ઇન્ડિયન ટીમ થકી રોજી-રોટી: 13 વર્ષથી ઇન્ડિયાની ટીમ જ્યાં જાય ત્યાં જઇને સ્ટેડિયમ બહાર ટીશર્ટ વેચીને ચલાવે છે ગુજરાન

ઇન્ડિયન ટીમ થકી રોજી-રોટી: 13 વર્ષથી ઇન્ડિયાની ટીમ જ્યાં જાય ત્યાં જઇને સ્ટેડિયમ બહાર ટીશર્ટ વેચીને ચલાવે છે ગુજરાન


  • Gujarati News
  • Sports
  • Cricket
  • For 13 Years, This Indian Has Been Making A Living By Selling T shirts Outside The Stadium Wherever They Go …

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જગન્નાથ આચર્યું મૂળ કોલકાતાના છે. તેઓ 13 વર્ષથી ઇન્ડિયાની પ્રિન્ટેડ ટી શર્ટ વેચે છે અને મેચ શરૂ થતાં સ્ટેડિયમમાં જઈને ફૂડ બેવરેજીસનું કામ પણ કરે છે.

મોટેરા સ્ટેડિયમમાં મેચ યોજાવવાની છે તેનો સૌને ઉત્સાહ છે. મેચની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે, ઓફલાઇન-ઓનલાઇન ટિકિટ વેચાણ ચાલુ છે. ત્યારે મેચ જોવા આવનાર દર્શકો માટે પ્રિન્ટ ટીશર્ટ વહેંચનાર કોલકાતાના જગન્નાથ આચર્યું ટી શર્ટ લઈને અમદાવાદ પહોંચ્યા છે. છેલ્લા 13 વર્ષથી તેઓ ટીમ ઇન્ડિયા જ્યાં મેચ રમવા જાય છે ત્યાં જઈને ટી શર્ટ વેચીને ગુજરાન ચલાવે છે.

જગન્નાથ આચર્યું મૂળ કોલકાતાના રહેવાસી છે. છેલ્લા 13 વર્ષથી તેઓ ઇન્ડિયાની ક્રિકેટ ટીમ જ્યાં મેચ રમવા જાય તે જગ્યાએ જઈને ઇન્ડિયાની ટીમની પ્રિન્ટેડ ટી શર્ટ વેચે છે અને મેચ શરૂ થતાં સ્ટેડિયમમાં જઈને ફૂડ બેવરેજીસનું કામ પણ કરે છે.

13 વર્ષ પહેલાં ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ મેચથી કામ શરૂ કર્યું
આ કામ દ્વારા જ જગન્નાથ આચાર્ય રોજગારી મેળવે છે. તેઓ નાના હતા ત્યારથી જ તેમને મેચનો શોખ હતો અને બાદમાં રોજગારી માટે તેમને આ શોખને કામમાં રૂપાંતરિત કર્યું. ભારતમાં જ્યાં પણ ટીમ ઇન્ડિયાની મેચ હોય છે ત્યાં જઈને જગન્નાથ આચાર્ય ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના નામ વાડી અને અન્ય પ્રિન્ટ વાડી તી શર્ટ વહેંચે છે. 13 વર્ષ અગાઉ જયપુરમાં ઇન્ડીયા- ન્યુઝીલેન્ડની ટેસ્ટ મેચ હતી ત્યારથી તેમને આ કામ શરૂ કર્યું હતું અને 13 વર્ષથી સતત આ કામ કરે છે. હાલ તેઓ અમદાવાદ મોટેરા સ્ટેડિયમ આવ્યા છે જ્યાં મેચની ઓફ્લાઈન ટિકિટ વેચાણ શરૂ થયું હોવાથી ટી શર્ટ વેચશે તેવી આશા સાથે આવ્યા છે. ટી શર્ટ વેચાઈ ગયા બાદ તેઓ મેચના દિવસે સ્ટેડિયમમાં પણ જશે અને ફૂડ બેવરેજિસનું કામ પણ કરશે.

1 મહિનો અમદાવાદમાં રોકાશે
જગન્નાથ આચાર્યને ટીમ ઇન્ડિયા માટેનો પ્રેમ હોવાથી અન્ય કોઈ ટીમની ટી શર્ટ નથી વહેંચતા માત્ર ટીમ ઇન્ડિયાની જ પ્રિન્ટ કરાયેલી ટી શર્ટ વહેંચે છે. હમણાં તેઓ અમદાવાદ છે અને જ્યાં સુધી ટેસ્ટ મેચ અને T-20 શ્રેણી પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ અમદાવાદ જ રહેશે. જે બાદ તેઓ પુણેમાં વનડે શ્રેણી રમાવવાની છે તો ત્યાં જશે. તે બાદ અંતે પોતાના ઘરે કોલકાતા જવાના છે. IPL બાદ ફરી આ કામ પર લાગી જશે. આમ પોતાના ઘરેથી દૂર રહીને અલગ અલગ જગ્યાએ ફરીને પોતાનું ગુજરાન ચલાવે છે જગન્નાથ આચાર્ય.

ચાહકો મોટેરામાં મેચ જોવા આતુર
ચાહકો ઘણા લાંબા સમયથી અમદાવાદમાં વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ – ‘મોટેરા’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 63 એકર જમીનમાં પથરાયેલું સ્ટેડિયમ અને 1 લાખ 10 હજારની બેઠક- ક્ષમતા ધરાવતા સ્ટેડિયમનો શુભ આરંભ ઇન્ડિયા-ઇંગ્લેન્ડ ડે-નાઈટ ટેસ્ટથી 24 ફેબ્રુઆરીથી થશે. કોરોનાના લીધે કુલ કેપેસિટીના 50% દર્શકોને પ્રવેશ મળશે, એટલે કે 55 હજાર લોકો ગ્રાઉન્ડ પર ટીમ ઇન્ડિયાને ચિયર કરી શકશે. ઉલ્લેખનીય છે કે મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનશે. મેલબર્નની બેઠક-ક્ષમતા 92 હજાર છે અને મોટેરાએ 18 હજારના માર્જિનથી એને માત આપી છે.

Be the first to comment on "ઇન્ડિયન ટીમ થકી રોજી-રોટી: 13 વર્ષથી ઇન્ડિયાની ટીમ જ્યાં જાય ત્યાં જઇને સ્ટેડિયમ બહાર ટીશર્ટ વેચીને ચલાવે છે ગુજરાન"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: