[:en]ઈતિહાસમાં આજે: ઉત્તર કોરિયાના સરમુખ્ત્યાર નેતા કિમ જોંગનો જન્મ, જે નાનપણમાં શરમાળ હતા, અલગ જ નામથી સ્વિટ્ઝરલેન્ડથી અભ્યાસ પૂર્ણ કર્યો[:]

[:en]

 • Gujarati News
 • National
 • Birth Of North Korean Dictator Kim Jong Un, Who Was Shy As A Child, Completed His Studies In Switzerland Under A Different Name.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

18 મિનિટ પહેલા

 • કૉપી લિંક

ઉત્તર કોરિયામાં સર્વોચ્ચ નેતા બનવું તે દરેક લોકો માટે આસાન વાત નથી. અહીં સર્વોચ્ચ નેતા બનવા માટે એક ખાસ વંશથી આવવું જરૂરી છે, જેને બેકાડૂ વંશ કહેવામાં આવે છે. કિમ જોંગ ઉન આ વંશમાંથી જ આવે છે. ઉત્તર કોરિયામાં અત્યાર સુધીમાં ત્રણ સર્વોચ્ચ નેતા થયા, જે બધાં જ આ વંશમાંથી આવ્યા હતા.

સૌથી પહેલાં નેતા હતા કિમ ઈલ સુંગ જો 1948થી 1994 સુધી સર્વોચ્ચ પદ પર રહ્યાં. જે બાદ તેમના પુત્ર કિમ જોંગ ઈલ આવ્યા, જેઓ 1994થી 2011 સુધી નેતા રહ્યાં. જે પછી કિમ જોંગ આવ્યાં જે 2011થી અહીંના સર્વોચ્ચ નેતા છે.

આ કિમ જોંગ ઉનનો જન્મ આજના દિવસે જ 1982માં થયો હતો. તેમના દાદા કિમ ઈલ સુંગે ઉત્તર કોરિયામાં સામ્યવાદી રાષ્ટ્રની સ્થાપના કરી હતી.

માનવામાં આવે છે કે કિમ જોંગની આ તસવીર તે સમયની છે જ્યારે તેઓ સ્વિટ્ઝરલેન્ડમાં અભ્યાસ કરવા ગયા હતા.

માનવામાં આવે છે કે કિમ જોંગની આ તસવીર તે સમયની છે જ્યારે તેઓ સ્વિટ્ઝરલેન્ડમાં અભ્યાસ કરવા ગયા હતા.

સ્વિટ્ઝરલેન્ડની સ્કૂલમાં બીજા નામે અભ્યાસ કર્યો
કિમ જોંગ જ્યારે 16 વર્ષના હતા, ત્યારે અભ્યાસ માટે તેઓ સ્વિટ્ઝરલેન્ડ ચાલ્યા ગયા. અહીંના લિબેફેલ્ડ સ્ટેનહોલ્ઝી સ્કૂલમાં તેઓએ 1998થી 2000 સુધી અભ્યાસ કર્યો, પરંતુ અન્ય નામથી
જ. આ સ્કૂલમાં કિમ જોંગ ઉત્તર કોરિયાઈ એમ્બેસીના એક કર્મચારીના પુત્ર તરીકે ભણવા ગયા. અહીં તેમનું નામ પાક-ઉન કે ઉન-પાક હતું.

કિમ જોંગ પોતાના પહેલાં વર્ષના અભ્યાસ દરમિયાન 75 દિવસ અને બીજા વર્ષે 105 દિવસ સુધી ક્લાસમાં ગયા ન હતા. તેમના માર્ક્સ પણ સારા આવતા ન હતા. તેમની સાથે અભ્યાસ કરનાર તેમના ક્લાસમે્ટસે એક વખત ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કિમ જોંગ નાનપણમાં ઘણાં જ શરમાળ હતા. તેમના એક મિત્રએ દાવો કર્યો હતો કે કિમ જોંગે તેમને એક વખત જણાવ્યું હતું કે તે ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતાના પુત્ર છે.

કિમ જોંગને બાસ્કેટબોલ અને કોમ્પ્યુટર ગેમ્સ રમવાનું ઘણું જ પસંદ હતું. તેઓ ડ્રોઈંગ પણ કરતા હતા. તેઓ જેકી ચેનના ઘણાં જ મોટા ફેન હતા. કિમ જોંગની પાસે બે ડિગ્રી છે. પહેલી ફિઝિક્સની છે, જે તેઓએ કિમ-II સાથે યુનિવર્સિટીમાંથી લીધી હતી. બીજી આર્મી ઓફિસરની છે, જે તેઓએ કિમ-II સાથે મિલ્ટ્રી યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી છે.

બિમલ રોયનું નિધન, જેમની પહેલી ફિલ્મે ભારતીય સિનેમાને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ અપાવી
ભારતીય સિનેમાની તે પહેલી ફિલ્મ જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી હતી, જેને ફિલ્મકાર બિમલ રોયે ડાયરેક્ટ કરી હતી. આજના દિવસે જ 1965માં બિમલ રોયે દુનિયામાંથી
અલવિદા થયા હતા.

બિમલ રોયે મધુમતી, બંદિની, સુજાતા અને દેવદાસ જેવી પ્રસિદ્ધ ફિલ્મ બનાવી છે. પરંતુ જે ફિલ્મે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી અપાવી, તે હતી દો બીઘા જમીન. બિમલ રોયની આ ફિલ્મને 1954માં થયેલા કાન ફિલ્મ ફેસ્ટીવલમાં સન્માનિત કરવામાં આવી હતી.

બિમલ રોયનો જન્મ 12 જુલાઈ 1909નાં રોજ સુઆપુરમાં થયો હતો જે હવે બાંગ્લાદેશમાં છે. સિનેમા શીખવા માટે રોય કોલકાતા આવ્યા હતા અને કેમેરા આસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું હતું.

રોય 1950માં પોતાની ટીમની સાથે મુંબઈ આવી ગયા. પોતાની ફિલ્મ કેરિયરમાં ફિલ્મફેર એવોર્ડ ઉપરાંત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચુકેલા રોયની ફિલ્મ મધુમતીએ 1958માં નવ ફિલ્મફેર પોતાના નામે કર્યા. આ રેકોર્ડ 37 વર્ષ સુધી અકબંધ રહ્યો.

ભારત અને દુનિયામાં 8 જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ:

 • 2017: ઇઝરાયેલના જેરુસલેમમાં ટ્રકથી હુમલો થયો, જેમાં ઓછામાં ઓછા 4 સૈનિકોનાં મોત, 15 ઘાયલ થયા.
 • 2009: કોસ્ટા રિકાના ઉત્તરી ક્ષેત્રમાં 6.1ની તીવ્રતાના ભૂકંપમાં 15 લોકોનાં મોત તેમજ 32 લોકો ઘાયલ થયા.
 • 2003: શ્રીલંકા સરકાર અને LTTE વચ્ચે નકોર્ન પથોમ (થાઈલેન્ડ)માં વાતચીત શરૂ થઈ.
 • 2001: આઈવરી કોસ્ટમાં વિદ્રોહ નિષ્ફળ થયો.
 • 1995: સમાજવાદી ચિંતક, સ્વતંત્રતા સેનાની મધુ લિમયેનું નિધન.
 • 1952: જોર્ડને બંધારણ અપનાવ્યું.
 • 1942: પ્રસિદ્ધ બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની સ્ટીફન હોકિંગનો જન્મ.
 • 1929: નેધરલેન્ડ અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પહેલી વખત ટેલિફોન સંપર્ક સ્થાપિત.
 • 1929: ભારતીય અભિનેતા સઇદ જાફરીનો માલેરકોટલામાં જન્મ.
 • 1884: પ્રસિદ્ધ ધાર્મિક તેમજ સમાજ સુધારક કેશવ ચંદ્ર સેનનો જન્મ.
 • 1790: અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટને પહેલી વખત દેશના નામે સંબોધન કર્યું.

[:]

Be the first to comment on "[:en]ઈતિહાસમાં આજે: ઉત્તર કોરિયાના સરમુખ્ત્યાર નેતા કિમ જોંગનો જન્મ, જે નાનપણમાં શરમાળ હતા, અલગ જ નામથી સ્વિટ્ઝરલેન્ડથી અભ્યાસ પૂર્ણ કર્યો[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: