અભિષેક બચ્ચનના કો-સ્ટાર અમિત સાધનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો, બચ્ચન પરિવારના હાઉસ સ્ટાફના 26 સભ્યોનો સ્વાબ ટેસ્ટ નેગેટિવ


દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:34 PM IST

અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના કો-સ્ટાર અમિત સાધે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ વાતની જાણકારી તેણે ખુદ ટ્વીટ કરીને આપી છે. આ સિવાય બચ્ચન પરિવારના હાઉસ સ્ટાફના 26 સભ્યોનો સ્વાબ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. રવિવારે બિગ બીના ઘર જલસાને કંટેનમેન્ટ ઝોન જાહેર કરાયા બાદ પરિવારના અન્ય સભ્યો અને સ્ટાફને ક્વોરન્ટીન કરીને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ખુશીથી કહું છું હું નેગેટિવ છું 
અમિત સાધે ટ્વીટમાં લખ્યું કે, ચિંતા અને પ્રાર્થના માટે આભાર. ખાલી આ વખતે હું ખુશીથી કહી શકું છું કે હું નેગેટિવ છું. જે લોકો આનો સામનો કરી રહ્યા છે મારી પ્રાર્થના તેમની સાથે છે. લવ યુ. સાથે રહેવામાં જ શક્તિ છે.

બ્રીધ: ઈન ટુ શેડોઝ વેબ સિરીઝ માટે અભિષેક બચ્ચન અને અમિત સાધ સેમ સ્ટુડિયોમાં ડબિંગ કરતા હતા. એમેઝોન પરની આ સિરીઝ 10 જુલાઈએ રિલીઝ થઇ છે. હાલ અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

સેમ સ્ટુડિયોમાં ડબિંગ કરતા હતા, એકસાથે નહીં 
અમિત સાધે ઇન્ટરવ્યૂમાં ચોખવટ કરી હતી કે, હું અને મારો પરિવાર કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છીએ. જોકે અત્યારે આ યોગ્ય સમય નથી આ વાત કરવાનો પણ મારે ચોખવટ કરવી છે કે, અભિષેક અને મેં ક્યારેય ડબિંગ સાથે નથી કર્યું. કોઈ બે એક્ટર્સ આવું સાથે ન કરી શકે. હા અમે અમારી વેબ સિરીઝ માટે ડબિંગ કરી રહ્યા હતા પણ તે સવારે કરતા હતા અને હું ત્યારબાદ દિવસે કરતો હતો. મેં ખાલી બે દિવસ માટે જ ડબિંગ કર્યું છે. અભિષેક જ્યારે જતા હોય ત્યારે હું આવતો હતો. અમે કોઈવાર સાથે નીકળ્યા હોઈશું પણ હું નથી ઈચ્છતો કે લોકો મીડિયાના ફોટોઝ પર ભરોસો કરીને એવું ધારી લે કે અમે સાથે ડબિંગ કરતા હતા. અમે ખાલી ફોટો સાથે પડાવ્યો હોય બસ એટલું જ.

સ્ટુડિયો કામચલાઉ બંધ કરાયો  
અભિષેક અને અમિત સાધે વર્સોવાના સાઉન્ડ એન્ડ વિઝન ડબિંગ સ્ટુડિયોમાં ડબિંગ કર્યું હતું. અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે સ્ટુડિયો કામચલાઉ બંધ કરી દેવામાં આવ્યો છે. ફિલ્મ ક્રિટિક કોમલ નાહટાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

અમિતાભ- અભિષેકની હેલ્થ અપડેટ 
શનિવારે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન નાણાવટી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં એડમિટ થયા. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, હોસ્પિટલ સાથે જોડાયેલ સૂત્રોના જણાવ્યા મુજબ બંનેની તબિયતમાં સુધારો આવ્યો છે. બંનેને રાત્રે અન્ય કોરોના દર્દીઓને જે જમવાનું આપવામાં આવે છે તે જ આપવામાં આવ્યું હતું. હોસ્પિટલના ક્રિટિકલ કેર સર્વિસના ડિરેક્ટર ડો. અબ્દુલ સમદ અન્સારીની દેખરેખ હેઠળ બંનેના બધા ટેસ્ટ અને જરૂરી ચેકઅપ થઇ રહ્યા છે.
 
ઐશ્વર્યા- આરાધ્યા ઘરમાં જ આઇસોલેટ 
અમિતાભ અને અભિષેક સિવાય ઐશ્વર્યા રાય અને આરાધ્યા પણ કોરોના પોઝિટિવ છે. જોકે, બીએમસીએ તેમને ઘરે આઇસોલેટ કર્યા છે. જયા બચ્ચન, દીકરી શ્વેતા બચ્ચન અને તેના બાળકો નવ્યા અને અગત્સ્યના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છેBe the first to comment on "અભિષેક બચ્ચનના કો-સ્ટાર અમિત સાધનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો, બચ્ચન પરિવારના હાઉસ સ્ટાફના 26 સભ્યોનો સ્વાબ ટેસ્ટ નેગેટિવ"

Leave a comment

Your email address will not be published.


*


%d bloggers like this: