અમિતાભ બચ્ચનનો બંગલો સેનિટાઈઝ કરવામાં આવ્યો, જલસા બંગલો કિંમતી સામાન તથા સુંદર ઈન્ટિરિયરથી બનાવવામાં આવ્યો છે


  • અમિતાભનો જલસા બંગલો 10,125 સ્કેવર ફીટમાં બનેલો છે
  • જલસા ઉપરાંત પ્રતિક્ષા તથા જનક પણ બિગ બીના બંગલા

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 03:22 PM IST

મુંબઈ. 11 જુલાઈ, શનિવાર સાંજે અમિતાભ બચ્ચન પહેલાં પોઝિટિવ આવ્યા પછી અભિષેક અને હવે ઐશ્વર્યા તથા આરાધ્યા પોઝિટિવ આવ્યા છે. જલસા બંગલાને સીલ કરી દેવામાં આવ્યો છે. અમિતાભ તથા અભિષેક બચ્ચનની સારવાર નાણાવટી હોસ્પિટલમાં ચાલી રહી છે. જલસા, જનક તથા પ્રતિક્ષા બંગલાને સેનિટાઈઝ પણ કરવામાં આવ્યા હતાં. હાલમાં બિગ બીનો જલસા બંગલો ચર્ચામાં છે. આ બંગલો અંદરથી ઘણો જ આલિશાન છે. જલસા બંગલાની ઈનસાઈડ તસવીરો પર એક નજર કરીએ. 

અમિતાભ બચ્ચનનો જલસા બંગલો જુહૂમાં આવેલો છે. આ બંગલો 10,125 સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે. અમિતાભને 1982માં આ બંગલો ગિફ્ટમાં મળ્યો હતો. અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સત્તે પે સત્તા’ 1982માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સફળ થતા ડિરેક્ટર રમેશ સિપ્પીએ બિગ બીને બંગલો ભેટમાં આપ્યો હતો. થોડાં વર્ષ બાદ બિગ બી પરિવાર સાથે અહીંયા રહેવા આવ્યા હતાં. આ ઉપરાંત બિગ બીના બે બંગલા પ્રતિક્ષા તથા જનક પણ છે. 

બે માળના આ બંગલા તથા બિગ બીને જોવા માટે રોજ અનેક ચાહકો આવતા હોય છે. રોજ સાંજે જલસા બંગલાની બહાર બિગ બીની એક ઝલક માટે ચાહકો મોટી સંખ્યામાં ઊમટી પડતા હોય છે. દર રવિવારે બિગ બી ચાહકોને મળવા માટે બંગલાની બહાર આવતા હોય છે. જોકે, મહામારીને કારણે હાલમાં અમિતાભ બચ્ચન ચાહકોને મળતા નહોતા. સિક્યોરિટીને કારણે બંગલાની દીવાલો ઊંચી બનાવવામાં આવી છે. મેઈન ગેટ લાકડાનો બનેલો છે. 

આ ઘરમાં બિગ બી પોતાની પત્ની જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન, પૌત્રી આરાધ્યા સાથે રહે છે. દીકરી શ્વેતા ઘણીવાર અહીંયા આવે છે. 

દરેક ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે છે
સોશિયલ મીડિયામાં એક્ટિવ બિગ બી તહેવારો તથા પાર્ટીની તસવીરો શૅર કરતા હોય છે. અમિતાભની દિવાળી પાર્ટી બોલિવૂડ સ્ટાર્સની ફેવરિટ છે. 

બિગ બીના ઘરના લિવિંગ રૂમની એક દીવાલમાં તેમના માતા-પિતા (તેજી બચ્ચન-હરિવંશ રાય બચ્ચન)ની તસવીરો લગાવવામાં આવેલી છે. તો બીજી દીવાલ પર પુસ્તકો મૂકવામાં આવ્યા છે. 

ઘરના ઈન્ટીરિયરમાં એન્ટીક, કિંમતી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘરનો થોડો હિસ્સો લાકડાના ફ્લોરિંગનો જોવા મળે છે. 

દરેક સામાન લક્ઝૂરિયસ
જલસા બંગલાનું ગાર્ડન પણ મોટું છે. અહીંયા બિગ બી અખબાર વાંચતા હોય છે અને પત્ની જયા સાથે બેસતા હોય છે. દીવાળીના પ્રસંગે અહીંયા જ પાર્ટી આપવામાં આવતી હોય છે. 

અમિતાભના બંગલા જલસા, પ્રતિક્ષા તથા જનકને પૂરી રીતે સીલ કરી દેવામાં આવ્યો છે અને ત્રણેય જગ્યાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. સેનિટાઈઝેન પણ કરવામાં આવ્યું હતું. 

Be the first to comment on "અમિતાભ બચ્ચનનો બંગલો સેનિટાઈઝ કરવામાં આવ્યો, જલસા બંગલો કિંમતી સામાન તથા સુંદર ઈન્ટિરિયરથી બનાવવામાં આવ્યો છે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: