતીયનું મોત થયું હતું.
અન્ય 12 દેશને મળીને કુલ મૃત્યુ પામનારાઓની સંખ્યા 2 લાખથી પણ વધુ હતી. સૌથી વધુ નુકસાન ઈન્ડોનેશિયામાં થયું હતું. અહીં 1.28 લાખ લોકો માર્યા ગયા અને 37 હજારથી વધુ લોકો ગુમ થઈ ગયા હતા. જે બાદ શ્રીલંકામાં, અહીં 55 હજારથી વધુ લોકો મોતને ભેટ્યા કે લાપતા થઈ ગયા હતા.
ઈન્ડોનેશિયામાં સૌથી વધુ નુકસાન થયું, ત્રીજા નંબરે ભારત હતું
દેશ | મોત | ગુમ થયા |
ઈન્ડોનેશિયા | 1,28,858 | 37,087 |
શ્રીલંકા | 23,231 | 12,091 |
ભારત | 12,405 | 3,874 |
થાઈલેન્ડ | 5,395 | 2,817 |
પૂર્વી આફ્રિકા | 164 | 139 |
માલદીવ | 82 | 26 |
મલેશિયા | 69 | 5 |
મ્યાનમાર | 61 | 0 |
(આ ઉપરાંત બાંગ્લાદેશ, સેશેલ્સ, દક્ષિણ આફ્રિકા અને યમનમાં 2-2 લોકોના મોત થયા હતા. કેન્યામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.)
આ ચોથી પ્રાકૃતિક આપદા હતી, જેમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પહેલાં 1931માં ચીનમાં આવેલા પૂરને પગલે 10 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. જે બાદ 1970માં બાંગ્લાદેશમાં આવેલા સાઈક્લોનમાં 3 લાખ લોકોના મોત નિપજ્યા હતા. 1976માં ચીનમાં આવેલા એક ભૂકંપમાં 2.55 લાખથી વધુ લોકોના મોત થયા હતા.
પાણીની ઊંચી-ઊંચી લહેરો જ્યારે 800 કિલોમીટર પ્રતિ કલાકની તેજ ગતિથી કાંઠાના વિસ્તારોમાં ઘુસી, તો લોકોને બચવા માટે એક ક્ષણ પણ મળી ન હતી. થોડાં જ કલાકોમાં ભારત, શ્રીલંકા, ઈન્ડોનેશિયા જેવાં દેશોના સેંકડો લોકો મોતને ભેટ્યા હોવાના સમાચારો સામે આવવા લાગ્યા. ભારતના અનેક માછીમારો ગુમ થઈ ગયા હતા. જે બાદ તેમના મૃતદેહ દરિયામાંથી પાછા કાંઠા પર આવ્યા હતા.
આટલી ભયંકર સુનામીનું કારણ શું હતું?
- સુનામીના કારણ જાણવા માટે વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી રિસર્ચ કર્યું. જે બાદ 26 મે 2017નાં રોજ જર્નલ સાયન્સમાં એક રિસર્ચ પબ્લિશ થયો. રિસર્ચમાં સામે આવ્યું કે 26 ડિસેમ્બર 2004નાં રોજ આવેલા આ મહાસંકટનું કારણ હિમાલય પર્વત હતો.
- સુમાત્રા ભૂકંપનું કેન્દ્ર હિંદ મહાસાગરમાં 30 કિલોમીટરની ઊંડાઈએ હતું, જ્યાં ભારતની ટેક્ટોનિક પ્લેટ ઓસ્ટ્રેલિયાની ટેક્ટોનિક પ્લેટની બોર્ડરને અડકે છે.
- વર્ષોથી હિમાલય અને તિબેટની વેલીમાંથી વ્હેતી તલછટ ગંગા અને અન્ય નદીઓના પાણી હજારો કિલોમીટરની મુસાફરી કરીને હિંદ મહાસાગરના તળીયે જમા થાય છે.
- હિંદ મહાસાગરના તળિયે જમા થનારી આ તલછટ પ્લેટને બોર્ડર પર પણ ભેગી થાય છે જેને સબ્ડક્શન ઝોન પણ કહેવાય છે, જે ભીષણ સુનામીનું કારણ બને છે.
ભારત અને દુનિયામાં 26 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓઃ
- 2012: ચીનની રાજધાની બેઈજિંગથી દેશના એક અન્ય પ્રમુખ શહેર ગ્વાંગ્ઝૂ સુધી બનાવવામાં આવેલા વિશ્વના સૌથી લાંબી હાઈસ્પીડ રેલમાર્ગની શરૂઆત.
- 2006: ઓસ્ટ્રેલિયાના સ્પીન બોલર શેન વોર્ને ઈન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો.
- 2003: ઈરાનના દક્ષિણી પૂર્વી શહેર બામમાં રિએક્ટર પર 6.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જાન-માલને ભારે નુકસાન.
- 1997: ઓરિસ્સાના પ્રમુખ નેતા બીજુ પટનાયકના પુત્ર નવીન પટનાયકે બીજુ જનતા દળની (BJD) સ્થાપના કરી.
- 1978: ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને જેલમાં મુક્ત કરવામાં આવ્યા. મોરારજી દેસાઈની સરકારે 19 ડિસેમ્બરે ઈન્દિરા ગાંધીની ધરપકડ કરી હતી.
- 1904: દિલ્હીથી મુંબઈ વચ્ચે દેશની પહેલી ક્રોસ કન્ટ્રી મોટરકાર રેલીની શરૂઆત થઈ.
[:]
Be the first to comment on "[:en]ઈતિહાસમાં આજે: 16 વર્ષ પહેલાં આવી હતી ભયાનક સુનામી, 13 દેશોના 2 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા, સમુદ્રમાં તરી રહ્યાં હતા મૃતદેહ[:]"