અભિષેક બચ્ચને પોસ્ટ શૅર કરીને ચાહકોને હેલ્થ અપડેટ આપતાં કહ્યું, મારા તથા પિતામાં કોરોનાના હળવા લક્ષણો


દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 12:33 PM IST

મુંબઈ. અમિતાભ તથા અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ છે અને હાલમાં જ એભિષેકે સોશિયલ મીડિયામાં પોતાની તથા પિતાના સ્વાસ્થ્યને લઈ માહિતી આપી હતી. અભિષેકે કહ્યું હતું કે કોવિડ 19ના કેટલાંક લક્ષણો જોવા મળ્યાં બાદ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. આ સાથે જ એક્ટરે ચાહકોને ડરવાની કે ગભરાવવાની કોઈ જરૂર ના હોવાની વાત કરી હતી અને શાંતિ રાખવાની અપીલ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરી
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરીને અભિષેકે કહ્યું હતું, ‘હું અને મારા પિતાનો કોવિડ 19નો ટેસ્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો. હળવા લક્ષણો આવ્યા બાદ અમને બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અમે આ અંગે તમામ આવશ્યક વિભાગો તથા અધિકારીઓને માહિતી આપી દીધી છે અને આ સાથએ જ અમારા પરિવાર તથા સ્ટાફનો પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. અમે BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના સંપર્કમાં છીએ અને તેમને આપેલી ગાઈડલાઈનનું પાલન કરી રહ્યાં છીએ. હું તમામને વિનંતી કરી છું કે ડરો નહીં અને શાંત રાખો. આભાર.’

અન્ય સેલેબ્સે સારા સ્વાસ્થ્યની દુઆ માગી
અભિષેકની પોસ્ટ પર રિતેશ દેશમુકે કમેન્ટ કરતાં કહ્યું હતું કે જલ્દીથી ઠીક થઈને આવો..ભાઉ. શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, જલ્દીથી ઠીક થઈ જાવ ભૈય્યુ. તો અનિલ કપૂરે કહ્યું હતું કે જલ્દી ઠીક થઈ જાઓ ભૈય્યા. જેનેલિયાએ ગેટ વેલ સૂન અભિષેક તો નીલ નીતિન મુકેશે કહ્યું હતું કે બહુ બધી દુઆઓ તથા પ્રેમ. તમે બંને જલ્દીથી સ્વસ્થ થાવ અને સારા સ્વાસ્થ્યની કામના. Be the first to comment on "અભિષેક બચ્ચને પોસ્ટ શૅર કરીને ચાહકોને હેલ્થ અપડેટ આપતાં કહ્યું, મારા તથા પિતામાં કોરોનાના હળવા લક્ષણો"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: