આ રીતે થયું ગેહલોત સરકારને ઉથલાવવાનું પ્લાનિંગ, રાત સુધીમાં પાયલટ સમર્થક ધારાસભ્યોના ફોન ઓફ થયા અને પછી વોટ્સેપ કોલિંગ શરૂ થયું


  • સરકાર બહુમતીમાં છે કે લધુમતીમાં, તે આજે નક્કી થશે, ફાયદો-નુકસાનનો તાળો મેળવી રહ્યાં છે ધારાસભ્યો
  • પાયલટના ગ્રુપને ખબર હતી કે તેમના ફોન સર્વેલન્સ પર છે, જોકે વોટ્સઅપ કોલિંગની સાથે-સાથે મેસેન્જરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 02:05 PM IST

જયપુર. રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકારને લધુમતિમાં લાવવાનું ષડયંત્ર વોટ્સએપ કોલિંગથી કરવામાં આવ્યું છે. આ સ્ટ્રેટેજીનો ઉપયોગ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે ધારાસભ્યોના ફોન ટેપ થઈ રહ્યાં હતા. જેવું પાયલટ ગ્રુપનું વર્કિંગ પુરુ થયું કે તરત જ તમામ પાયલટ સમર્થક ધારાસભ્યોના ફોન ઓફ થઈ ગયા હતા.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટના સમર્થક ધારાસભ્યોના મોબાઈલ શનિવારથી જ ઓફ થવાના શરૂ થઈ ગયા હતા. પછીથી બાકીના ધારાસભ્યોએ રવિવારે ફોન ઓફ કર્યા અથવા તો પછી કરાવવામાં આવ્યા. બીજી તરફ રાતે મુકેશ ભાકર, રામનિવાસ ગાવડિયા, જીઆર ખટાના, પીઆર મીના, હરીશ મીણા સહિત ઘણા ધારાસભ્યોના ફોન બંધ હોવાનું જણાયું હતું.  

મેસેન્જરનો પણ ઉપયોગ થયો
પાયલટ ગ્રુપને ખબર હતી કે તેમના ફોન સર્વેલન્સ પર છે. આ કારણે વોટ્સઅપ કોલિંગની સાથે-સાથે મેેસેન્જરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. ધારાસભ્યોએ તેમના વફાદાર કાર્યકર્તાઓના ફોન પણ પરસ્પર સંપર્ક માટે ઉપયોગમાં લીધા હતા. 

બ્યુરોક્રેસી કોરોનાને ભૂલી, ધારાસભ્યોના નંબરો પર નજર
રાજકીય ઉથલપાથલની વચ્ચે રાજ્યની બ્યુરોક્રેસી નજર કોરોનાના કેસોની સંખ્યાની જગ્યાએ ધારાસભ્યોના આંકડાઓ પર ટકી છે. રવિવારે પણ સમગ્ર બ્યુરોક્રેસીની નજર રાજયના રાજકીય ઘટનાક્રમ પર રહી હતી.

જાસૂસી કરનારાઓ પ્રત્યે નારાજગી
પાયલટ કેમ્પના નેતાઓની જાસૂસી કરવા માટે કેટલાક લોકોને વિશેષ જવાબદારી આપવામાં આવી હતી. જોકે તેમના કામમાં ખામીઓ રહી, જેને લઈને શનિવારે અને રવિવારે નારાજગી વ્યક્ત કરવામાં આવી. એમ માનવામાં આવી રહ્યું છે કે કામમાં બેદરકારી રાખનારા નેતાઓને મુશ્કેલી થઈ શકે છે. તેઓ પુરતી માહિતી સરકારને આપી શકય ન હતા.

અમારી સરકાર સંપૂર્ણ રીતે સુરક્ષિતઃ જોષી
કોંગ્રેસના મુખ્ય વ્હિપ મહેશ જોષીએ કહ્યું કે અમારી સરકાર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે અમારી પાસે બહુમતી છે અને સોમવારે સવારે અમે તેને સાબિત કરીશું.

દિલ્હીથી ભરતપુર પરત ફર્યા પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહ
કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલની વચ્ચે પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહ રવિવારે રાતે ભરતપુર પરત આવ્યા હતા. રાજકારણમાં તેમની દિલ્હી યાત્રા અંગે ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી, જોકે તેમણે ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે દિલ્હીમાં તેઓ પોતાની બહેનને મળવા ગયા હતા. હું મારું કામ પતાવીને પરત આવી ગયો છું.

કોંગ્રેસના ધારાસભ્યો જ પાર્ટી છોડવા માંગી રહ્યાં છેઃ બેનીવાલ
આરએલપી પ્રમુખ સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું કે રાજ્યના સીએમ હાલ એ પણ ભૂલી ગયા છે કે મીડિયા લોકતંત્રનો ચોથો સ્તભ છે. એસઓજી દ્વારા જે નોટિસ રાજ્યના ડિપ્યુટી સીએમને મળી તે પછી લોકોની ટીકાને જોતા સીએમ અને અન્ય લોકોની પણ પુછપરછ માટે ઈસ્યુ કરવામાં આવેલી નોટીસ વાયરલ થઈ.

Be the first to comment on "આ રીતે થયું ગેહલોત સરકારને ઉથલાવવાનું પ્લાનિંગ, રાત સુધીમાં પાયલટ સમર્થક ધારાસભ્યોના ફોન ઓફ થયા અને પછી વોટ્સેપ કોલિંગ શરૂ થયું"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: