[:en]
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
8 મિનિટ પહેલા
- કૉપી લિંક
રિચા ચઢ્ઢાની ફિલ્મ ‘મેડમ ચીફ મિનિસ્ટર’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. ત્યારબાદથી જ રિચાનો લુક ઘણો ચર્ચામાં છે. ફિલ્મમાં તેના માટે અલગ પ્રકારનો લુક ડિઝાઇન કરવામાં આવ્યો હતો. મશરૂમ કટવાળા આ લુકને ફાઇનલ કરતા પહેલાં ડિરેક્ટર સુભાષ કપૂરે રિચા પર અંદાજે 20 અલગ- અલગ લુક ટ્રાય કર્યા. તે રિચાના વાળ કટ કરાવવા ઇચ્છતા ન હતા પણ ફિલ્મ ફાઇનલ થયાના એક અઠવાડિયા પછી જ રિચા- અલીની લગ્નની ડેટ ફિક્સ થઇ ગઈ હતી.
There is a cute little anecdote behind why I had to wear a wig. The director ideally wanted me to chop my hair and I was ready for it. He wanted a powerful, fuss free haircut that suited the character. But it was just around then that the date for our marriage got fixed pic.twitter.com/KY49mgL1tz
— TheRichaChadha (@RichaChadha) January 11, 2021
ડિરેક્ટરે વિગની સલાહ આપી
ત્યારબાદ રિચાને લાગ્યું કે જો તે તેના વાળ કપાવી લેતી તો લગ્ન દરમ્યાન તે મશરૂમ કટમાં નજર આવશે. અથવા તો હેર સ્ટાઇલ સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામ’ની રાધે જેવી લાગતી. પોતાના લગ્નમાં તો તે એવી દેખાવા ઇચ્છતી ન હતી. ત્યારબાદ ડિરેક્ટરે રિચાને વિગ પહેરવાનો આઈડિયા આપ્યો. આ રીતે તેનો લુક ફાઇનલ થયો.
પરંતુ લગ્ન અને ફિલ્મની રિલીઝ ટળી ગઈ
જોકે આ સ્ટોરી ત્યારની છે જ્યારે એપ્રિલ 2020માં રિચા- અલીના લગ્ન થવાના હતા. કોરોના વાઇરસને કારણે માર્ચ 2020થી દેશભરમાં લોકડાઉન લાગી ગયું હતું. આવામાં ન તો લગ્ન થયા ન ફિલ્મ રિલીઝ થઇ. વર્ષ વીતી ગયું છે અને લોકડાઉન ખતમ થયા બાદ જીવન પાટે આવી ગયું છે. રિચાની આ ફિલ્મ પણ 22 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
I realised I would have a mushroom cut by the time it was April 2020, if I had chopped off my hair for the part. Something I have hated since childhood is the mushroom cut. The director very kindly consented for me to use a wig, these are the various wigs we tried for Madam CM. pic.twitter.com/HvIbU25T53
— TheRichaChadha (@RichaChadha) January 11, 2021
આવી છે ફિલ્મની સ્ટોરી
આ ફિલ્મ એક એવી છોકરીની સ્ટોરી છે જે દલિત સમાજથી છે અને સંઘર્ષો બાદ મુખ્યમંત્રી બને છે. મેડમ ચીફ મિનિસ્ટર એક એવી છોકરી છે જે ન કોઈ સામે નમે છે અને કોઈ બીજાના દબાણમાં વિશ્વાસ નથી રાખતી. પણ પોતાના કામના દમ પર તે સત્તાના સૌથી ઊંચા શિખર પર પહોંચે છે. ફિલ્મમાં રિચા ચઢ્ઢા સિવાય માનવ કૌલ અને સૌરભ શુક્લા પણ છે.
[:]
Be the first to comment on "[:en]ઇનસાઇડ સ્ટોરી: મેડમ ચીફ મિનિસ્ટર, 20 વાર થયું લુક ટ્રાયલ, વાળ કપાવતી તો લગ્નમાં ‘તેરે નામ’ની રાધે લાગતી રિચા ચઢ્ઢા માટે વિગ પહેરી[:]"