[:en]ઈતિહાસમાં આજે: એક એવી વ્યક્તિ કે જેણે પ્રજ્ઞાચક્ષુ માટે વાંચવા-લખવાનું શક્ય બનાવ્યું; આ રીતે બ્રેઈલ લિપિ તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો[:]

[:en]

  • Gujarati News
  • National
  • A Person Who Made It Possible For The Psychic To Read And Write; This Is How The Idea Of Creating Braille Came Up

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ફ્રાંસમાં કુપ્રે નામનો એક નાનો વિસ્તાર આવેલો છે. અહીં 1809માં આજના દિવસે લુઈ બ્રેઈલનો જન્મ થયો હતો. આ એ લુઈ બ્રેઈલ છે કે જેમણે પ્રજ્ઞાચક્ષુ માટે બ્રેઈલ લિપિનું સર્જન કર્યું હતું, જોકે બાળપણમાં તેમણે એક દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો અને તેને લીધે તેમની આંખોની રોશની જતી રહી હતી. હકીકતમાં લુઈના પિતા સાઈમન રેલે બ્રેઈલ શાહી ઘોડા માટે કાઢી બનાવવાનું કામ કરતા હતા. તેમની ઉપર કામનો બોજ ખૂબ જ રહેતો હતો. માટે તેમણે પોતાની મદદ માટે 3 વર્ષ માટે લુઈને પણ કામ પર લગાવી હતી.

એક દિવસ લુઈ પિતા સાથે કામ કરતા હતા ત્યારે ઓજારો સાથે રમી રહ્યા હતા. તે સમયે ઓજાર તેમની આંખમાં લાગી જતા ખૂબ જ લોહી નિકળવા લાગ્યું હતું. તે સમયે પરિવારે તેને નજીવી ઈજા સમજીને સામાન્ય સારવાર કરી. પણ જેમ-જેમ લુઈની ઉંમર વધતી ગઈ આ ઈજા ગંભીર સ્વરૂપ ધારણ કરતી ગઈ. 8 વર્ષની ઉંમર સુધીમાં પોતાની આંખો ગુમાવી દીધી હતી.

આ રીતે આવ્યો બ્રેઈલ લિપિ બનાવવાનો વિચાર
લુઈની ઉંમર તે સમયે 16 વર્ષ હતી. તે સમયે તેની મુલાકાત ફ્રાંસ સેનાના કેપ્ટન ચાર્લ્સ બાર્બિયર સાથે થઈ. ચાર્લ્સે લુઈને નાઈટ રાઈટિંગ અને સોનોગ્રાફી અંગે માહિતી આપી. તેની મદદથી સૈનિક અંધારામાં અભ્યાસ કરી શકતા હતા. આ લિપિ કાગળ પર ઉપસેલી હતી અને 12 ડોટ્સ પર આધારિત હતી. અહીંથી લુઈને બ્રેઈલ લિપિનો વિચાર આવ્યો.

લુઈએ તે લિપિમાં સુધારો કર્યો અને 12 બિંદુને બદલે 6 બિંદુઓમાં તબદિલ કરી દીધા.લુઈની બ્રેઈલ લિપિમાં 64 અક્ષર અને ચિન્હ બનાવવામાં આવ્યા. તેમા વિરામ ચિન્હ અને સંગીતના નોટેશન લખવા માટે પણ આવશ્યક ચિન્હ તૈયાર કરવામાં આવ્યા. 1825માં લુઈએ બ્રેઈલ લિપિની શોધ કરી.

લુઈ બ્રેઈલનું કહેવું હતું કે વિશ્વમાં પ્રજ્ઞાચક્ષુ લોકોને પણ એટલું જ મહત્વ આપવામાં આવવું જોઈએ કે જેટલું સામાન્ય લોકોને અપાય છે. વર્ષ 1851માં તેમને ટીબીની બિમારી થઈ અને તેને લીધે તેની તબીયર બગડી ગઈ. 6 જાન્યુઆરી 1852ના રોજ ફક્ત 43 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું. તેમના અવસાનના 16 વર્ષ બાદ 1863માં રોયલ ઈન્સ્ટિટ્યુટ ફોર બ્લાઈંડ યૂથે તેને લિપિની માન્યતા આપી. ભારત સરકારે વર્ષ 2009માં લુઈ બ્રેઈલના સન્માનમાં ટિકિટ જાહેર કરી હતી. એટલું જ નહીં લુઈના મૃત્યુના 100 વર્ષ પૂરા થવા પ્રસંગે ફ્રાંસ સરકારે તેના દફનાવવામાં આવેલા શરીરને બહાર કાઢ્યું અને રાષ્ટ્રીય ધ્વજમાં લપેટીને પૂરા રાજકીય સન્માન સાથે ફરી દફનાવ્યા.

વિશ્વની સૌથી ઉંચી ઈમારનું ઉદઘાટન
આજના દિવસે વર્ષ 2010માં દુબઈમાં વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફાનું ઉદઘાટન થયુ હતું. બુર્જ ખલીફાની ઉંચાઈ 828 મીટર છે. તેનું નિર્માણ 2004માં શરૂ થયુ હતું. તેને તૈયાર કરવામાં 1.10 લાખ ટન કોંક્રીટ તથા 55 હજાર ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બુર્જ ખલીફામાં 163 ફ્લોર છે. તેના 76માં ફ્લોર પર વિશ્વનું સૌથી વધારે ઉંચાઈ પર આવેલ સ્વીમિંગ પૂલ છે અને 158માં ફ્લોર પર વિશ્વની સૌથી ઉંચી મસ્જિદ બની છે. 144માં ફ્લોર પર વિશ્વની સૌથી ઉંચી નાઈટક્લબ છે.

આ ઈમારતના બહારનો ભાગ 26 હજાર ગ્લાસથી બનેલો છે. તેને લીધે જ તે કાચથી બનેલી હોય તેવી દેખાય છે. તેને તૈયાર કરવા દરરોજ 12 હજાર શ્રમિકો કામ કરતા હતા. તેની ઉંચાઈને લીધે ઈમારતના ટોપ ફ્લોરનું ટેમ્પરેચર ગ્રાઉન્ડ ફ્લોરની તુલનામાં 15 ડિગ્રી ઓછુ રહે છે.

બુર્જ ખલીફાને તૈયાર કરવામાં 2 અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

બુર્જ ખલીફાને તૈયાર કરવામાં 2 અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ભારત અને વિશ્વમાં 4 જાન્યુઆરીના રોજ મહત્વની ઘટનાઃ

2016: ભારતના 38માં મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એચ.કાપડિયાનું અવસાન 2006: દુબઈના શાસક શેખમકતૂર બિન રશીદ અલ મકતૂરનું અવસાન 2004: ભારતના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી જફર ઉલ્લા ખાન જમાલી વચ્ચે ઈસ્લામાબાદમાં વાટાઘાટ યોજાઈ. 1998: બાંગ્લાદેશે ભારતને ઉલ્ફાના મહાસચિવ અનૂપ ચેતિયાને સોંપવાનો ઈન્કાર કર્યો હતો. 1994: રાહુલ દેવ બર્મન (આર.ડી.બર્મન) હિન્દી ફિલ્મોના જાણિતા સંગીતકારનું અવસાન 1990: પાકિસ્તાનમાં બે ટ્રેનની ટક્કરમાં આશરે 307 લોકોના મૃત્યુ અને તેનાથી બમણા લોકો ઈજાગ્રસ્ત થયા. 1972: નવી દિલ્હીમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ ક્રિમિનાલોજી એન્ડ ફોરેન્સિક સાયન્સનું ઉદઘાટન. 1966: ભારતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ અયુબ ખાન વચ્ચે તાશકંદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વાટાઘાટ 1962: અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં પ્રથમ વખત સ્વચાલિત (માનવરહિત) મેટ્રો ટ્રેન શરૂ થઈ. 1951: ચીનના સુરક્ષાદળોએ કોરિયાના યુદ્ધ સમયે સિયોલ પર કબ્જો કર્યો. 1948: બર્મા (હવે મ્યાનમાર)એ બ્રિટનથી સ્વતંત્ર જાહેરાત કરી. 1932: બ્રિટનની ઈસ્ટ ઈન્ડિયાના વાયસરોય વિલિંગડને મહાત્મા ગાંધી તથા જવાહરલાલ નેહરુંની ધરપકડ કરી. 1906: કિંગ જ્યોર્જ પંચમે કલકત્તા (હવે કોલકાતા) વિક્ટોરિયા મેમોરિયલ હોલની આધારશિલા રાખી. 1906: દક્ષિણ આફ્રિકાએ ઈગ્લેન્ડને એક વિકેટથી હરાવી તેની પ્રથમ ટેસ્ટ મેચમાં જીત મેળવી. 1762: ઈગ્લેન્ડે સ્પેન અને નેપલ્સ સામે યુદ્ધની જાહેરાત કરી. 1643: જાણિતા ભૌતિક વૈજ્ઞાનિક આઈઝેક ન્યૂટનનો જન્મ 1642: ઈગ્લેન્ડના કિંગ ચાર્લ્સે 400 સૈનિક સાથે સંસદ પર હુમલો કર્યો

[:]

Be the first to comment on "[:en]ઈતિહાસમાં આજે: એક એવી વ્યક્તિ કે જેણે પ્રજ્ઞાચક્ષુ માટે વાંચવા-લખવાનું શક્ય બનાવ્યું; આ રીતે બ્રેઈલ લિપિ તૈયાર કરવાનો વિચાર આવ્યો હતો[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: