[:en]આ સ્ટાર્સે વચ્ચેથી ફિલ્મ છોડી હતી: સેટ પર એક્સ-બોયફ્રેન્ડ સલમાન ખાનના ગુસ્સાના કારણે ફિલ્મ ‘ચલતે-ચલતે’ એશ્વર્યાના હાથમાં જતી રહી હતી[:]

[:en]

  • Gujarati News
  • Entertainment
  • The Movie ‘Chalte Chalte’ Was Falling Into Aishwarya’s Hands Due To The Anger Of Her Ex boyfriend Salman Khan On The Set.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રણબીર કપૂર અને કેટરીના કૈફ સ્ટારર ‘જગ્ગા જાસૂસ’માં ગોવિંદા પણ એક મુખ્ય ભૂમિકામાં હતો પરંતુ કેટલાક ભાગનું શૂટિંગ થયા બાદ તેણે ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો. ફિલ્મના ડાયરેક્ટર અનુરાગ બાસુએ એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ગોવિદાં મોડો આવતો હોવાને કારણે શૂટમાં ઘણું મોડું થઈ રહ્યું હતું. સાઉથ આફ્રિકામાં શૂટિંગ કરવાનું હતું, બધુ લાઈનઅપ હતું પરંતુ લેટ લતીફીના કારણે તેમણે ગોવિદાંને ફિલ્મમાંથી હટાવવો નિર્ણય લેવો પડ્યો હતો.

ગોવિંદા પહેલાં પણ ઘણા અન્ય સ્ટાર્સને પણ ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અથવા તેઓએ કોઈ કારણસર જાતે ફિલ્મ છોડી દીધી હતી. જાણો કોણ છે આ સેલેબ્સ…

એશ્વર્યા રાય બચ્ચન

ફિલ્મ ‘ચલતે-ચલતે’ માટે એશ્વર્યા રાય પહેલી પસંદ હતી. તેણે શાહરૂખ ખાનની સાથે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું પરંતુ આ સમયે સલમાન ખાનની સાથે તેનું બ્રેકઅર થયું હતું. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, એક દિવસ સલમાન ‘ચલતે ચલતે’ના સેટ પર આવ્યો હતો જ્યાં એશ્વર્યા શૂટિંગ કરી રહી હતી અને ગુસ્સામાં તોડફોડ કરી હતી. ત્યારબાદ એશ્વર્યાની પાસે બીજો કોઈ રસ્તો નહોતો બચ્યો અને તેણે ફિલ્મને વચ્ચેથી છોડવાનો નિર્ણય કર્યો જેથી શૂટિંગ યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે. તેની જગ્યાએ રાણી મુખર્જીને લેવામાં આવી અને ફિલ્મ હિટ સાબિત થઈ હતી.

કરીના કપૂર ખાન

વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી અમીષા પટેલ અને રીતિક રોશને ડેબ્યૂ કર્યું હતું પરંતુ શું તમને ખબર છે કે પહેલા અમીષા પટેલના રોલ માટે કરીના કપૂરને કાસ્ટ કરવામાં આવી હતી. કરીનાએ ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ પણ કરી લીધું હતું પરંતુ બાદમાં તેણે આ ફિલ્મ છોડી દીધી. ત્યારબાદ કરીનાએ આ વર્ષે જ રિલીઝ થયેલી ફિલ્મ રેફ્યુજીથી અભિષેક બચ્ચનની અપોઝિટ ડેબ્યૂ કર્યું. ‘કહો ના પ્યાર હૈ’ જે સુપરહિટ થઈ, જ્યારે રેફ્યુજી બોક્સ-ઓફિસ પર ફ્લોપ થઈ હતી.

તેમજ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયો કી લીલા રાસલીલા’માં કરીના કપૂરને કાસ્ટ કરવામાં આવી હતી. એટલે કે સુધી તેના લીલાના રૂપમાં કેટલાક ટ્રાયલ પિક્ચર્સ પણ વાયરલ થયા હતા પરંતુ વાત જામી નહીં. હકીકતમાં કરીના 100 દિવસથી વધારે શૂટિંગ કરવા નહોતી માગતી કેમ કે તેણે કોઈ અન્ય ફિલ્મને ડેટ્સ આપી રાખી હતી. જ્યારે પ્રોડક્શન ટીમના લોકોને 100 દિવસ ઓછા પડતા હતા, આવી સ્થિતિમાં કરીનાની પાસે ફિલ્મમાંથી હટવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. ત્યારબાદ દીપિકા પાદુકોણને ફિલ્મમાં લેવામાં આવી અને આ ફિલ્મ હિટ સાબિત થઈ.

સુશાંત સિંહ રાજપૂત

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત પણ પહેલા ‘હાફ ગર્લફ્રેન્ડ’માં દેખાવાના હતા. તેઓ આ ફિલ્મ માટે પહેલી ચોઈસ હતા પરંતુ આ ફિલ્મ પહેલા તેઓ ‘રાબતા’ સાઈન કરી ચૂક્યા હતા તેથી તેમણી પાસે હાફ ગર્લફ્રેન્ડને ના કરવા સિવાય કોઈ રસ્તો નહોતો, ત્યારબાદ અર્જુન કપૂરને ફિલ્મમાં સાઈન કરવામાં આવ્યો.

રણબીર કપૂર

એક ઈન્ટરવ્યુમાં રણબીરે ખુલાસો કર્યો હતો કે તેઓ આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘જોધા અકબર’ માટે તે પહેલી પસંદ હતો. તેઓ ફિલ્મમાં અકબરનો રોલ કરવાના હતા પરંતુ તેણે આ ફિલ્મ છોડી દીધી હતી. રણબીરની ના બાદ ફિલ્મમાં રિતિક રોશનની એન્ટ્રી થઈ અને તે અકબરના રોલમાં છવાઈ ગયો હતો.

[:]

Be the first to comment on "[:en]આ સ્ટાર્સે વચ્ચેથી ફિલ્મ છોડી હતી: સેટ પર એક્સ-બોયફ્રેન્ડ સલમાન ખાનના ગુસ્સાના કારણે ફિલ્મ ‘ચલતે-ચલતે’ એશ્વર્યાના હાથમાં જતી રહી હતી[:]"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: