અમેરિકાની ચૂંટણીની જાહેરાતોમાં ટ્રમ્પને ચીનની પ્રશંસા કરતા તો બિડેનને જિનપિંગની આવભગતમાં વ્યસ્ત બતાવાયા


  • હરીફો વિરુદ્ધ ઉમેદવારો હાસ્યાસ્પદ રીતે પ્રચાર કરી રહ્યા છે

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 05:47 AM IST

વૉશિંગ્ટન. અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ચીન મોટો મુદ્દો બની ગયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન ચીનના બહાને વિજયી થવા માગે છે. બંને એકબીજા વિરુદ્ધ ચોંકાવનારી ચૂંટણી જાહેરાતો કરી રહ્યા છે. દાવો એ છે કે બંને ચીનના મામલાઓનો સારી રીતે સામનો કરી શકે છે.

ટ્રમ્પના ચૂંટણી અભિયાનની એક જાહેરાતમાં જણાવાયું છે કે બિડેન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આવભગતમાં વ્યસ્ત છે. જ્યારે બિડેનની ચૂંટણી જાહેરાતમાં બતાવાયું છે કે ટ્રમ્પ કોરોનાના મામલાઓ અંગે ગંભીર નથી. તે કોરોના અંગે ચીનના વલણની પ્રશંસા કરી રહ્યા છે. જોકે અત્યાર સુધી એવા સમાચાર હતા કે ચીને કોરોના વિશે દુનિયા સમક્ષ મોડેથી વિગતો જાહેર કરી.

જાહેરાતોની સમીક્ષા કરનારા રિપબ્લિકન પોલ્સ્ટર ફ્રેન્કે કહ્યું કે મને લાગે છે કે કાંટાની ટક્કર થશે પણ એ નથી ખબર કે તેનાથી ફાયદો કોને થવા જઈ રહ્યો છે. આ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કથળતા અર્થતંત્ર અને કોરોનાનો સામનો કરવાના પગલાંની સાથે જ ચીન ત્રીજો સૌથી મોટો ચૂંટણીલક્ષી મુદ્દો છે. મતદારો વચ્ચે એ પણ ચર્ચાનો વિષય છે કે ચીનના અયોગ્ય વેપાર વર્તન, વધતી વૈશ્વિક નારાજગી અને માનવાધિકાર ભંગ વિરુદ્ધ ટ્રમ્પ કે બિડેન કઇ મજબૂત રીતો દેશ સમક્ષ રજૂ કરશે. જે વ્યક્તિ ચીનના નેતાઓ હેઠળ દેખાશે, ચૂંટણીમાં તેને જ સૌથી વધુ નુકસાન થશે. 

અમેરિકામાં કોરોના ફેલાયા બાદ કરાયેલા સરવેમાં અમેરિકી નાગરિકોનો ગુસ્સો ચીન વિરુદ્ધ જોરદાર રીતે ઉભરી આવ્યો હતો. તે મુજબ 66 ટકા લોકોએ ચીન વિરુદ્ધ નકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. 2005 બાદથી આ ચીન વિરુદ્ધ અમેરિકી લોકોની સૌથી ખરાબ પ્રતિક્રિયા રહી હતી. 

Be the first to comment on "અમેરિકાની ચૂંટણીની જાહેરાતોમાં ટ્રમ્પને ચીનની પ્રશંસા કરતા તો બિડેનને જિનપિંગની આવભગતમાં વ્યસ્ત બતાવાયા"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: