આજે રાજ્યના 61 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, નવસારીના જલાલપોરમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો


  • ગઈકાલે રાજ્યમાં 91 તાલુકામાં વરસાદ ,વંથલી અને ગીર ગઢડામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 05:08 PM IST

ગાંધીનગર. આજે સવારે 6 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યમાં 61 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નવસારીના જલાલપોરમાં નોંધાયો છે. આ સિવાય નવસારી અને સુરતના ચોર્યાસીમાં 69 મિમિ, વલસાડ 55 મિમિ, પારડીમાં 54 મિમિ, સુરત શહેરમાં 43 મિમિ વરસાદ ખાબક્યો છે.  ગણદેવીમાં 39 મિમિ, બોટાદના ગઢડામાં 27 મિમિ અને સુરેન્દ્રનગરના લખતરમાં 25 મિમિ વરસાદ પડ્યો છે.
 
આજે સવારે 6 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
નવસારી જલાલપોર 104
નવસારી નવસારી 69
સુરત ચોર્યાસી 69
વલસાડ વલસાડ 55
વલસાડ પારડી 54
સુરત પાલસણા 46
સુરત સુરત શહેર 43
નવસારી ગણદેવી 39
બોટાદ ગઢડા 27
સુરેન્દ્રનગર લખતર 25
ભાવનગર ગારીયાધાર 24
તાપી નિઝર 24
તાપી દોલવણ 23
નવસારી ચીખલી 22
વલસાડ ધરમપુર 19
ભરૂચ વાલિયા 18
નવસારી ખેરગામ 18
સુરત મહુવા 18
વડોદરા પાદરા 18
અમરેલી લિલિયા 17
ભરૂચ વાગર 17
બોટાદ બોટાદ 17
સુરત કામરેજ 17
ડાંગ આહવા 16
સુરત બારડોલી 16
સુરત માંડવી 16
સુરેન્દ્રનગર સાયરા 16
ડાંગ વઘઈ 15
ભાવનગર પાલિતાણા 13
સાબરકાંઠા વિજયનગર 13
ભાવનગર ભાવનગર 12
સુરત ઓલપાડ 12
તાપી વાલોડ 11
અમરેલી અમરેલી 10

13 જુલાઈએ 91 તાલુકામાં વરસાદ પડ્યો
ગઈકાલે 13 જુલાઈએ રાજ્યના 91 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથના ગીર ગઢડામાં 4-4 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરતમાં 83 મિમિ, વલસાડમાં 60 મિમિ, જૂનાગઢમાં 59 મિમિ, કામરેજમાં 55 મિમિ,વાંકાનેરમાં 49 મિમિ, જેસર 47 મિમિ, નવસારી 46 મિમિ, ઉના 44 મિમિ, સતલાસણા 36 મિમિ, જાફરાબાદ અને આહવામાં 35 મિમિ, બરવાળા 32 મિમિ, મેંદરડા અને ખાંભામાં 30 મિમિ, દસાડા, અમરેલી અને લિલિયામાં 29 મિમિ, ધંધુકા અને પાલસણા 27 મિમિ, વાલોડ અને જલાલપોર 26 મિમિ વરસાદ વરસ્યો છે.

ગઈકાલે 13 જુલાઈએ રાજ્યમાં વરસેલા વરસાદના 1 ઈંચથી વધુ વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
જૂનાગઢ વંથલી 105
ગીર સોમનાથ ગીર ગઢડા 103
સુરત સુરત શહેર 83
વલસાડ વલસાડ 60
જૂનાગઢ જૂનાગઢ 59
જૂનાગઢ જૂનાગઢ શહેર 59
સુરત કામરેજ 55
મોરબી વાંકાનેર 49
ભાવનગર જેસર 47
નવસારી નવસારી 46
ગીર સોમનાથ ઉના 44
મહેસાણા સતલાસણા 36
અમરેલી જાફરાબાદ 35
ડાંગ આહવા 35
બોટાદ બરવાળા 32
જૂનાગઢ મેંદરડા 30
અમરેલી ખાંભા 30
સુરેન્દ્રનગર દસાડા 29
અમરેલી અમરેલી 29
અમરેલી લિલિયા 29
અમદાવાદ ધંધુકા 27
સુરત પાલસણા 27
તાપી વાલોડ 26
નવસારી જલાલપોર 26

Be the first to comment on "આજે રાજ્યના 61 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, નવસારીના જલાલપોરમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: