[:en]ઈતિહાસમાં આજે: એ નેતાએ ક્યૂબાની સત્તા સંભાળી, જેમને મારવા માટે અમેરિકાએ 600થી વધુ નિષ્ફળ કોશિશ કરી[:]

[:en]

 • Gujarati News
 • National
 • The Leader Took Power In Cuba, Which The United States Tried Unsuccessfully To Assassinate.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 મિનિટ પહેલા

 • કૉપી લિંક

1890ના દાયકામાં સ્પેન-અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન એક સૈનિક ક્યુબા આવ્યો. યુદ્ધ પછી ફરી પરત આવ્યો તો ક્યુબાનો જ થઈને રહી ગયો. અહીં જ, શેરડીની ખેતી કરતા કરતા એક મોટો જમીનદાર બની ગયો. લગ્ન પછી 9 બાળકો થયા. તેમાંથી એકનું નામ હતું ફિડેલ. એ જ ફિડેલ, જેમણે ક્યુબાના સરમુખત્યાર બતિસ્તાના જુલમો વિરુદ્ધ 26 જુલાઈ, 1953ના રોજ ભાઈ રાઉલ સહિત મુઠ્ઠીભર લોકો અને ગણ્યાંગાંઠ્યા હથિયારોની મદદથી બંડ પોકારી દીધું.

એ જ ફિડેલ કે જેઓ આગળ જઈને અમેરિકાના સૌથી મોટા દુશ્મન બન્યા. એ જ ફિડેલ, જેમણે ક્યુબા પર અડધી સદી સુધી રાજ કર્યુ. એ જ ફિડેલ કે જેમણે મૂડીવાદી અમેરિકાના નાક નીચે સમાજવાદી સત્તા સ્થાપિત કરી. એ જ ફિડેલ કે જેને અમેરિકાએ 60 વર્ષમાં 600થી વધુ વખત મારવાની નિષ્ફળ કોશિશ કરી.

એ જ ફિડેલ કાસ્ટ્રોએ આજના જ દિવસે 1959માં પોતાના ગેરિલા સૈનિકોની સાથે મળીને સરમુખત્યા બતિસ્તાની સત્તાનો ખાતમો કરી નાખ્યો. તેના પછી ક્યુબામાં એક નવા યુગની શરૂઆત થઈ. 1953થી 1959 દરમિયાન ફિડેલ જ્યારે બતિસ્તાની વિરુદ્ધ લડી રહ્યા હતા તો અમેરિકા તેની મદદ કરી રહ્યું હતું. અમેરિકન અખબારોમાં તેમના ઈન્ટરવ્યૂ છપાતા રહ્યા.

પરંતુ, જ્યારે તેમણે સત્તા સંભાળી તો સોવિયેત સંઘની સાથે તેમના સંબંધો સારા થતા ગયા અને અમેરિકા સાથે ખરાબ. એટલા ખરાબ કે 55 વર્ષ સુધી કોઈ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ક્યુબા ગયા નહીં. 2015માં પ્રથમવાર જ્યારે બરાક ઓબામા ક્યુબા ગયા, ત્યાં સુધી ક્યુબામાં ફિડેલની જગ્યાએ તેમના ભાઈ રાઉલ સત્તા સંભાળી રહ્યા હતા. ફિડેલ 2006 સુધી ક્યુબાની સત્તાના ટોચના સ્થાને રહ્યા. જ્યારે, તેમના પછી તેમના ભાઈ રાઉલ 12 વર્ષ સુધી ક્યુબાના રાષ્ટ્રપતિ રહ્યા. રાઉલ આજે પણ ક્યુબા પર રાજ કરનારી કમ્યુનિસ્ટ પાર્ટીના સૌથી મોટા નેતા છે.

કાશ્મીરમાં યુદ્ધવિરામની ઘોષણા
આજના જ દિવસે 1949માં કાશ્મીરમાં યુદ્ધ વિરામની ઘોષણા થઈ. તેના પછી 14 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ ખતમ થયું. 14ઓગસ્ટના રોજ દેશના બે ટુકડા થયા. પાકિસ્તાનનો જન્મ થયો. પરંતુ, અનેક રજવાડા એવા હતા જેઓ ન તો ભારત સાથે ગયા, ન તો પાકિસ્તાન સાથે. તેમાંથી એક હતું કાશ્મીરનું રજવાડું. જેના રાજા હતા હરિ સિંહ. આઝાદીના માત્ર બે જ મહિના થયા હતા. જ્યારે 21 ઓક્ટોબર 1947ના રોજ કાશ્મીર પર પાકિસ્તાની કબિલાવાસીઓએ હુમલો કરી દીધો. હુમલાખોર કબીલાવાસીઓને પાકિસ્તાની સેનાનો ટેકો હતો.

પાકિસ્તાનના હુમલા પછી કાશ્મીરના રાજા હરિસિંહે ભારતની મદદ માગી. ભારતે વિલયની શરતે મદદની વાત કહી. હરિસિંહ વિલય માટે તૈયાર થઈ ગયા. વિલય પછી ભારતે કાશ્મીરમાં સેના મોકલી. 14 મહિનાના યુદ્ધ પછી 1 જાન્યુઆરી 1949ના રોજ યુદ્ધવિરામની ઘોષણા થઈ.

ભારત અને દુનિયામાં 1 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓઃ

 • 2002ઃ યુરોપિયન યુનિયનમાં યુરો ચલણ આવ્યું. માર્ચ 2002 પછી આ દેશોમાં વ્યાપાર માટે યુરો જ એકમાત્ર કરન્સી હતી.
 • 2001ઃ કલકત્તાનું નામ અધિકૃત રીતે કોલકાતા થયું.
 • 1995ઃ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) અસ્તિત્વમાં આવ્યું.
 • 1978ઃ બોમ્બે (હવે મુંબઈ)માં એર ઈન્ડિયાના જમ્બો જેટ બોઈંગ-747 વિમાનની દુર્ઘટનામાં 213 લોકોનાં મોત થયા.
 • 1978ઃ એક્ટ્રેસ વિદ્યા બાલનનો જન્મ થયો. વિદ્યા પ્રથમવાર સિરિયલ હમ પાંચમાં 1995માં નજરે પડી. વિદ્યાએ પરિણિતા, લગે રહો મુન્ના ભાઈ, ભૂલભુલૈયા, ડર્ટી પિક્ચર જેવી ફિલ્મો કરી છે.
 • 1971ઃ દેશમાં ટીવી અને રેડિયો પર સિગરેટની જાહેરાતો બતાવવા પર પ્રતિબંધ લાગ્યો.
 • 1971ઃ ભાજપા નેતા અને ગ્વાલિયર રાજઘરાના સાથે સંબંધ રાખનારા રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાનો જન્મ થયો. સિંધિયા લગભગ 20 વર્ષ કોંગ્રેસમાં રહ્યા પછી ગત વર્ષે જ ભાજપામાં સામેલ થયા છે.
 • 1961ઃ મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહનો જન્મ થયો.
 • 1951ઃ એક્ટર નાના પાટેકરનો જન્મ થયો. નાનાએ હિન્દીની સાથે અનેક મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
 • 1950ઃ અજાઈગઢનું રાજ્ય ભારત સંઘમાં સામેલ થયું. આ સમયે તેનો મોટાભાગનો હિસ્સો મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં છે. કેટલોક હિસ્સો છતરપુર જિલ્લામાં આવે છે.
 • 1950ઃ પ્રસિદ્ધ ઉર્દૂ કવિ અને ગીતકાર રાહત ઈન્દોરીનો જન્મ થયો.
 • 1941ઃ પ્રસિદ્ધ કોમેડિયન અસરાનીનો જયપુરમાં જન્મ થયો.
 • 1906ઃ બ્રિટિશ સરકારે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ સિસ્ટમને માન્યતા આપી.
 • 1877ઃ ઈંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયા બ્રિટિશ ભારતના શાસક બન્યા.
 • 1862ઃ ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીને દેશમાં લાગુ કરાઈ.

[:]

Be the first to comment on "[:en]ઈતિહાસમાં આજે: એ નેતાએ ક્યૂબાની સત્તા સંભાળી, જેમને મારવા માટે અમેરિકાએ 600થી વધુ નિષ્ફળ કોશિશ કરી[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: