અભિષેક બચ્ચનની સાથે વેબ સીરિઝનું ડબિંગ કરનારો કો-એક્ટર અમિત સાધ આજે કોવિડ-19 ટેસ્ટ કરાવશે


દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 04:52 PM IST

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને શનિવારે રાતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી ટ્વિટર પર આપી હતી. હાલ તે બંનેની સારવાર મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન અમિતાભ અને અભિષેકના સંપર્કમાં આવેલા લોકો પણ પોતાનો ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહ્યા છે. વેબ સીરિઝ ‘બ્રીથ: ઈનટુ ધ શેડોઝ’માં અભિષેકની સાથે દેખાયેલો કો-એક્ટર અમિત સાધ પણ રવિવારે પોતાનો ટેસ્ટ કરાવવાનો છે. અમિત અને અભિષેકે થોડા દિવસ પહેલાં સાથે ડબિંગ કર્યું હતું. 

વેબ સીરિઝ ‘બ્રીથ: ઈનટુ ધ શેડોઝ’ 10 જુલાઈએ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઇ ચૂકી છે. આ સીરિઝનું ડબિંગ વર્સોવામાં આવેલા સાઉન્ડ એન્ડ વિઝન ડબિંગ સ્ટુડિયોમાં થયું હતું. અભિષેક બચ્ચન અને અમિત સાધ એકસાથે ત્યાં જતા હતા. અભિષેકનો રિપોર્ટ આવ્ય પછી અમિત પણ તેનો કોરોના ટેસ્ટ કરાવશે. બંનેને 29 જૂને સ્પોટ કર્યા હતા.

અમિત સાધે ટેસ્ટ વિશે ટ્વીટ કરીને લખ્યું કે, દરેકને નમસ્તે, આટલી ચિંતા અને પ્રાર્થના કરવા માટે સૌનો આભાર. હું એકદમ સ્વસ્થ છું અને સાવધાની રાખીને આજે કોવિડ-19 ટેસ્ટ કરાવીશ. મારી પ્રાર્થના મિસ્ટર બચ્ચન, અભિષેક અને તેમના પરિવાર સાથે જ છે. મને આશા છે કે તેઓ જલ્દીથી સાજા થઇ જાય.

વર્સોવામાં ડબિંગ સ્ટુડિયો સીલ કર્યો
અભિષેકે વર્સોવાના સાઉન્ડ એન્ડ વિઝન ડબિંગ સ્ટુડિયોમાં ડબિંગ કર્યું હતું. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી થોડા દિવસ માટે સ્ટુડિયો કામચલાઉ બંધ કરી દીધો છે. ફિલ્મ ક્રિટિક કોમલ નાહટાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છેBe the first to comment on "અભિષેક બચ્ચનની સાથે વેબ સીરિઝનું ડબિંગ કરનારો કો-એક્ટર અમિત સાધ આજે કોવિડ-19 ટેસ્ટ કરાવશે"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: