ઈચ્છા મૃત્યુ: વેલેન્ટાઇન ડેના દિવસે જ કર્યા હતા લગ્ન; હવે ઈચ્છા મૃત્યુ માંગવા માટે વ્યક્તિ પ્રાઈવેટ વિમાનથી બીજા દેશમાં જશે


  • Gujarati News
  • International
  • From The Very Next Day Of The Wedding The Person Will Fly To Another Country By Private Plane To Seek The Will Death; The Wedding Was Held On Valentine’s Day

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઇંગ્લેન્ડમાં ટર્મિનલ બ્રેઇન કેન્સરથી પીડાતા એક સમલૈંગિક વ્યક્તિએ વેલેન્ટાઇન ડે પર લગ્ન કર્યા હતા અને હવે તે ઈચ્છા મૃત્યુ માટે એક પ્રાઈવેટ વિમાન બુક કરાવીને સ્વિટ્ઝર્લેન્ડ જવાનું વિચારી રહ્યો છે. ખરેખર, આ દેશમાં એક એનજીઓ એવા લોકોને આત્મહત્યા કરવા માટે મદદ કરે છે જે ગંભીર શારીરિક અથવા માનસિક બીમારીમાંથી પીડાઈ રહ્યા હોય છે.

50 વર્ષીય એલન ડુ ચેમિન ઓપ્ટોમેટ્રિસ્ટ છે. સપ્ટેમ્બર 2019માં તેમને ટર્મિનલ બ્રેઇન કેન્સર હોવાનું નિદાન થયું હતું. પછી તેમની કીમોથેરાપી અને રેડિયોથેરાપી થઈ ચૂકી છે. જો કે ડોકટરોએ એલનને કહ્યું છે કે તેની પાસે બહુ સમય નથી. આ જ કારણ છે કે તેણે આઈટી પ્રોફેશનલ અને પોતાના બોયફ્રેન્ડ પોલ સાથે વેલેન્ટાઇન ડેના દિવસે લગ્ન કર્યા હતા.

એલન અને પોલ છેલ્લા 10 વર્ષથી રિલેશનશિપમાં છે. તેમણે વેલેન્ટાઇન ડેના દિવસે કોરોના સેફ સેરેમનીમાં લગ્ન કર્યા હતા જ્યાં તેમનો પરિવાર અને નજીકના મિત્રો સામેલ થયા હતા. એલન તેની વાર્તાના આધારે બ્રિટનના ઈચ્છા મૃત્યુના કાયદા તરફ પણ ધ્યાન અપાવવા માંગે છે. ખરેખર એલનણે ઈચ્છા મૃત્યુ માટે સ્વિટ્ઝરલેન્ડ જવું પડશે કારણ કે તે દેશમાં ગંભીર બીમારીથી પીડાતા લોકોને પોતાનો જીવ લેવાનો અધિકાર છે જો કે બ્રિટનમાં આ કોન્સેપ્ટ પર પ્રતિબંધ છે.​​​​​​

કોરોના વાયરસ મહામારીને કારણે સ્વિટ્ઝરલેન્ડ પણ બ્રિટનની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે એલન હાલમાં અમેરિકાના ન્યૂજર્સીમાં છે, તેઓ સ્વિટ્ઝર્લેન્ડ જઈ શકે છે પરંતુ આ માટે એલનને એક ખાનગી જેટ ભાડે લેવું પડશે. આમાં 25 હજાર પાઉન્ડ એટલે કે આશરે 25 લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. બ્રિટનમાં ઈચ્છા મૃત્યુ પર પ્રતિબંધ હોવાને કારણે ઘણા લોકો એવા પણ છે કે જેઓ પીડાદાયક રીતે પોતાને સ્વયં ખતમ કરી રહ્યા છે.

એલને કહ્યું કે હું ઉદાસીન નથી. હું ઘણી રીતે ખૂબ જ ભાગ્યશાળી રહ્યો છું અને મારા પરિવાર અને મારા બોયફ્રેન્ડ હંમેશા મને સપોર્ટ કર્યો છે. હું બસ એટલું જ ઈચ્છું છું કે હું મારા છેલ્લા દિવસોમાં તડપવાના બદલે અને મારા પરિવારને મુશ્કેલી આપવાને બદલે, હું મારા પોતાના મૃત્યુ માટે હું પોતે જવાબદાર રહું. હોઉં. હું ગૌરવપૂર્ણ મૃત્યુ માંગું છું અને હું મારી અંતિમ ક્ષણો કોઈ પણ રોગના નિયંત્રણમાં પસાર કરવા માંગતો નથી, પરંતુ મારી પોતાની સ્વતંત્ર ઇચ્છાથી મૃત્યુ પામવા માંગુ છું.

ઈચ્છા મૃત્યુની જોગવાઈ બાબતે દુનિયાના દેશો

  • અમેરિકા- અહીં સક્રિય ઇચ્છા મૃત્યુ ગેરકાયદેસર છે, પરંતુ ઓરેગોન, વોશિંગ્ટન અને મોન્ટાના રાજ્યોમાં ડોક્ટરની સલાહ અને તેમની મદદથી મૃત્યુની મંજૂરી આપવામાં આવે છે.
  • નેધરલેન્ડ- અહીં ડોક્ટરોના હાથે સક્રિય ઇચ્છા મૃત્યુ અને દર્દીની મરજી પર આપવામાં આવતા મૃત્યુ પર સજાપાત્ર ગુના માટેની કોઈ જોગવાઈ નથી.
  • બેલ્જિયમ- સપ્ટેમ્બર 2002થી અહીં ઇચ્છા મૃત્યુને કાયદેસર ઠેરવવામાં આવ્યું છે. જ્યારે ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, ફ્રાન્સ અને ઇટલી જેવા યુરોપિયન દેશો સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં ઈચ્છા મૃત્યુ ગેરકાયદેસર છે.

ભારતમાં મૃત્યુ અંગેનો કાયદો શું છે?

ભારતમાં ઈચ્છા મૃત્યુ અને દયા મૃત્યુ બંને ગેરકાયદેસર કૃત્યો કહેવામાં આવ્યા છે અને આઈપીસી એટલે કે ભારતીય દંડ કાયદા (IPC)ની કલમ 309 હેઠળ તે આત્મહત્યા સમાન ગુનો છે. પરંતુ લગભગ 3 વર્ષ પહેલાં, માર્ચ 2018માં સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો અને પેસિવ યુથનેશિયા નિષ્ક્રિય ઇચ્છા મૃત્યુ માટે મંજૂરી આપી છે. ઘણા સમયથી સરકાર તરફથી તેને કાયદેસરનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી હતી.

ફેબ્રુઆરી, 2015માં સુપ્રીમ કોર્ટે પેસિવ યુથેનેશિયા એટલે કે ઈચ્છા મૃત્યુની એક અરજીને બંધારણને બેંચમાં મોકલવામાં આવી હતી. જેમાં એક બીમારીગ્રસ્ત વ્યક્તિની વાત કરવામાં આવી હતી. અને મેડિકલ અભિપ્રાય મુજબ, તેના બચવાની કોઈ સંભાવના ન હતી.

તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ પી સદાશિવમની અધ્યક્ષતાવાળી ખંડપીઠે એનજીઓ કોમન કોઝની અરજી પર એક નિર્ણય લીધો હતો જેમાં જણાવ્યું હતું કે એક વ્યક્તિને મરણાંતક બીમારીથી પીડિત છે, તો તેને આપવામાં આવતો મેડિકલ સપોર્ટ દૂર કરીને તેને પીડાથી મુક્તિ આપવી જોઈએ, જેને પેસિવ યુથેનેશિયા એટલે કે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ કહેવાય છે.

સક્રિય અને નિષ્ક્રિય ઇચ્છા મૃત્યુ વચ્ચે શું તફાવત છે?

એક જાણીતા એડવોકેટે જણાવ્યુ હતું કે મૃત્યુ બે પ્રકારના હોઈ શકે છે. પ્રથમ એક્ટિવ યુથેનેશિયા એટલે કે સક્રિય ઇચ્છા મૃત્યુ અને બીજો પેસિવ યુથેનેશિયા એટલે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. સક્રિય ઈચ્છા મૃત્યુમાં અસાધ્ય રોગથી પીડાતા વ્યક્તિના જીવનનો અંત ડોક્ટરની મદદથી કરવામાં આવી શકાય છે, જેમાં તેને ઝેરનું ઇન્જેક્શન આપવા જેવા ખતરનાક પગલા સામેલ છે.

જ્યારે, નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ એટલે કે જ્યાં અસાધ્ય રોગથી પીડાતા વ્યક્તિ લાંબા સમયથી કોમામાં રહેલો હોય, ત્યારે પરિવારની સંમતિથી ડોકટર તેનું લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ એટલે કે જીવનરક્ષક ઉપકરણને બંધ કરી દે છે અને તે દર્દીનુ મૃત્યુ થઇ જાય છે.

ઈચ્છા મૃત્યુ પર દેશ-વિદેશમાં ઘણી ફિલ્મો બની છે. 2010માં બનેલી ફિલ્મ 'ગુઝારીશ' એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

ઈચ્છા મૃત્યુ પર દેશ-વિદેશમાં ઘણી ફિલ્મો બની છે. 2010માં બનેલી ફિલ્મ ‘ગુઝારીશ’ એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

ઇચ્છા મૃત્યુ પર બની ચૂકી છે ફિલ્મ

ઈચ્છા મૃત્યુ પર દેશ-વિદેશમાં ઘણી ફિલ્મો બની છે. 2010માં બનેલી ફિલ્મ ‘ગુઝારીશ’ એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકી ન હતી, પરંતુ ફિલ્મ વિવેચકો દ્વારા તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ઋત્વિક રોશન અને એશ્વર્યા રાય બચ્ચણે આ ફિલ્મમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન અને આદિત્ય રોય કપૂરે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

નોંધપાત્ર વાત એ છે કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગુઝારિશમાં પણ યુથનેશિયાના કોન્સેપ્ટણે દર્શાવવામાં આવ્યો હતો. યુથનેશિયામાં ખૂબ જ ગંભીર રોગ અને પીડાઇ રહેલા લોકોને ડોકટરો દ્વારા મોત આપવામાં આવે છે.

1 Trackbacks & Pingbacks

  1. વેલેન્ટાઇન ડેના દિવસે જ કર્યા હતા લગ્ન; હવે ઈચ્છા મૃત્યુ માંગવા માટે વ્યક્તિ પ્રાઈવેટ વિમાનથી બ

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: