અમિતાભના બંગલાવાળા જુહૂ વિસ્તારમાં ધારાવી જેવું ઓપરેશન થશે, મેયર કિશોરીએ કહ્યું- BMC કોઈ જોખમ લેવા તૈયાર નથી


અમિત કર્ણ

Jul 13, 2020, 11:11 AM IST

બોલિવૂડમાં કોરોના. અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચન કોરોનાગ્રસ્ત થયા બાદ ઐશ્વર્યા તથા આરાધ્યા પણ પોઝિટિવ આવ્યા છે. જોકે, જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ છે. હાલમાં જયા બચ્ચને 14 દિવસ ક્વૉરન્ટીન રહેવું પડશે. ઐશ્વર્યા તથા આરાધ્યા ઘરે રહીને જ સારવાર કરાવી રહ્યાં છે. ઘરના ચાર સભ્યો પોઝિટિવ આવ્યા બાદ હવે અમિતાભના બંગલાવાળા વિસ્તાર એટલે કે જુહૂમાં ધારાવી જેવું ઓપરેશન ચાલી શકે છે. મેયર કિશોરીએ સ્પષ્ટતા કરી હતી કે BMC કોઈ જોખમ લેવા માગતી નથી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે આ વાતની પુષ્ટિ કરી હતી.

આ વાત કન્ફર્મ છે કે ઐશ્વર્યા, જયા તથા આરાધ્યા ત્રણેય હોમ ક્વૉરન્ટીન છે?
હા, આ વાત કન્ફર્મ છે. તેમના બંગલાને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે બેરિકેડ્સ લગાવી દીધા છે. કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે નહીં અને બહાર આવી શકશે નહીં. પહેલાં ટેસ્ટમાં ઐશ્વર્યા તથા આરાધ્યા નેગેટિવ આવ્યા હતા અને બીજા ટેસ્ટમાં બંને પોઝિટિવ આવ્યા હતાં. હાલમાં ત્રણેય બંગલામાં સેલ્ફ આઈસોલેટેડ છે. 

જલસાની આસપાસની બિલ્ડિંગમાં ટેસ્ટ કરવામાં આવશે? 
હા, જે રીતે ધારાવીમાં અમે ઓપરેશન ચલાવ્યું તે જ રીતે અહીંયા પણ થશે. જુહૂ વિસ્તારમાં અમે ટેસ્ટ કરીશું અથવા તો લોકો સામે આવીને ટેસ્ટ કરાવે.

આ વિસ્તારના લોકોની પરવાનગી બાદ BMC કંઈક કરશે? 
હવે, પ્રાઈવેટ સેક્ટરમાં અમે જઈએ ત્યારે ત્યાં પરમિશનની જરૂર હોય છે પરંતુ જો વધુ મુશ્કેલીઓ આવે છે તો અમે અમારી મહાનગર પાલિકાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરને ફોલો કરીશું અને પછી કોઈની પણ વાત સાંભળીશું નહીં. 

જનકની આસપાસની બિલ્ડિંગની હાલમાં શું સ્થિતિ છે? 
જનકથી 100થી 200 મીટરની અંદર આવેલી બિલ્ડિંગને સેનિટાઈઝ કરવામાં આવી રહી છે. અહીંયા પણ ધારાવીનું જ મોડલ ઉપયોગ કરવામાં આવશે. 

પ્રતિક્ષા તથા જલસા બંગલાનું શું કરવામાં આવશે? 
હાલમાં ત્યાં સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. સીલ થયા બાદ આ બંગલા પણ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. 

Be the first to comment on "અમિતાભના બંગલાવાળા જુહૂ વિસ્તારમાં ધારાવી જેવું ઓપરેશન થશે, મેયર કિશોરીએ કહ્યું- BMC કોઈ જોખમ લેવા તૈયાર નથી"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: