ઈતિહાસમાં આજે: સચિને ખતમ કર્યો હતો 39 વર્ષનો ઈંતજાર, વનડે ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર લાગી હતી ડબલ સેન્ચુરી


Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

5 જાન્યુઆરી 1971ના રોજ ક્રિકેટ ઈતિહાસની પ્રથમ વનડે મેચ રમાઈ. તેના 39 વર્ષ 1 મહિના અને 19 દિવસ પછી એટલે કે 24 ફેબ્રુઆરી, 2010ના રોજ ક્રિકેટ ઈતિહાસની પ્રથમ ડબલ સેન્ચુરી લાગી. આ કરતબ કરનાર અન્ય કોઈ નહીં, ક્રિકેટ જગતના સૌથી મોટા સિતારા સચિન તેંડુલકર હતા. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સિરિઝ ચાલી રહી હતી. 24 ફેબ્રુઆરી 2010ના રોજ સિરિઝની બીજી મેચ ગ્વાલિયરના કેપ્ટન રૂપસિંહ સ્ટેડિયમમાં હતી. ભારતના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો.

ક્રિઝ પર સચિનની સાથે સહેવાગ પહોંચ્યા, પરંતુ પ્રથમ વિકેટ માત્ર 25 રનના સ્કોર પર પડી ગઈ. સહેવાગને વેયન પાર્નેલે ડેલ સ્ટેનના હાથમાં કેચ કરાવી દીધા. સહેવાગ માત્ર 9 રન બનાવી શક્યા પરંતુ તેના પછી સચિને પ્રથમ દિનેશ કાર્તિક અને પછી યુસુફ પઠાણ સાથે બે મહત્ત્વની ભાગીદારીઓ કરીને ટીમનો સ્કોર 300 સુધી પહોંચાડી દીધો. 42મી ઓવરના પ્રથમ બોલ પર જ્યારે યુસુફ પઠાણ આઉટ થયા,ત્યારે ભારતનો સ્કોર 300 રનનો હતો.

તેના પછી આવેલા ધોનીએ સચિનની સાથે મળીને અંતિમ 55 બોલમાં 101ની અણનમ ભાગીદારી કરી. સચિને 50મી ઓવરના ત્રીજા બોલ પર 1 રન લઈને ક્રિકેટ ઈતિહાસની પ્રથમ બેવડી સદી પૂરી કરી. તેંડુલકરે 147 બોલનો સામનો કર્યો અને 25 ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યા. આ સાથે જ તેમણે 13 વર્ષ અગાઉ પાકિસ્તાનના સઈદ અનવરના બનાવેલા 194 રનનો સૌથી મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો. સચિન 200 રન બનાવીને ધોની સાથે અણનમ પરત આવ્યા.

બે વર્ષ પણ સચિનના નામે ન રહ્યો ટોપ સ્કોરનો રેકોર્ડ
200 રનના સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ માત્ર એક વર્ષ 9 મહિના 14 દિવસ સુધી જ સચિનના નામે રહ્યો. 8 ડિસેમ્બર 2011ના રોજ સચિનને પોતાનો આદર્શ માનનારા વીરેન્દ્ર સહેવાગે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં 209 રનની ઈનિંગ રમીને સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો.

સહેવાગ વેસ્ટઈન્ડિઝની વિરુદ્ધ રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હતા. સહેવાગ બેવડી સદી લગાવનાર પ્રથમ કેપ્ટન પણ બન્યા હતા. આ બંને મેચોમાં એક અન્ય ખાસ વાત હતી. બંને મેચમાં ટીમ ઈન્ડિયાએ વિરોધી ટીમને 153 રનથી હરાવી હતી.

દેશ-દુનિયામાં 24 ફેબ્રુઆરીના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ…
2020ઃ જાતિય શોષણના મામલે નિર્માતા હાર્વે વિન્સ્ટીનને દોષિત ગણાવાયા. તેના પર લગભગ 79 મહિલાઓએ રેપ અને દુર્વ્યવહારના આરોપ લગાવ્યા હતા. તેના પછી જ સમગ્ર દુનિયામાં ‘મી ટૂ’ કેમ્પેન શરૂ થયું હતું.
2008ઃ ક્યુબાના રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રોએ પદ પરથી રાજીનામુ આપ્યું. ફિડેલના ભાઈ રાઉલ કાસ્ત્રો ક્યુબાના નવા રાષ્ટ્રપતિ બન્યા.
1998ઃ હિન્દી ફિલ્મોની પ્રસિદ્ધ અભિનેત્રી લલિતા પવારનું નિધન થયું.
1991ઃ ગલ્ફ વોર દરમિયાન અમેરિકન સેનાએ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યુ. તેના ત્રણ દિવસ પછી બગદાદ રેડિયોએ એલાન કર્યુ કે ઈરાક યુએનના રિઝોલ્યુશનને માનશે. આ સાથે જ કુવૈતને ઈરાકના કબજામાંથી આઝાદી મળી.
1981ઃ બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાના લગ્નનું બકિંઘમ પેલેસની તરફથી ઔપચારિક એલાન કરાયું. લગ્ન આ જ વર્ષે 29 જુલાઈએ થયા.
1976ઃ ક્યુબામાં નવું બંધારણ લાગુ થયું. એ સમય સુધી ક્યુબાના વડાપ્રધાન રહેલા ફિડેલ કાસ્ત્રો ક્યુબાના રાષ્ટ્રપતિ બન્યા.
1967ઃ હૈદરાબાદના સાતમા અને આખરી નિઝામ મીર ઉસ્માન અલી ખાનનું નિધન થયું. ઉસ્મન અલી એક સમયમાં દુનિયાના સૌથી અમીર માણસ હતા.
1955ઃ એપલ કંપનીના કો-ફાઉન્ડર અને અમેરિકન બિઝનેસમેન સ્ટીવ જોબ્સનો કેલિફોર્નિયામાં જન્મ થયો. તેમનું વાસ્તવિક નામ સ્ટીવ પોલિજોર્બ હતું.
1948ઃ દક્ષિણ ભારતીય સિનેમાની અભિનેત્રી, અન્નાદ્રમુકના નેતા અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાનો જન્મ થયો.
1942ઃ નાઝી નેતાઓના પ્રોપેગેન્ડાનો જવાબ આપવા માટે વોઈસ ઓફ અમેરિકાએ જર્મનમાં પોતાનું પ્રથમ પ્રસારણ કર્યુ.
1868ઃ એન્ડ્રુ જોનસન અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા, જેમણે મહાભિયોગનો સામનો કર્યો. આજના જ દિવસે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મહાભિયોગની તરફેણમાં 126 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધ 47 વોટ પડ્યા હતા.
1739ઃ ઈરાનના આક્રમણખોર નાદિર શાહ અને મુગલ શાસક મોહમ્મદ વચ્ચે કરનાલનું યુદ્ધ લડાયું.

1 Trackbacks & Pingbacks

  1. સચિને ખતમ કર્યો હતો 39 વર્ષનો ઈંતજાર, વનડે ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર લાગી હતી ડબલ સેન્ચુરી – Gujar

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: