અમિતાભ અને અનુપમ ખેરના પરિવારના સભ્યો ચેપગ્રસ્ત થતાં ભાજપનું મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર, કહ્યું- રાજ્યની સ્થિતિ ઘણી જ ચિંતાજનક


  • ભાજપ IT સેલના પ્રમુખ અમિત માલવીયે આ મુદ્દો ઉઠાવીને મહારાષ્ટ્ર સરકારને ટ્વિટર પર આડેહાથ લીધી

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 01:41 PM IST

મુંબઈ. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન તથા અનુપમ ખેરના પરિવારના ચાર સભ્યો (માતા, ભાઈ-ભાભી-ભત્રીજી) કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. 

ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયે આ મુદ્દો ઉઠાવીને મહારાષ્ટ્ર સરકારને ટ્વિટર પર આડેહાથ લીધી હતી. તેમણે ટ્વીટ કરી હતી, મહારાષ્ટ્રમાં કોવિડ 19ની સ્થિતિ સારી નથી. તમામ કેસો ચિંતાજનક સ્થિતિ બતાવે છે. પુના તથા મુંબઈમાં કેસો વધી રહ્યાં છે. અમિતાભ બચ્ચન અને હવે અનુપમ ખેરના સભ્યો પણ કોરોના પોઝિટિવ.

ભાજપ નેતા રામકદમે અમિતાભ બચ્ચન જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.Be the first to comment on "અમિતાભ અને અનુપમ ખેરના પરિવારના સભ્યો ચેપગ્રસ્ત થતાં ભાજપનું મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર, કહ્યું- રાજ્યની સ્થિતિ ઘણી જ ચિંતાજનક"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: